અલખના ઓટલે, કબીર વાણી અને સતી રૂપાદેના ભજન તમને ભક્તિમય કરી દેશે.

0
2053

એક ડાલ દો પંછી બેઠા,

કોણ ગુરુ કોન ચેલા….હો..

ગુરુ કી કરની ગુરુ ભરેગા,

ચેલા કી કરની ચેલા રે ભાઈ..

ઉડજા હંસ અકેલા…હો..

માટી ચુન ચુન મહેલ બનાયા,

લોગ કહે ઘર મેરા રે….હો

ના ઘર તેરા, ના ઘર મેરા,

ચીડીયા રૈન બસેરા રે…..હો

સાધુ ભાઈ, ઉડજા હંસ અકેલા….હો

માત કહે, યે પુત્ર હમારા,

બહેન કહે યે વીરા…..હો

ભાઈ કહે, યે ભૂજા હમારી,

નારી કહે, નર મેરા રે….હો

સાધુ ભાઈ, ઉડજા હંસ અકેલા…

પેટ પકડકર, માતા રોઈ,

બાહે, પકડકર ભાઈ…..

લપટ-ઝપટ કે તિડીયા રોઈ,

હંસ અકેલા જાઈ….રે

સાધુ ભાઈ, ઉડજા હંસ અકેલા….

કૌડી કૌડી માયા જોડી,

જોડ ભરેલા થેલા રે….હો

કહત કબીરા સુનો ભાઈ સાધો,

સંઘ ચલે ના જેલા…રે

સાધુ ભાઈ, ઉડજા હંસ અકેલા…હો

(2) આ પંથ કોણે રે બતાવ્યો….

કે જાગો મારા જુના જુના જોગી…રે…જીરે..જીરે

સોના કેરી નગરી હે, માલદે,

રૂપા કેરા છાજા…રે….

એ..જી..રે.. માલદે કાંટા કેરી વાડીયુ નવ કરીએ..રે

જાગો મારા જુના જુના જોગી રે…

આ પંથ કોણે રે બતાવ્યો….

સાધુડા ના ઘર માં હે માલદે, ચોરી નવ કરીએ…રે..જીરે..જીરે

એ..જીરે.. માલદે જોઈતી રે.. વસ્તુ માંગી લઈએ..રે

જાગો મારા જુના જુના જોગી રે….

પારકા રૂપ જોઈને હે માલદે મન મત ડગાવીએ….રે..જીરે..

એ..જીરે… માલદે બેની રે…કહીને બોલાવીએ…રે..જીરે..

જાગો મારા જુના જુના જોગી રે….

માલદે ને ઘરે રે… સતી રૂપા રાણી બોલ્યા…રે..જીરે..જીરે..

એ..જીરે માલદે, રૂપાદે ના કહીયા તમે માનો રે….

જાગો મારા જુના જુના જોગી રે…

આ પંથ કોણે રે બતાવ્યો….

– સાભાર લાલજી રમતા જોગી (અમર કથાઓ ગ્રુપ)