‘જો આનંદ સંત ફકીર કરે’ – આ ભજનમાં સંસારનો મોહ ત્યાગનાર સંતોના આનંદ વિષે જાણવા મળે છે.

0
591

જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નાહીં અમીરી મેં;

સુખ દુ:ખ મેં સમતા સાધ ધરે, તો કુછ ખોફ નહીં જાગીરી મેં.

હર રંગમેં સેવક રૂપ રહે, અમૃત જલ તાજું ફૂપ રહે;

સત્કર્મ કરે છતાંયે ચૂપ રહે, ભલે છાંવ મિલે યા ધૂપ રહે,

નિસ્પૂહી બને જગમેં વિચરે, રહેવે ધીરગંભીરી મેં.

આનંદ સંત ફકીર…

જગ તારણ કારણ દેહ ધરે, સત્ સેવા કરે જગ પાપ હરે,

જીજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે, સત્તવાણી સદા મુખ સે ઉચ્ચરે;

ષડ્ રિપુ કો વશ કર રંગ મેં રમે, રહેવે સદા શૂરવીરી મેં.

આનંદ સંત ફકીર…

સદબોધ જગતમેં આઇ કહે, સત્ મારગ કો દિખલાઈ કહે,

ગુરુજ્ઞાન સે પદ યે ગાઈ કહે, “સત્તાર” શબ્દ સમજાઈ કહે;

મરજીવા બને ઈ તો મોજ કરે, રહેવે અલમસ્ત ફકીરી મેં

આનંદ સંત ફકીર…