શ્રીકૃષ્ણ અને ઇન્દ્રએ કર્ણ સાથે કર્યું એવું કપટ કે અર્જુનનો બચ્યો જીવ અને કર્ણના ગયા પ્રાણ.
કર્ણ અને શ્રીકૃષ્ણ વાર્તા : મહાભારત યુદ્ધમાં કર્ણ સૌથી શક્તિશાળી યોદ્ધા માનવામાં આવે છે. તે દુર્યોધન એટલે કે કૌરવો તરફથી લડી રહ્યા હતા. કર્ણને કેવી રીતે કાબુમાં રાખવામાં આવે, તે કૃષ્ણ માટે પણ ચિંતાનો વિષય બની ગયો હતો. પરંતુ કર્ણ દાનવીર, નૈતિક અને સંયમશીલ વ્યક્તિ હતા. તે ત્રણે બાબત તેની વિપરીત પડી ગઈ. કેવી રીતે?
ભગવાન કૃષ્ણ તે સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી કર્ણ પાસે તેનું કવચ અને કુંડલ છે, ત્યાં સુધી તેને કોઈ નહિ મારી શકે. તેથી અર્જુનની સુરક્ષાની કોઈ ગેરંટી નથી. ત્યાં દેવરાજ ઇન્દ્ર ચિંતિત હતા, કેમ કે અર્જુન તેમનો પુત્ર હતો. ભગવાન કૃષ્ણ અને દેવરાજ ઇન્દ્ર બંને જાણતા હતા કે જ્યાં સુધી કર્ણ પાસે જન્મજાત કવચ અને કુંડળ છે, તે યુદ્ધમાં અજય રહેશે.
ત્યારે કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રને એક ઉપાય બતાવ્યો અને પછી દેવરાજ ઇન્દ્ર એક બ્રાહ્મણના વેશમાં પહોચી ગયા કર્ણના દ્વારે. દેવરાજ પણ બધા સાથે લાઈનમાં ઉભા રહી ગયા. કર્ણ બધાંને કાંઈકને કાંઈક દાન આપતા રહેતા હતા. પછી જયારે દેવરાજનો વારો આવ્યો તો દાની કર્ણએ પૂછ્યું વિપ્રવર, આજ્ઞા કરો કઈ વસ્તુની અભિલાષા લઈને આવ્યા છો?
વિપ્ર બનેલા ઇન્દ્રએ કહ્યું, હે મહારાજ, હું ઘણા દુરથી તમારી પ્રસિદ્ધી સાંભળીને આવ્યો છું. કહેવામાં આવે છે કે તમારા જેવા દાની તો આ પૃથ્વી ઉપર બીજા કોઈ નથી. તો મને આશા જ નહિ વિશ્વાસ છે કે મારી ઇચ્છિત વસ્તુ તો મને જરૂર તમે આપશો જ. છતાં પણ મનમાં કોઈ શંકા ન રહે એટલા માટે તમે સંકલ્પ કરી લો ત્યારે જ હું તમારી પાસે માગીશ, નહી તો તમે કહો તો ખાલી હાથે જતો રહું?
ત્યારે બ્રાહ્મણના વેશમાં ઇન્દ્રએ બીજું પણ નમ્રતાપૂર્વક કહ્યું – નહિ નહિ રાજન. તમારા જીવની કામના અમે નથી કરતા. બસ અમને ઇચ્છિત વસ્તુ મળી જાય, તો અમને આત્મશાંતિ મળે. પહેલા તમે વચન આપો તો હું તમારી પાસે દાન માગું.
કર્ણએ ત્યાં આવીને જળ હાથમાં લઈને કહ્યું – અમે વચન આપીએ છીએ વિપ્રવર. હવે જલ્દી માગો. ત્યારે ક્ષહ્મ ઇન્દ્રએ કહ્યું – રાજન તમારા શરીરનું કવચ અને કુંડલ અમને દાનસ્વરૂપ જોઈએ.
એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. કર્ણએ ઇન્દ્રની આંખોમાં જોયું અને પછી દાનવીર કર્ણ એક ક્ષણ પણ રાહ જોયા વગર પોતાના કવચ અને કુંડળ તેના શરીર ઉપરથી ખંજરની મદદથી અલગ કરી અને બ્રાહ્મણને સોપી દીધા.
ઇન્દ્રએ તરત ત્યાંથી દોડીને દુર ઉભા રહેલા રથ ઉપર સવાર થઈને ભાગી ગયા. એટલા માટે કે તેમનું રહસ્ય ખુલ્લું પડી ગયા પછી કર્ણ ફરી ન જાય. થોડા દુર જઈને ઇન્દ્રનો રથ નીચે ઉતરીને જમીનમાં ફસાઈ ગયો. ત્યારે આકાશવાણી થઇ, ‘દેવરાજ ઇન્દ્ર, તમે મોટું પાપ કર્યું છે. તમે પુત્ર અર્જુનનો જીવ બચાવવા માટે છળ-કપટથી કર્ણનો જીવ જોખમમાં મૂકી દીધો છે. હવે તે રથ અહિયાં ફસાયેલો રહેશે અને તમે પણ અહિયાં ઘસી જશો.
ત્યારે ઇન્દ્રએ આકાશવાણીને પૂછ્યું, તેનાથી બચવાનો ઉપાય શું છે? ત્યારે આકાશવાણીએ કહ્યું – હવે તને દાનમાં આપવામાં આવેલી વસ્તુમાં બરોબરીની કોઈ વસ્તુ આપવી પડશે. ઇન્દ્ર શું કરે, તેમણે એ મંજુર કરી લીધું. ત્યારે તે ફરીથી કર્ણ પાસે ગયા. પરંતુ આ વખતે બ્રાહ્મણના વેશમાં નહિ. કર્ણએ તેને આવતા જોઈને કહ્યું – દેવરાજ આદેશ કરો હવે શું જોઈએ?
ઇન્દ્રએ કહ્યું, હે દાનવીર કર્ણ હવે હું યાચક નથી પરંતુ તમને કાંઈક આપવા માગું છું. કવચ કુંડલ સિવાય માંગી લો, તમારે જે પણ માગવું હોય.
કર્ણએ કહ્યું – દેવરાજ, મેં આજ સુધી ક્યારે પણ કોઈની પાસે કાંઈ નથી માગ્યું અને ન તો મારે કાંઈ જોઈએ. કર્ણ માત્ર દાન દેવાનું જાણે છે, લેવાનું નહિ.
ત્યારે ઇન્દ્રએ વિનમ્રતાપૂર્વક કહ્યું – મહારાજ કર્ણ, તમારે કાંઈક તો માગવું જ પડશે નહી, તો મારો રથ અને હું અહિયાંથી નહિ જઈ શકીએ. તમે કાંઈ માંગો તો મારા ઉપર મોટી કૃપા થશે. તમે જે પણ માગશો, હું દેવા માટે તૈયાર છું.
કર્ણએ કહ્યું – દેવરાજ, તમે કેટલા પણ પ્રયત્ન કરો પરંતુ હું માત્ર દાન આપવાનુ જાણું છું, લેવાનું નહિ. મેં જીવનમાં ક્યારે પણ કોઈ દાન નથી લીધું.
ત્યારે લાચાર ઇન્દ્રએ કહ્યું – હું આ વ્રજરૂપી શક્તિ તમને બદલામાં આપીને જઈ રહ્યો છું. તેને જેની પણ ઉપર ચલાવી દેશો, તે બચી નહિ શકે. ભલે સાક્ષાત કાળ ઉપર જ ચલાવી દો, પરંતુ તેનો ઉપયોગ માત્ર એક વખત જ કરી શકશો.
કર્ણ કાંઈક કહે તે પહેલા જ દેવરાજ તે વ્રજ શક્તિ ત્યાં મૂકીને તરત ભાગી ગયા. કર્ણએ બુમો પાડવા છતાં પણ તે ઉભા ન રહ્યા. પાછળથી કર્ણને એ વ્રજ શક્તિ પોતાની પાસે પરાણે રાખવી પડી. પરંતુ જેવું જ દુર્યોધનને ખબર પડી કે કર્ણએ તેના કવચ કુંડળ દાનમાં આપી દીધા છે, તો દુર્યોધનને ચક્કર જ આવી ગયા. તેને હસ્તિનાપુરનું રાજ્ય હાથમાંથી જતું હોય તેવું લાગ્યું. પરંતુ હવે તેમણે સાંભળ્યું કે તેના બદલામાં વ્રજ શક્તિ મળી ગઈ છે, તો ફરીથી તેના જીવમાં જીવ આવ્યો.
હવે તે પણ કર્ણની ભૂલ નથી માની શકાતી. તે તેની મજબુરી હતી. પરંતુ તેણે અહિયાં ભૂલ એ કરી કે તે ઇન્દ્ર પાસે કાંઈક માગી જ લેવાની જરૂર હતી. ન માગવાની ભૂલ તો ભૂલ જ છે. અરે વ્રજ શક્તિને ત્રણ વખત ઉપયોગ કરવાની ઈચ્છા જ વ્યક્તિ કરી દેવાની જરૂર હતી.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.