જીવનમાં ધર્મ, કર્મ અને ધ્યાનમાં સમતોલન બનાવી રાખવું જોઈએ, કોઈ એક વાતની અતિ ન કરો.

0
328

રામકૃષ્ણ પરમહંસે તોડી હતી વિવેકાનંદની સમાધિ અને સમજાવી હતી આ ખાસ વાત. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદથી જોડાયેલ આ એક ઘટના છે. ભગવાન શું છે? વિવેકાનંદ આ સવાલનો જવાબ જાણવા માટે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા હતા.

આ ભેટ બંનેની પહેલી ભેટ હતી. વિવેકાનંદ, પરમહંસથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ જ કારણે તેમના શિષ્ય બની ગયા. તેના પછી ગુરુએ નવા શિષ્યને ધ્યાનની વિધિ જણાવી દીધી

એક દિવસ વિવેકાનંદ રૂમ બંધ કરીને ધ્યાન કરી રહ્યા હતા, તો તે ધ્યાનની તે સ્થિતિમાં પહુંચી ગયા જેને સમાધિ કહેવાય છે. જ્યારે આ વાત પરમહંસને ખબર પડી તો તરત ભાગીને તેમના રૂમમાં પહુંચ્યા અને ધક્કો મારીને વિવેકાનંદને સમાધિ તોડી દીધી અને ધ્યાનમાંથી બહાર કાઢી દીધા.

ત્યાં બીજા પણ ઘણા શિષ્ય હતા. તેમણે પૂછ્યું કે તમે કહો છો કે ધ્યાન કરવું જોઈએ અને જયારે વિવેકાનંદ ધ્યાન કરતા સમાધિમાં પહુંચ્યા, તો તમે તેનું ધ્યાન કેમ તોડી નાખ્યું?

રામકૃષ્ણ પરમહંસે જણાવ્યું, ‘હમણાં તેમની ઉંમર જ શું છે? મને તેમના જોડે ખુબ મોટા-મોટા કામ કરાવવાના છે. જો આ આવી જ સમાધિમાં ઉતરી ગયો તો પછી કર્મ કરી શકશે નહિ. તેને હજુ પોતાના જ્ઞાનને કર્મ સાથે જોડવાનું છે. આખી દુનિયામાં ધર્મનો પ્રચાર કરવાનો છે. લોકોને નૈતિકતા શીખવવાની છે. આપણને એક સીમા સુધી જ ધ્યાન કરવું જોઈએ. ઊંડી સમાધિમાં એટલું ઉતરી જવાનું નથી કે આપણે પોતાની યોગ્યતાનો યોગ્ય ઉપયોગ પણ કરી શકીએ નહિ.

માનવતાનું હિત કરવું, બધાનો ધર્મ છે અને આ જ સૌથી મોટી પૂજા છે. રામકૃષ્ણ પરમહંસની આ જ વાતોના કારણે દુનિયાને વિવેકાનંદ જેવો સન્યાસી મળ્યા.

શીખ : આપણને પોતાના જીવનમાં ધર્મ અને કર્મમાં સંતુલન બનાવી રાખવું જોઈએ. ધ્યાન અને સામાજિક જીવનમાં યોગ્ય તાલમેલ હોવો જોઈએ. આ જ વાત રામકૃષ્ણ પરમહંસએ વિવેકાનંદને સમજાવી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.