“હું ન હોત તો શું થાત?” આવું વિચારવા વાળા પહેલા રામાયણનો આ પ્રસંગ આ વાંચે.

0
1550

યુદ્ધ જીતીને અયોધ્યા જતાં પહેલાં ભગવાન રામ કહે છે, હનુમાન. આ વીજય તમારે લીધેજ શક્ય બન્યો છે. પવનપુત્ર આપના વિના આ સંભવ હતું જ નહીં.

હનુમાનજી આ સાંભળીને શ્રીરામજીનાં ચરણો પકડી રડવા લાગે છે. ભગવાન શ્રીરામ શું થયું? પૂછતાં ઉભા કરી ગળે લગાવે છે.

હનુમાનજી પ્રભુ રામને ભેટીને રડે છે અને કહે છે, પ્રભુ. આપે મારી ઉપર અપરંપાર કૃપા કરી છે. આપની કૃપાથી હું સમુદ્ર પાર કરી શક્યો. આપની કૃપાથી હું સમુદ્ર પાર કરી રાવણની લંકામાં પહોંચ્યો. અશોક વાટીકામાં રાવણ સીતા માતાને તર વાર કાઢી મા-ર-વા દોડ્યો તો મને થયું કે રાવણની તર વાર છીનવી તેનું માથું ધડથી જુદું કરી નાખું. પણ મેં જોયું મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. એ ક્ષણે આપે મારી પર કૃપા કરી. જો હું સીતા માતાને બચાવવા કુદી પડત તો મને ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો શું થાત?

રામ બોલ્યા, હનુમાન એ કામ તારું ન હતું.

હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ આપે એ કામ મંદોદરી પાસે કરાવ્યું. આપ જેની પાસે ઈચ્છો એ કામ કરાવી શકો છો. હું સીતા માતાને મળવા ઝાડ પર છુપાઈને બેઠો હતો, ત્યારે માતા ત્રીજટા અન્ય રાક્ષસીઓને કહે છે કે – મને સપનું આવ્યું છે અને સપનામાં એક વાનરે લંકામાં આગ લગાવી. ત્યારે મને ચિંતા થઇ કે – પ્રભુ, મારી પાસે લંકામાં આગ લગાવવાનો સંકેત છે પણ હું કેવી રીતે કરીશ? મારી પાસે તો આગ લગાવવા માટે જરૂરી કોઈ સાધન પણ નથી.

બરાબર ત્યારે રક્ષસોએ મારા પર હુ-મ-લો કર્યો. મેઘનાદ મને બ્રહ્માસ્ત્રથી બાંધી રાવણ પાસે લઈ ગયો. રાવણ મને મા-રી-જ નાખત. પણ વિભીષણે દૂતને મા-ર-વો-નીતિ વિરુદ્ધ છે એમ કહ્યું. અને આપે મને બચાવવાનું કામ વિભષણ પાસે કરાવ્યું.

પ્રભુ રામ મંદ મંદ સ્મિત કરતાં હનુમાનજીની વાત સાંભળી રહયા હતા.

હનુમાનજીએ આગળ કહ્યું ‘પ્રભુ. બધું આપ ચાહો એમજ થાય છે એની મને વધુ એક ખાતરી થઈ જ્યારે રાવણે મારી પૂંછડી બાળ વાનો હુકમ કર્યો. મારી પૂંછડી પર કપડું તેલમાં ડુબાડી બાંધી આગ લગાડવાનો હુકમ રાવણે આપ્યો, અને હું સમજી ગયો કે ત્રીજટા માતાનું સપનું હવે સાચું પડશે. મારી પાસે તો આગ લગાવવા માટેની કોઈ સામગ્રી હતી જ નહીં. પણ તમે એ કામ રાવણ દ્વારા જ કરાવ્યું. પ્રભુ તમે રાવણ પાસે તમારી ઈચ્છા મુજબ કામ કરવી શકો છો તો પછી મારી પાસે તો કરાવીજ શકો ને. કોઈ કામ મેં નથી કર્યું આપની કૃપાથી થયું છે.

રામાયણની આ વાત પરથી સમજો કે બધું પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે. આપણે કેવળ નિમિત્ત માત્ર છીએ. ક્યારેય એવો ભ્રમ ન રાખવો કે આ કામ મેં કર્યું છે અને હું ન હોત તો શું થાત?

– સાભાર અમિત સેવક.