જોગીદાસ ખુમાણની બેન દીકરીયુ પ્રત્યેની ભાવના આજના પુરુષને વિચારતા કરી દેશે.

0
1334

જય સુરજ નારાયણ

જોગીદાસ ખુમાણ પોતાના સાગરીતો સાથે બેસીને વાત કરી કે હવે મારે હેમાળે હાડ ગાળવા જવુ છે. તો બધા ને રામ રામ કહી ને હેમાળા તરફ પોતાની ઘોડી હાંકી મુકી.

આ બાજુ ભાવેણાના બાપુ વજેસિંહ ને ખબર પડતાં પોતે પણ ઘોડે સવાર થઈ ને જોગીદાસ ખુમાણ ને બોલાવવા ઘોડો દોડાવ્યો.

આગળ જતાં વજેસિંહ બાપુ એ જોગીદાસ ખુમાણ ને આંબી લીધા અને જોગીદાસ ખુમાણ ને કહ્યું કે, કા હાલો ભાવેણ ને કા આપણે બંને હેમાળે ભેગા જાય.

ખુબ રકજક કરી ને જોગીદાસ ખુમાણ ને ભાવેણ લય આવીયા અને દરબાર ભરીને જોગીદાસ બાપુ ને કહ્યું કે, આજ હુ તારૂ બહારવટુ પાર પાડવા તૈયાર છે. માગીલે કુંડલા આજ હુ કુંડલા આપવા તૈયાર છું.

જોગીદાસ બાપુ એ કહ્યું કે, હવે કુંડલા ન ખપે. આપે કહ્યું એમાં આવી ગયું. જોગીદાસ ખુમાણ નુ બહારવટુ પાર પડ્યું એની ખુશી મા એક ડાયરો યોજાયો એમાં નાચવા વારી ને બોલાવી.

ડાયરા ની રંગત જામી પણ વજેસિંહ બાપુ એ જોયું તો જોગીદાસ બાપુ નીચુ જોઇને બેઠા હતા. બાપુ એ જોગીદાસ ને કહ્યું કે ખાસ તમારા માટે નાચવાવારી ને બોલાવી અને તમે કેમ નીચુ જોઇને બેઠા?

ત્યારે સૌરાષ્ટ્ર ના વીર પુરુષ સૌરાષ્ટ્ર નો મરદ સૌરાષ્ટ્ર નો દેવતાઈ પુરુષ બોલીયા કે, બાપુ જોગીદાસ કોઈ દિવસ બેન દીકરી યુ ને નાચતી ન જોવે.

ત્યારે વજેસિંહ બાપુ એ કહ્યું કે આતો નાચવાવારી છે. અને જોગીદાસ બાપુ એ જે જવાબ આપ્યો એ સોનાના અક્ષરે લખાવા જેવો છે.

જોગીદાસ બાપુ એ કહ્યું કે નાચવાવારી હોય તોય આપણી તો બેન દીકરી યુ કેવાય.

શત શત નમન આવા વીર પુરુષ ને.

– સાભાર દેવશી બાપોદરા (અમર કથાઓ ગ્રુપ)