એક ધનવાન શેઠ આજે સવારે બંગલામાં આરસના જમવાના ટેબલ પર બેઠા હતા. સામે સિલ્વર પ્લેટમાં, મીઠા વગરનું, મરચાં વગરનું, મસાલા વગરનું, ભીંડા નું શાક અને તેલ વગર ની રોટલી હતી, મીનરલ વોટર પણ ગરમ કરેલું હતું.
કરોડોનું ઘર ને… નોકરો જમવા ની ડીશ પીરસી રહ્યા હતા, એસી ચાલુ હતુ, ઠંડી હવા આપી રહ્યુ હતુ. ઇમારતોની નીચે પ્રદૂષણનો ધુમાડો વહી રહ્યો હતો. શેઠ આવા વાતાવરણમાં જમણ વાર કરી રહ્યા હતા.
બીજી તરફ એક ખેત મજૂર ખેતર માં ખૂબ જ ઘટાદાર ઝાડ ની નીચે બેઠો-બેઠો જમી રહ્યો હતો. તેના જમણ ની અંદર તેણે મસાલેદાર ભીંડા નું શાક, ચોખા ઘી થી ચોપડેલી રસબોળ રોટલી, સાથે ડુંગળી અને લીલાં વઘારેલા મરચાં. અને તાજા દહી માથી બનાવેલી છાશ અને પીવા માટે વાસણમાં ઠંડુ માટલા નુ પાણી હતું.
સામે લીલા ખેતરો, પવન થી લહેરાતા પાક માથી, ઠંડી પવન લહેરો સાથે, પક્ષીઓ નો કલરવ સંભળાતો હતો. અને તે આરામથી બપોરા કરી રહ્યો હતો.
200 રૂપિયા કમાતો એક ખેતમજૂર કરોડો રૂપિયાનો માલિક જે ખાતો હતો તેજ એ ખાતો હતો.
પણ સ્વાદિષ્ટ ખાવાનું હતું.
હવે કહો, બંને વચ્ચે શું ફરક હતો?
શેઠ પચાસ વર્ષ ના હતા અને મજૂર પણ પચાસ વર્ષનો હતો.
બપોર ના જમ્યા પછી, શેઠ બી.પી, ડાયાબિટીઝની ટેબ્લેટ લઈ રહ્યા હતા, અને એક ખેતમજૂર ચૂના જોડે પાન ખાઈ રહ્યો હતો.
આ બન્ને મા સુખી કોણ?
કોઈ પણ ગૌણ નથી, કોઈ મહાન નથી.
તેથી…..
સુખ ન જુઓ
સુખ બનાવો કારણ કે…
આનંદ ઉત્પાદન પર જીએસટી 0% છે.
તમારી જાતને શોધો.
ખુશ રહો…..ખુશ રાખો….
આ મંત્ર જીવન જીવવા જેવું બનાવશે.
– સાભાર રાજેશ ડોડિયા (અમર કથાઓ ગૃપ) (મૂળ પોસ્ટમાં થોડા ફેરફાર કરેલી પોસ્ટ )