જિંદગીનો સાચો મર્મ જિંદગીમાં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે. વાંચો આ રસપ્રદ લઘુકથા.

0
331

સાંજે સંયમે પહેલી વાર પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે સારી-સારી વાતો કરી. એમને ચિત્રો દોરવામાં મદદ કરી. તેમની નાની ગુડ્ડી બોલી ઊઠી.. ‘પપ્પુ, તમે કેટલા ગુડ-ગુડ પપ્પા છો, રોજ અમારી સાથે આવી રીતે રહેજો.’

સવારે પડોશમાં રહેતા અનિમેષભાઈ નું મોં ખુલ્લું રહી ગયું..

અરે સંયમભાઈ, તમે? સવાર સવારમાં અમારે ત્યાં? સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે આજે?

અરે, સરોજ… પાણી……. લાવજે તો…

એકલા પાણીથી નહીં પતે અનિમેષભાઈ, આજે તો તમારે ચા પણ પિવડાવવી જ પડશે. સંયમે હક્કથી કહી દીધું.

સરોજબહેન સાંભળી ગયાં, ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યાં.

અડધા કલાકમાં ઘરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે સંયમ સાવ અતડો અને અભિમાની માણસ હતો.

આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો છે. જતી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો.. આજથી સવાર ની ચા તમારે ત્યાં અને સાંજની ચા મારા ઘરે…

પણ બે દિવસમાં તો સંયમે સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી‍, અતડો ને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા…

‘ભાઈ, વાહ માણસ તે આનું નામ’…

ચાર દિવસ પછી ડોક્ટરનો ફોન આવ્યો. ‘મિ. સંયમ શાહ આઈ એમ વેરી વેરી સોરી…. તમારા બ્રેઈનનો રિપોર્ટ એકદમ નોર્મલ છે. આઈ મીન, મિ. એસ. એસ. શાહ નામધારી બે દર્દીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. ત… ત… તમે તો સાવ જ સાજાસારા છો… એબ્સોલ્યુટલી નોર્મલ છો. તમે હવે સો વર્ષ સુધી જીવતા રહી શકો છો. મારી તમને બેસ્ટ વિશીઝ છે.’

સંયમ શાહ બોલ્યો – તમે મને ઓળખતા હતા એ સંયમ તો ક્યારનોયે જતો રહ્યો, ડોક્ટર હવે તો મારો પુનર્જન્મ થયો છે…. હવે મને સમજાઈ ગયું કે જિંદગીનો સાચો મર્મ જિંદગીમાં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે. જીવન જિંદગી આપની છે પરિવાર સાથે પાડોશી સાથે સમાજ સાથે પ્રેમ ભર્યો વર્તાવ કરી જિંદગી જીવી લેવી જોઈએ…

એક દિવસ આ બધું જ છોડીને જવાનું છે એવું સમજાય તો આપના વિચારો, આપનું વલન, આપનું વર્તન અને આપનું જીવન સદંતર બદલાઈ જાય છે અંતરના સાંખ્ય વિચાર હંમેશા કરતા રહેવાનું કે એક દિવસ આ બધું જ છોડીને જવાનું થશે.

જય શ્રી કૃષ્ણ.

– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)