“જીવતી આંખ તને જંખતી હતી” દરેક વ્યક્તિ આ સ્ટોરી જરૂર વાંચજો અને માતા-પિતાનો સાથ આપજો.

0
1167

રોજ સાંજે મંદિરે મળતા હરિ કાકા. આમ તો તેમનું નામ હરેશભાઇ. ઘણા વખત થી દેખાતા નહોતા. રોજ સાંજ ની આરતી મા કાકા કાકી હંમેશા સાથે હોય. આરતી પુરા થયા પછી. સુખ દુઃખ ની વાતો મારી સાથે કરી લેતા.

આજે જ વિચાર આવતો હતો કે ફોન કરી ખબર અંતર પૂછી લઇશ. રાત્રી નું ભોજન પૂરું કરી હું મોડો મંદિરે ગયો.

ત્યારે રાત્રીના આઠ વાગ્યા હશે. હરિ કાકા ને બાંકડા ઉપર મોડે સુધી એકલા બેઠેલા જોઈ અજીબ તો લાગ્યું છતાં પણ હું ખુશ ખુશ થઈ ગયો.

કોઈ વખત કોઈ સ્વાર્થ વગર ના સંબધો પણ આપણે આનંદ આપતા હોય છે.

હું સીધો કાકા પાસે ગયો. અરે કાકા ક્યા ગયા હતા? આજે જ તમને ફોન કરવા નો હતો. તબિયત તો બરાબર ને?

કાકા કશું બોલ્યા વગર મારી સામે જોઈ રહયા.

મારા થી પુછાય ગયું. બધું બરોબર તો છે ને?

કાકી ક્યાં છે?

કાકા એ મૌન તોડયું. બેટા કાકી એ સાથ છોડી દીધો. આંખો ભીની હતી.

હું સમજી ગયો. જીવન સાથી ગુમાવાની વેદના તેમની આંખોમા સ્પષ્ટ દેખાતી હતી.

મેં કાકા ના ખભે હાથ મૂકી ઠાલું અશ્વશન આપ્યું કારણ કે મે કેટલાયને આ સ્થિતિ મા જોયા હતા.

ઘણી વખત ભગવાન પણ ક્રૂર મશ્કેરી કરી લે છે. આખી જીંદગી દોડી ને થાકેલ દંપતી નિવૃત્તિ ગાળા ની રાહ જોતા હોય છે. શાંતી થી જીવશું. મંદિરે જશુ. જાત્રા એ જશુ અને પ્રભુ નું નામ લેશુ. આવા સમયે ભગવાન જોડી ને ખંડિત કરી દે છે. બધું કમાયેલ, કરેલ બચતો આવા સમયે વ્યર્થ લાગે છે.

હું સમજી શકતો હતો. આ ઘા રુજાતા વર્ષો નીકળી જાય છે.

જીદગીમાં બહુ ભવિષ્યનો વિચાર કરવા કરતાં. વર્તમાન ને આનંદ થી જીવી લેતા શીખી લેવું. તમારી એક એક ક્ષણને આનંદ થી ભરી દેતા શીખી લો. સમય કોઈ ની રાહ જોતો નથી.

મિત્રો ઘડિયાર ના કાંટાને પકડવા થી સમય રોકાઇ નથી જતો. ઘડિયાર ની દરેક ટક ટક આવાજ મારુ-તમારું આયુષ્ય ઓછું કરી રહ્યો છે. એ કદી ભૂલતા નહીં.

કાકા ને સાતવંત આપતા કાકી ના અચાનક વિદાય નું કારણ મેં પૂછ્યું. કારણ સાંભળી વધારે દુઃખ થયું. કાકા બોલ્યા મારા પુત્ર નો USA થી ફોન આવ્યો. આ વખતે મારા સાસરી પક્ષના અહીં નાતાલ વેકેશનમા આવા ના હોવાથી મમ્મી આ વખતે નાતાલ વેકેશેનમા અમે ઇન્ડિયા નહીં આવી શકીયે.

માઁ ખરી ને. પોતાના સંતાન નું મોઢું હવે બે વર્ષે જોવા મળશે. એક વર્ષ તો બાપડી એ ઈંનતજારી મા કાઢ્યું હોય. બીજું વર્ષ રાહ જોવી તેને માટે કપરું હતું.

દુઃખી અને રડતી આંખે તારા કાકી સુઈ ગયા. બેટા સાચું કહું છું. તે સુઈતો ગઈ. હું પણ દુઃખી હતો. એ વાત થી નહીં કે (પુત્ર) આ નાતાલમા નથી આવવાનો.

હું દુઃખી હતો એક માઁ ની આશા ભરી આંખો થી. હું દુઃખી હતો આખું વર્ષ તેના પુત્ર ની રાહ જોઈ ને થાકેલ તેની દુઃખી આંખોથી. હું પણ દુઃખી હૃદયે પથારી મા ગયો.

બેટા સંતાનો એ આટલા બધા લાગણી હીન ના થવું જોઈએ. અને માતા પિતા એ એટલા બધા લાગણીશીલ પણ ના થવું જોઈએ.

સવારે પાંચ વાગે તારા કાકી ને જગાડવા ગયો. તો કાકી નું શરીર માત્ર પથારીમા હતુ. આને પુત્ર પ્રેમ સમજવો કે ઘેલછા. તે હું નક્કીના કરી શક્યો.

બેટા આ બે મોબાઈલ લઈ ફરું છું. એક તારા કાકીનો અને બીજો મારો ફોન. કાકા રડતી અને થોડી હસ્તી આંખે બોલ્યા. તારી કાકી ને મોબાઈલ લગાવું છું તો કોઈ બોલે છે “રેન્જ ની બહાર છે”.

કાકા એ અત્યાર સુધી જાળવેલ હિંમત તેમણે અચાનક ગુમાવી દીધી. મારા ખભા ઉપર તેમનું માથું મૂકી રીતસરના રડી પડ્યા. એક જીવન સાથી ગુમાવેલ વ્યક્તીની વેદનાં થી મારો ખભો ભીનો થઈ ગયો.

મારી આંખો ને પણ ભીની થતા હું રોકી શક્યો નહીં.

કાકા બોલ્યા સોરી બેટા આસું પણ ખભો જોઈ ને પડે છે. દરેક ખભા એટલા મજબૂત નથી હોતા.

કાકા રડતી આંખે બોલ્યા બેટા મેં દીકરાને USA જાણ કરી. તે બોલ્યો પાપા અમે આવ્યે છીયે અંતિમ દર્શન કરવા. મેં ઘસી ને ના પાડી રહેવા દે બેટા હવે કોઈ જરુર નથી.

જીવતી આંખ તને જંખતી હતી.

હવે તું આવ કે ના આવ કોઈ ફેર નથી પડતો.

મંદિર ના દરવાજા પૂજારી બંધ કરી રહ્યા હતા. મેં દૂર થી ભગવાન ને દર્શન કર્યા અને પ્રાથના કરી કે હરિકાકાને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપજે. સાથે સાથે સંસાર ના દરેક સંતાનો ને માઁ બાપ નો પ્રેમ સમજવાની બુદ્ધિ આપજે.

ચલો કાકા તમને ઘરે મૂકી જાવ ઘણું મોડું થઈ ગયુ છે. ઘરેના ગમતું ન હોય તો થોડો વખત મારે ત્યાં આવી જાવ.

ના બેટા મેં મારી જાત ને સમજાવી દીધી છે. બેટા ઘરે આવતો જતો રહેજે. મંદિરે આવું છું તો તારી કાકી યાદ આવી જાય છે. ચલ બેટા જય શ્રી કૃષ્ણ.
તને મળી હું ઘણો હળવો થઈ ગયો.

“મિત્રો યહી હે જીંદગી. મને એ તો નથી ખબર કે કેટલા આ સ્ટોરી વાંચશે કે વાંચે છે પણ જેટલા પણ આ વાંચશે એની આંખોના ખૂણા કોરા નથી જ રહેવાના. અને હા હું આ સ્ટોરી દ્વારા બીજું પણ કેહવા માંગુ છું કે કોઈ પણ સ્ત્રી-પુરુષ એકલા હોય એમને બીજી કોઈ મદદ ન કરી શકો તો કઈ નહીં પણ એના ખબર અંતર પૂછજો એમનું દુઃખ તો 50 % તો નીકળી જ જશે. ક્યારેક કોઈને દુઃખમાં જોઈ ને ટેકો આપજો. ખુદની જિંદગી માટે જ કામ આવશે. એ હું અત્યારે તમને સમજાવીશ તો પણ નહીં સમજાય, પણ સમય આવ્યે એહસાસ થઈ જ જશે કે મેં કરેલું સારું કાર્યનું મને યોગ્ય ફળ મળી જ ગયું.

જય શ્રી કૃષ્ણ

લેખક – Gk

(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)