જ્યોતિષ અને તંત્ર-મંત્ર ઉપાયો માટે ખાસ છે મહાશિવરાત્રી, આ દિવસે કરો રાશિ અનુસાર આ ઉપાય.

0
473

મહાશિવરાત્રીના દિવસે આ રાશિના લોકોએ ભગવાન શિવનો પંચામૃતથી કરવો અભિષેક, મળશે પ્રભુની કૃપા.

આ વખતે 1 માર્ચ મંગળવારના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ દિવસે ભગવાન શિવ લિંગના રૂપમાં પ્રગટ થયા હતા, જ્યારે કેટલીક જગ્યાએ આ તહેવાર શિવ-પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે.

મહાશિવરાત્રિ પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે. જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના વડા ડૉ. મૃત્યુંજય તિવારી અનુસાર, મહાશિવરાત્રીના તહેવાર પર રાશિ પ્રમાણે પગલાં લેવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. જાણો આ ઉપાયો વિશે.

મેષ રાશિ : આ રાશિના લોકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની ગુલાલથી પૂજા કરો અને “ૐ મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો, તમને ઘણો લાભ થશે.

વૃષભ રાશિ : મહાશિવરાત્રિના દિવસે આ રાશિના લોકોએ શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને “ૐ નાગેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

મિથુન રાશિ : મહાશિવરાત્રિના દિવસે મિથુન રાશિના લોકોએ ભગવાન શિવનો ગંગા જળથી અભિષેક કરવો જોઈએ અને તેની સાથે “ૐ ભૂતેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ.

કર્ક રાશિ : આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને મહાદેવના ‘દ્વાદશ’ નામનું સ્મરણ કરવું જોઈએ.

સિંહ રાશિ : આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો મધથી અભિષેક કરવો જોઈએ અને “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા રાશિ : મહાશિવરાત્રિના દિવસે આ રાશિના લોકોએ પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ‘શિવ ચાલીસા’ નો પાઠ કરવો જોઈએ.

તુલા રાશિ : ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે મહાદેવનો દહીંથી અભિષેક કરો અને ‘શિવાષ્ટક’ નો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ શિવને દૂધ અને ઘી નો અભિષેક કરવો જોઈએ અને “ૐ અંગારેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ.

ધનુ રાશિ : મહાશિવરાત્રિના દિવસે શિવનો દૂધથી અભિષેક કરો અને “ૐ સોમેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો, બધી મનોકામનાઓ જલ્દી પૂરી થશે.

મકર રાશિ : મહાશિવરાત્રીના દિવસે મકર રાશિના લોકો ભગવાન શિવનો શેરડીના રસથી અભિષેક કરો અને “શિવ સહસ્રનામ” નો પાઠ પણ કરો.

કુંભ રાશિ : આ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનો દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ આ બધી વસ્તુઓથી અભિષેક કરવો જોઈએ, તેની સાથે “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો જોઈએ.

મીન રાશિ : ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો મોસમી ફળોના રસથી અભિષેક કરો, તેની સાથે “ૐ ભામેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરો.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.