જીવન જીવવાની રીત :
જીવન જીવવા ના મહેલની જરૂર છે
જીવન જીવવા હા મિત્રોની જરૂર છે
જીવવા ના જાહોજલાલીની જરૂર છે
જીવવા માટે બસ સાથીની જરૂર છે
જીવનમાં ના કદી નફરતની જરૂર છે
જીવનમાં તો બસ વ્હાલની જરૂર છે
જીવનમાં ના નકારાત્મકની જરૂર છે
જીવનમાં તો હકારાત્મકની જરૂર છે
જીવનમાં ના કદી મોટાઈની જરૂર છે
જીવનમાં તો બસ ખરાઈની જરૂર છે
જીવન જીવવા ના મોટરની જરૂર છે
જીવન જીવવા તો પ્રણયની જરૂર છે
જીવન જીવવા ના ઝવેરાત જરૂર છે
જીવન જીવવા તો શ્વાસોની જરૂર છે
“મેહુલ”
– સુભાષ ઉપાધ્યાય.
સપ્ટેબર/૨૦/૨૦૨૧.