જયારે રામ રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભરત કેવો અનુભવ કરી રહ્યા હતા? અહીં જાણો તેના વિષે.

0
664

ભરત નયન ભુજ દક્ષિત ફરકત બાર હી બાર,

જાણી સગુન મન હરસ અતિ કરને લગે વિચાર.

મહારાણી કૈકયી હંમેશા રાજા દશરથ સાથે યુદ્ધમાં જતા. સૈન્ય સંચાલાલન અને અ સ્ત્રો શ સત્રોની જાણકારી ઉપરાંત તે સારા રથી પણ હતા.

પશુ પક્ષીઓની ભાષા જાણતા હોવાથી દશરથના ઘોડાને યુદ્ધ દરમિયાન દોરવણી આપતા, હુકમ આપતા અને મહારાજનો રથ વિજય સુધી દોરી જતા.

વિજયા દશમીના દિવસે મહારાણી કૈકયી અયોધ્યા રાજ્યની ઘોડારમાં હણહણતા ઘોડા અવાજનું અર્થઘટન કરી રહ્યા હતા.

તેમને રાજા દશરથ સાથે યુદ્ધ મેદાન ના પરાક્રમ યાદ આવ્યા, પોતાના દિવસો યાદ આવ્યા.

તેમને રામનું સ્મરણ થયું. તેમનું શરીર હળવી ધ્રુજારી અનુભવી રહ્યું હતું.

આયોધ્યાની જીતની ધ્રુજારી હતી તે.

કૈકયી અત્યારના મધ્ય એશિયામાં આવેલા કેક્સ પર્વત ના વિસ્તારમાં રાજ્ય કરતા રાજા ના પુત્રી હતા.

ભરત તેમના વીર પુત્ર હતા. રાવણ સામેના યુદ્ધમાં તેવો યુદ્ધભૂમિ માં ના હતા.

અયોધ્યાની સિમ માં બેસીને રામની પાદુકા સિંહાસન ઉપર રાખી એક સંતની જેમ રાજ્ય ચલાવતા હતા.

રામ રાવણ નું યુદ્ધ અંતિમ તબક્કામાં હતું. યુદ્ધમેદાન તેમનાથી ઘણું દૂર દક્ષિણમાં હતું. પરંતુ તેવો રામના ભાઈ હોવાથી યુદ્ધ દરમિયાન તેમની ભુજા પણ ફરકતી રહી.

તેમની જમણી આંખ પણ ફરકી રહી હતી. તેમને એવું લાગ્યું કે તેવો પણ રાવણની સામે તિર તાકી રહ્યા છે.

રામ દ્વારા યુદ્ધ કોઈ પણ સ્થળ અને સમયે થતું હોઈ, શરીરમાં વીરતાથી કંપ દરેક અવધવાસી વાસી અનુભવતો હતો.

દરેક ભારતીયો અનુભવી રહ્યો હતા રામનો વિજય.

રાજાનો વિજય પ્રજા પણ અનુભવે તે વિજયા દશમી.

રામાયણ એ ભારત છે.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)