“ચિંતા” : જો તમને આખો દિવસ કોઈને કોઈ વાતની ચિંતા રહેતી હોય છે આ કવિતા જરૂર વાંચજો.

0
1010

ભરપૂર જીવન ‘હકીકત’ માં જીવ્યું,

પછી રાખવાની શું ‘ખ્વાબો’ ની ચિંતા?

દેવું કર્યું ના , લેણ પાછું ન લેવું,

પછી હોય ક્યાંથી ‘હિસાબો’ ની ચિંતા?

ભલે કંટકો થી જ , દામન ભરાતું,

નથી રાખવી ‘ફૂલછબો ‘ ની ચિંતા.

જેણે દબાવ્યા , પિડ્યા , પીડિતો ને,

એને હશે , ‘ઇન્કલાબો’ ની ચિંતા.

સુખ ચિત્ત માં છે , નથી સાધનો માં,

તેથી નથી , ‘અસબાબો ‘ ની ચિંતા.

અંતર ન અજવાળે , યાત્રા કરી છે,

રાખી નથી , ‘આફતાબો ‘ ની ચિંતા.

‘દીવાના’ નું પદ , આપી દીધું જહાં એ,

શું કરવાની , બીજા ‘ખિતાબો’ ની ચિંતા?

જેવો છું ,એવો છું , દુનિયા ની સામે,

રહી ના કદી એ , ‘હિજાબો’ ની ચિંતા.

ઈશ્વર ના મુખ-ચંદ્ર માં , મન પરોવ્યું,

પછી શું બીજા ‘માહતાબો’ ની ચિંતા?

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)