જે લોકો નકારાત્મક વિચારોથી દૂર રહે છે, તે પોતાના જીવનમાં શાંતિ જરૂર પ્રાપ્ત કરે છે.
નકારાત્મકતા અને ઈચ્છાઓના કારણે જ મનમાં ઘણા પ્રકારના વિચાર સતત ચાલતા રહે છે. તેના જ કારણે કોઈ પણ કામમાં મન લાગતું નથી. પરંતુ દરેક સમસ્યાનું સમાધાન સરળતાથી મળી શકે છે. જો આપણે ચિંતા કરવાની જગ્યાએ, તેની નિવારણ શાંતિથી શોધીશું. અહીં જાણો શાંતિથી જોડાયેલ કેટલા એવા વિચાર, જેને અપનાવવાથી અશાંતિ દૂર કરી શકાય છે.
1) જે વ્યક્તિ પોતાના મનને શાંત રાખવાનું જાણે છે, તેનું જીવન હંમેશા સુખી રહે છે.
2) ધન-સંપત્તિથી પણ વધારે કંઈક મૂલ્યવાન છે તો તે છે માનસિક શાંતિ, મન-શાંત રહશે નહિ તો ધન-સંપત્તિ વ્યર્થ છે.
3) જે લોકો નકારાત્મક વિચારોથી દૂર રહે છે, તે પોતાના જીવનમાં શાંતિ જરૂર પ્રાપ્ત કરે છે.
4) જયારે આપણે સફળ થઈએ છીએ, ત્યારે આપણા મિત્રોને ખબર હોય છે કે આપણે કોણ છીએ? પરંતુ જયારે આપણે અસફળ થઈએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણો મિત્ર કોણ છે?
5) જો કોઈ વ્યક્તિ જ્ઞાની છે, પરંતુ તે ખોટું કામ કરે છે, તો તેનાથી દૂર રહેવું જોઈએ, જેવી રીતે મળી વાળો સાપ પણ ખતરનાક જ હોય છે.
6) લીમડાના ઝાડને પાણીની જગ્યાએ દૂધ આપવાથી પણ તે કડવો જ રહે છે, તેવી જ રીતે ખરાબ વ્યક્તિને જ્ઞાનના પુસ્તકની વાતો સમજાવી દો, તો પણ તે ખરાબ કામોને છોડશે નહિ.
7) ભૂલો કરીને વીતાવેલું જીવન વધારે સમ્માનીય અને ઉપયોગી હોય છે, કંઈક કર્યા વિનાનું જીવન વ્યર્થ જ સાબિત થાય છે.
8) જીવનમાં ભૂતકાળને યાદ કરી સાચું-ખોટુંનું અંતર સમજવું જોઈએ અને ભવિષ્યની તરફ જોઈએ વર્તમાનમાં સારા કર્મ કરવા જોઈએ.
9) જો મનની શાંતિ મેળવવી છે, તો સૌથી પહેલા જે મળ્યું છે તેનાથી ખુશ રહેતા શીખો.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.