“જીંદગી માં કેટલું કમાણા” વાંચો જીવનનું સત્ય દેખાડતું ગુજરાતી ભજન

0
1117

જીંદગી માં કેટલું કમાણા,

હો જરા સરવાળો માંડજો. ટેક

કેટલા બનાવ્યા તમે મેડીં ને માળીયા,

કેટલા રળ્યા તમે નાણા.

હો જરા સરવાળો…

ઉગ્યો ને આથમ્યો ધંધાની લાયમાં,

ભૂંડે મોઢે જોને ભટકાણા.

હો જરા સરવાળો…

ડાહ્યા થઈં કેટલી દુનીયાં ડખોળી,

મોટા થઈ ખોટાં મનાણાં.

હો જરા સરવાળો…

લાવ્યા છોં કેટલું અને લઈ જશો કેટલું,

છેવટે તો લાકડા ને છાણા.

હો જરા સરવાળો…

ગાયાં નહી ગુણ તમે કદિયે ગોવીંદના,

મીંડા હિસાબમાં મૂકાણાં.

હો જરા સરવાળો…