જો આપણે સુધરી જશું તો સમાજમાં પણ વધવા લાગશે ભલાઈ, આપણે બીજાના દોષ જોવાથી બચવું જોઈએ.

0
339

ગૌતમ બુદ્ધ એક મહિલાના ઘરે ભોજન કરવા જવા માંગતા હતા, પણ ગામના લોકોએ તેમને જવા ના દીધા, જાણો કારણ.  સમાજમાં સારપ ત્યારે વધી શકે છે, જયારે આપણે પોતે પોતાની જ દુષ્ટતા છોડી દેશું. આપણે સુધારી જઈશું તો સમાજ પણ સારો થઇ જશે. કોઈએ પણ સુધારની શરૂઆત પોતાનાથી શરુ કરવી જોઈએ. આ સંબંધમાં ગૌતમ બુદ્ધથી જોડાયેલ એક પ્રસંગ ખુબ પ્રખ્યાત છે.

પ્રખ્યાત પ્રસંગ અનુસાર બુદ્ધ એક વખત કોઈ ગામમાં રોકાયા. ગામના લોકો તેમના દર્શન કરતા અને ઉપદેશ સાંભળવા જતા હતા. થોડા જ દિવસોમાં ઘણા બધા લોકો બુદ્ધનો ઉપદેશ સાંભળવા આવતા હતા. એક દિવસ બુદ્ધની પાસે એક મહિલા પહોચી. તેણે બુદ્ધને પૂછ્યું કે તમે તો કોઈ રાજકુમાર જેવા દેખાવ છો, તમે યુવાવસ્થામાં જ સંન્યાસ કેમ ધારણ કર્યો છે?

બુદ્ધએ જણાવ્યું : ‘હું ત્રણ સવાલના જવાબ જાણવા માંગુ છું. આપણું આ શરીર હવે યુવા અને આકર્ષક છે, પરંતુ આ વૃદ્ધ થશે, પછી બીમારી થશે અને છેલ્લે મૃત્યુ થઇ જશે. મને વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુ આ ત્રણ કારણ જાણવા હતા. એટલા માટે મેં સન્યાસ ધારણ કર્યો છે.

બુદ્ધની આ વાતો સાંભળીને મહિલા ખુબ પ્રભાવિત થઇ. તેણે બુદ્ધને પોતાના ઘર ભોજન માટે આમંત્રિત આપ્યું. આ વાતની જાણ ગામના લોકોને થઇ તો બધાએ બુદ્ધને જણાવ્યું કે તેઓ એ સ્ત્રીના ઘરે ન જાય, કારણ કે તેનું ચરિત્ર સારું નથી.

બુદ્ધએ ગામના સરપંચને પૂછ્યું કે શું ગામના લોકો સાચું બોલી રહ્યા છે? સરપંચે પણ ગામના લોકોની વાતોમાં જ પોતાની સહમતી જણાવી. ત્યારે બુદ્ધએ સરપંચનો એક હાથ પકડીને જણાવ્યું કે હવે તાળી વગાળીને દેખાડો. એના પર સરપંચે જણાવ્યું કે આ તો સંભવ નથી, એક હાથથી તાળી વાગી જ શકતી નથી.

બુદ્ધએ જણાવ્યું, ‘સાચું છે, તેવી જ રીતે કોઈ મહિલા એકલી ચારિત્રહીન હોઈ શકે નહિ, આ ગામના પુરુષ જો ચારિત્રહીન ના હોત, તો તે મહિલા પણ ચારિત્રહીન ના થઈ શકતે.’

આ વાત સાંભળીને ગામના દરેક પુરુષ શર્મસાર થઇ ગયા. બુદ્ધએ જણાવ્યું કે જો આપણે સારો સમાજ બનાવવા માંગીએ છીએ, તો સૌથી પહેલા આપણે પોતાને જ સુધારવાની જરૂર છે. જો આપણે સુધારી જશું, તો સમાજ પણ બદલી જશે. સમાજની ખરાબી માટે બીજાને દોષ આપવાથી સારું છે, આપણે પોતે તે ખરાબીથી બચવું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.