‘ગરીબ મજુરની કલમે’ – જો તમને લાગે કે જીવનમાં હજી ઘણું ખૂટે છે તો આ વાત પર એકવાર વિચાર કરજો.

0
433

એ જ આથમતો સુરજ અને ઘરે આવતો મજુરિયો વર્ગ.

ફૂટપાથ પર ચાલતી વખતે એક મજુર મારી આગળની બાજુ માત્ર ટોવેલ પાથરી ને ફૂટપાથ પર સુઈ ગયો.

મારા મોઢા માંથી નીકળી ગયું વાહ! છે કઈ જીવન કે જિંદગીની ચિંતા?

ગરીબ મજુરની કલમે.

ગાદલા તકિયાની જીવનમાં લપ નથી રાખી,

ઘર કોને કેહવાય એ વાતની કદર નથી રાખી,

અત્યાર સુધી ડુંગળી આવતી હતી ભાણામાં,

હવે એ મોંઘી થયા પછી એની મોજની આશ નથી રાખી,

આકાશ આપની છત છે અને જમીન આપનું ઘર,

આથી વધુ જરૂરિયાતની જરુરીયાત નથી રાખી,

સરકાર ગમે તે કરે વ્યાખ્યા ગરીબીની “ભગવાન જાણે”,

ગરીબ છીએ કે અમીર એ વાતની જાણ અમે ખુદે નથી રાખી,

આમ જ જિંદગી જીવતા જઈશુ અને ખુશ રેહતા રહીશું,

પૂરી થશે જિંદગી કે બાકી કેટલી રહી એ વાતની કદી ફિકર નથી રાખી.

જો આના થી વધુ તમને ભગવાને આપ્યું હોય તો તમારા હૃદય પર તમારો જમણો હાથ મૂકો અને ભગવાનને 3 જાદુઈ શબ્દો કહો, “આભાર, આભાર, આભાર” આ સુંદર જીવન માટે.