“કાન તારી મોરલીએ મોહીને” – વાંચો અને સાંભળો પ્રસિદ્ધ લોકગીત અને શ્રીકૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ જાવ.

0
2751

કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની

જીરે મોરલી ક્યારે વાગી

જીરે મોરલડી ક્યારે વાગી

હે…. કાન તારી મોરલીએ મેં તો મોહીને

રોતા બાળ મેલ્યા

કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા

કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની

જીરે મોરલી ક્યારે વાગી

જીરે વાંસલડી ક્યારે વાગી

હે…. કાન તારી મોરલીએ મોહીને

માને બાપ મેલ્યા

કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા

કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગ ની

જીરે મોરલી ક્યારે વાગી

જીરે વાંસલડી ક્યારે વાગી

કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાતની

જીરે વિજોગણ ક્યારે વાગી

જીરે મોરલડી ક્યારે વાગી

હે…. કાન તારી રે મોરલીએ મેં તો રે મોહીને

માને મોસાળ મેલ્યા

કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા

કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની

જીરે મોરલી ક્યારે વાગી

જીરે મોરલડી ક્યારે વાગી

જીરે વાંસલડી ક્યારે વાગી

જીરે મોરલડી ક્યારે વાગી

જીરે વેરાગણ ક્યારે વાગી

જીરે મોરલડી ક્યારે વાગી

જીરે વિજોગણ ક્યારે વાગી

(સાભાર પટેલ જી, અમર કથાઓ ગ્રુપ)

સાંભળો ઓડિયો :