જયારે સુદર્શન ચક્રના ભયથી ભાગ્યા દુર્વાસા, વાંચો પૌરાણિક કથા.

0
433

સુદર્શન ચક્રથી બચવા માટે ત્રિદેવ પાસે ગયા પણ કોઈએ ન કરી મદદ, પછી આ રીતે બચ્યા ઋષિ દુર્વાસા. આપણો દેશ સનાતન કાળથી જ ઋષિ મુનીઓનો દેશ રહ્યો છે. હિંદુ ધર્મગ્રંથોમાં ઘણા મહાન અને તેજસ્વી ઋષીઓનો ઉલ્લેખ મળે છે. તે ઋષીઓ માંથી એક ઋષિ દુર્વાસાની કથામાં તમને જણાવવા જઈ રહ્યા છીએ. ઋષિ દુર્વાસાને તેમને ગુસ્સાના કારણે ઓળખવામાં આવે છે. ગુસ્સે થવાથી ઋષિ દુર્વાસા બધાને શ્રાપ આપી દેતા હતા. પરંતુ એક વખત તેમનો આપવામાં આવેલો શ્રાપ તેમની ઉપર ભારે પડી ગયો અને જયારે સુદર્શન ચક્રના ભયથી ભાગ્યા દુર્વાસા

રાજા અમ્બરિષની કથા : એક સમયમાં અમ્બરિષ નામના મોટા ધર્માત્મા રાજા હતા. તેમના રાજ્યની સમગ્ર પ્રજા ખુબ જ સુખ શાંતિ સાથે રહેતી હતી. તે તમામ મોહ માયાથી દુર નિશ્ચિંત થઈને પોતાનો મોટાભાગનો સમય ઈશ્વરની આરાધનામાં લગાવતા હતા. રાજા અમ્બરિષ ભગવાન વિષ્ણુને જ પોતાના સર્વસ્વ માનતા હતા. તેમનું નામ લઈને તે તેની પ્રજાની દેખભાળ કરતા અને સ્વયં ભગવાનના ભક્તના રૂપમાં સરળ જીવન જીવતા. તેમને દાન-પુણ્ય, પરોપકાર કરતા જોઈ એવું લાગતું જેમ કે સ્વયં ભગવાન જ બધું કાર્ય તેના હાથે જ પૂરું કરી રહ્યા હોય.

તેમનું માનવું હતું કે તે સંસારિક સુખ બધું એક દિવસ નષ્ટ થઇ જશે, પણ ભગવાનની ભક્તિ જ તેને લોક, પરલોક અને સર્વત્ર તેમની સાથે રહેશે. રાજા અમ્બરિષની એવી નિઃસ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાને તેનું સુદર્શન ચક્ર તેમના રક્ષણ માટે નિયુક્ત કરાવી દીધું હતું.

અમ્બરિષનો મહાભિષેક : એક સમયની વાત છે અમ્બરીષે એક વર્ષ સુધી અગિયારસ પ્રધાન વ્રત રાખવાનો નિશ્ચય કર્યો. તે દરમિયાન તે બ્રાહ્મણોને ભોજન કરાવતા અને દાન કરતા. ત્યાર પછી જ અન્ન, જળ ગ્રહણ કરી વ્રતના પારણા કરતા. એક વખત તેમણે વર્ષની છેલ્લી અગિયારસના વ્રતની સમાપ્તિ ઉપર ભગવાન વિષ્ણુની પૂજા કરી.

મહાભિષેકની વિધિથી તમામ પ્રકારની સામગ્રી અને સંપત્તિથી ભગવાનના અભિષેક કર્યા અને બ્રાહ્મણો, પુરોહિતોને ભોજન કરાવ્યું, ઘણું દાન કર્યું. તેમ છતાં બ્રાહ્મણો-દેવોની આજ્ઞાથી જયારે રાજા અમ્બરિષ વ્રતની સમાપ્તિ વખતે પારણા કરવા બેઠા હતા કે અચાનક ત્યાં મહર્ષિ દુર્વાસા આવી પધાર્યા. અમ્બરીષે ઉભા થઈને ઋષિને પ્રણામ કર્યા અને આદર સાથે તેમને બેસાડ્યા અને ભોજન કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા.

અમ્બરિષ અને દુર્વાસા ઋષિ : દુર્વાસા ઋષિએ તેના આગ્રહનો સ્વીકાર કરી કહ્યું કે રાજન થોડા થોભો, હું નદીમાં સ્નાન કરીને આવું છું, ત્યારે પછી ભોજન કરીશ. એવું કહીને દુર્વાસા ત્યાંથી સ્નાન કરવા માટે ગયા. પણ નદીએ પહોચીને તે સ્નાન-ધ્યાનમાં એટલા ડૂબી ગયા કે તેને યાદ જ ન રહ્યું કે તે રાજા અમ્બરિષ તેમને ભોજન કરાવ્યા વગર વ્રતના પારણા નહિ કરે. દુર્વાસા ઋષિને જવાનો ઘણો સમય થઇ ગયો હતો. અગિયારસ સમાપ્ત થવા જઈ રહી હતી.

અગિયારસના દિવસે પારણા ન કરવાથી વ્રત ખંડિત થશે અને ત્યાં દુર્વાસાને જમાડ્યા વગર પારણા થઇ શકતા ન હતા. અમ્બરિષ બંને સ્થિતિઓથી દુઃખી હતા. છેવટે બ્રાહ્મણોએ ઉકેલ આપ્યો કે અગિયારસ સમાપ્ત થવામાં થોડો જ સમય બાકી છે. પારણા અગિયારસ તિથીની અંદર જ થવા જોઈએ. દુર્વાસા હજુ ન આવ્યા. એટલા માટે રાજન, તમે માત્ર પાણી પી ને પારણા કરી લો. જળ પીવાથી ભોજન કરી લેવાનો કોઈ દોષ નહિ લાગે અને અગિયારસ સમાપ્ત ન થવાથી વ્રત ખંડિત પણ નહિ થાય.

દુર્વાસા ઋષિનો ગુસ્સો : શાસ્ત્રોના વિધાન મુજબ બ્રહ્મનોની આજ્ઞાથી તેમણે વ્રતના પારણા કરી લીધા. હજુ તે જળ પી રહ્યા હતા કે દુર્વાસા આવી પહોચ્યા. દુર્વાસાએ જોયું કે મને બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર અમ્બરીષે જળ પી ને વ્રતના પારણા કરી લીધા. બસ પછી શું હતું, ગુસ્સામાં આવીને શ્રાપ આપવા માટે હાથ ઉપાડ્યો જ હતો કે અમ્બરીષે વિવેકપૂર્વક કહ્યું – ઋષિવર અગિયારસ સમાપ્ત થવા જઈ રહી હતી. તમે ત્યાં સુધી આવ્યા નહિ. વર્ષ આખાનું વ્રત ખંડિત ન થઇ જાય, એટલા માટે બ્રાહ્મણોએ માત્ર જલ ગ્રહણ કરી પારણાની આજ્ઞા આપી હતી. જળ સિવાય મેં કાંઈ પણ ગ્રહણ નથી કર્યું.

પણ દુર્વાસા ગુસ્સે થઇ ગયા પછી તો કોઈનું સાંભળતા ન હતા. પોતાની જટા માંથી એક વાળ ઉખાડીને જમીન ઉપર ફેંકીને કહ્યું – લો મને ભોજન કરાવ્યા વગર પારણા કરી લેવાનું ફળ ભોગવો. આ વાળ માંથી પેદા થનારી કૃત્યાને કહ્યું અમ્બરિષને ખાઈ જા.

સુદર્શન ચક્ર અને દુર્વાસા ઋષિ : વાળના જમીન ઉપર પડતા જ ભયંકર અવાજ સાથે કૃત્યા રાક્ષસી પ્રગટ થઇને અમ્બરિષને ખાવા માટે દોડી. ભક્ત ઉપર નીરઅપરાધ કષ્ટ આવેલું જોઈ તેના રક્ષણ માટે નિયુક્ત સુદર્શન ચક્ર પ્રગટ થઇ ગયું અને પછી ચક્રએ રાક્ષસીનો વધ કરી દીધો. ભગવાનના સુદર્શન ચક્રને પોતાની તરફ આવતું જોઈ દુર્વાસા ગભરાઈને ભાગ્યા, પણ ચક્ર તેનો પાછળ પડી ગયું. કહ્યું શ્રાપ આપીને અમ્બરિષને મારવા નીકળ્યા હતા, અહી હવે પોતાના જીવ ઉપર આવી પડ્યુ. ચક્રથી બચવા માટે તે ભાગવા લાગ્યા. જ્યાં પણ છુપાવાનો પ્રયત્ન કરતા, ત્યાં ચક્ર તેનો પીછો કરતું. ભાગતા ભાગતા બ્રહ્મલોકમાં બ્રહ્મા પાસે પહોચ્યા અને ચક્રથી રક્ષણ કરવા માટે વિનંતી કરી.

બ્રહ્મા બોલ્યા દુર્વાસા, હું તો શ્રુષ્ટિ બનાવવા વાળો છું. કોઈના મૃત્યુ સાથે મારે કોઈ સંબંધ નથી. તમે શિવ પાસે જાવ, તે મહાકાલ છે. તે કદાચ તમારું રક્ષણ કરે. દુર્વાસા શિવ પાસે આવ્યા અને તેમને તેમની મુશ્કેલી જણાવી. દુર્વાસાની દશા જોઈને શિવને હસવું આવી ગયું. કહ્યું – બોલો દુર્વાસા, તમે બધાને શ્રાપ જ આપતા ફરો છો. ઋષિ થઈને ગુસ્સો કરો છો. હું આ ચક્રથી તમારું રક્ષણ નથી કરી શકતો, કેમ કે તે વિષ્ણુનું ચક્ર છે, એટલા માટે સારું એ રહેશે કે તમે વિષ્ણુ પાસે જાવ. તે ધારે તો તેમના ચક્રને પાછું વાળી શકે છે.

દુર્વાસાના જીવ ઉપર આવી પડ્યું હતું. ભાગતા ભાગતા ભગવાન વિષ્ણુ પાસે પહોચ્યા. ચક્ર પણ ત્યાં ચક્કર લગાવતું પહોચ્યું. દુર્વાસાએ વિષ્ણુને તેમના જીવનું રક્ષણ કરવાની પ્રાર્થના કરી. વિષ્ણુ બોલ્યા, તમે તપથી અત્યાર સુધીમાં જેટલી પણ શક્તિ પ્રાપ્ત કરી, તે બધી ગુસ્સા અને શ્રાપ આપવામાં નષ્ટ કરતા રહ્યા. નાની એવી વાત ઉપર નારાજ થઈને તરત જ શ્રાપ આપી દો છો. તમે તપસ્વી છો.

તપસ્વીનો ગુણ ધર્મ ક્ષમા કરવાનો હોય છે. તમે વિચાર કરો, અમ્બરિષનો શું અપરાધ હતો? હું તો મારા ભક્તોના હ્રદયમાં રહું છું. અમ્બરિષના જીવ ઉપર સંકટ આવ્યું, તો મારા ચક્રએ તેનું રક્ષણ કર્યું. હવે તે ચક્ર તો મારા હાથ માંથી નીકળી ચુક્યું છે એટલા માટે જેના રક્ષણ માટે તે તમારી પાછળ ફરી રહ્યું છે, હવે તેના શરણમાં જાવ. માત્ર અમ્બરિષ જ તેને રોકી શકે છે.

અમ્બરીષે બચાવ્યો જીવ : દુર્વાસા તરત પાછા ભાગ્યા અને અમ્બરિષ પાસે આવ્યા. અમ્બરિષ હજુ પણ અન્ન ગ્રહણ કર્યા વગર, તેમની પરીક્ષા કરતા રહ્યા હતા. દુર્વાસાને જોતા જ તેમને પ્રણામ કરી કહ્યું – મુનીદેવ, હું ત્યારથી તમારી પ્રતીક્ષામાં અન્ન જળ ગ્રહ કર્યા વગર માત્ર તે પાણી પીધું છે, તમે ક્યાં જતા રહ્યા હતા?

દુર્વાસાએ ચક્ર તરફ ઈશારો કરીને કહ્યું – અમ્બરિષ પહેલા તેનાથી મારો જીવ બચાવો. તે મારી પાછળ પડ્યું છે. ત્રણે લોકોમાં હું ભાગતો ફર્યો, પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈએ મારું રક્ષણ ન કર્યું. હવે તમે જ આ ચક્રથી મારા પ્રાણ બચાવો. અમ્બરિશે હાથ જોડીને કહ્યું – મુનીવર, તમે તમારા ગુસ્સાને શાંત કરો અને મને ક્ષમા કરો. ભગવાન વિષ્ણુનું આ ચક્ર પણ તમને ક્ષમા કરશે. અમ્બરિષના એમ કહેતા જ ચક્ર અંતર્ધ્યાન થઇ ગયું. ત્યાર પછી ઋષિ દુર્વાસાએ રાજાને આશીર્વાદ આપ્યા અને તે પોતાના આશ્રમ જવા નીકળી પડ્યા.

આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.