જ્યારે પરિવાર પર મુશ્કેલી આવે વ્યક્તિમાં આપોઆપ હિંમત જાગી જાય છે, સ્ટોરી દ્વારા સમજો આ વાત.

0
465

લઘુકથા – હિંમત :

– માણેકલાલ પટેલ.

રોહિતને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો ત્યારે પણ પરિવારની ચિંતા ઘટી નહોતી.

ડૉક્ટરે તો કહેલું કે હવે એને હિંમત અને આત્મવિશ્વાસની ખાસ જરૂર છે.

હવે લકવાની અસર માત્ર બન્ને પગમાં જ છે એ પણ ધીરેધીરે મટી જશે.

પણ, રોહિત હિંમત જ નહોતો કરતો. ફિઝિયોથેરાપિસ્ટ બેન એને ઘરે કસરત કરાવવા આવતી હતી.

ખાસ્સો એક મહિનો થવા આવ્યો હતો પણ રોહિત પલંગમાંથી બેઠો જ થઈ શકતો નહોતો.

બધાંની ચિંતા વધતી જતી હતી.

એક દિવસ કસરત કરાવીને બેન ગઈ એ પછી રોહિત કંઈક વિચારતો હતો અને ત્યારે ધીમીધારે વરસાદ ચાલુ થયો.

એની નજર સામે આંગણામાં હતી. બધાં ઘરમાં હતાં ત્યાંજ મયૂરનો ત્રણેક વર્ષનો દીકરો ખુલ્લી જાળીમાંથી ડગુમગુ થતો બહાર નીકળ્યો.

રોહિતે જોયું તો દીવાલે લપાઈને ઉભેલી ગાય કૂતરાને બાજુમાં આવેલું જોઈને ભડકી હતી.

એણે દોડીને પૌત્રને પકડી લીધો.

– માણેકલાલ પટેલ.