એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.

0
723

જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.

અરે મૂકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું,

મૂકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,

કોઈની બળતરા કરવાની જરૂર નથી,

કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.

ક્યાં જવું છે અભિમાન રાખીને?

સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.

તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઈશ્વરને કરવા દો.

તમે બસ ફુલઓન મજા કરો,

બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને આનંદ માણો.

મજાથી શોખ પૂરાં કરો,

ઉંમર સામું ના જુઓ,

નાઈટઆઉટ કરો,

વરસાદમાં હડી કાઢી નહાવ,

ઘરમાં કોઈ ન હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખૂલીને નાચો,

ભાવતી જમવાની અલગ અલગ ડિશ ટ્રાય કરો,

દૂરદૂર રખડવા જતાં રહો,

જોવાયું એટલું જોઈ લો,

ફરી લો,

બસ દિલ ફા ડીને જીવાય એટલું જીવી લો.

કોઈને નડીએ નહીં એટલે ઘણું,

બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.

થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.

માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,

આ જન્મના કર્મ જોતાં કદાચ કોન્ટ્રૅક્ટ રિન્યૂ ન પણ થાય,

માટે જલસાથી જીવો.

અંત સમયે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે “Well played!”

મજા ની લાઈફ

ભોગવ્યું એજ આપણું

બાકી કોઈ ગેરંટી નથી બાપુ…

શું કહેવું છે?

– સાભાર કેતન ગોસ્વામી (અમર કથાઓ ગ્રુપ)