જોમબાઇ માં નો આ પાળીયો કરે છે માં બનેલી સ્ત્રીઓની સમસ્યા દૂર, સૌરાષ્ટ્રની રસધારમાં પણ છે તેનું વર્ણન.

0
969

એક તેતરને કારણે

મુળી થી 1.50 કિ. મી. ટિડાણા ગામ ના મારગે સતિમાતા જોમબાઇ માં અને સોઢા પરમાર વિરો ના પાળિયા સ્મારક આવેલુ છે. સૌરાષ્ટ્ર ની રસધાર મા એક તેતર ને કારણે વાત ઝવેરચંદ મેઘાણી જી એ કરેલી છે આ એ જ સ્થળ.

આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે. આ ચમત્કાર રવિવારે રૂબરૂમાં મે જોયો છે.

મધ્ય ગુજરાતમાં થી એક પરિવાર આવ્યો હતો, જેમને બાળક થયા બાદ ધાવણ આવતુ ન હતુ. કોઇ માણસે આ સ્થળ વિશે માહિતી આપી અને એ લોકો જોમબાઇ માં ના દર્શન આવ્યા અને બ્લાઉઝ અડાડી ને શ્રધ્ધા થી વંદન કરે છે.

થોડી વાર પછી પોતાના બાળક ને ભરપેટે ધાવણ ધવડાવે પ્રત્યે નિહાળ્યું હતુ.

શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત,

મરે તેાય મેલે નહિ, ખત્રી હોય ખચીત,

મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ,

દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.

મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,’

ગર્વ ભર્યા ગુર્જરધણી, આપે નહિ અણવાર

ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર,

[તોય] મરડે ક્યમ મૂળીધણી, પગ પાછા પરમાર ?

સંવત ચૌદ ચુમોતરે, સોઢાનો સંગ્રામ,

રણઘેલે રતનાવતો, નવખંડ રાખ્યું નામ.

સંવત ૧૪૭૪માં સોઢાએ સંગ્રામ જમાવ્યો.

રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું.

વાર શનિચર શુદ પખે, ટાઢા પૂરજ ત્રીજ,

રણ બાંધે રતનાવતો, ધારણ મૂંજો ધીજ.

પડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,

એક તેતરને કારણે અળ રાખી અખિયાત.

પાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.

જય માંડવરાયજી દાદા

જય જોમબાઇ માં

જયરાજસિંહ ઝાલા (જયુભા)

(સાભાર રામ કાઠી દરબાર, અમર કથાઓ ગ્રુપ)