કબીરદાસજીએ ભિક્ષા માંગીને એક વે શ્યાનું જીવન કેવી રીતે સુધાર્યું, વાંચો સારી શીખ આપતો પ્રસંગ.

0
556

કબીરદાસજી એક ગામથી બીજા ગામમાં ફરતા રહેતા હતા. એવામાં એક વખત તેઓ એક ગામમાં રોકાયા. તે ગામના લોકોએ તેમને કહ્યું, તમારા આવવાથી અમારા ગામમાં બધુ સારું થઇ ગયું છે. પ્રસન્નતાનું વાતાવરણ છે. પણ અમારા ગામની એક સમસ્યા છે. અહિયાં એક વે શ્યા છે, તેના કારણે આખા ગામનું વાતાવરણ ખરાબ રહે છે.

અમે બધાએ તેને વિનંતી પણ કરી કે તે આ કામ બંધ કરી દે અથવા તો તે ગામ માંથી જતી રહે, પણ તે નથી માનતી. તેનું શું કરવું તે અમને સમજાતું નથી. ક્યારેક ક્યારેક તો થાય છે કે તેનું ઘર સ-ળ-ગા-વી દઈએ.

કબીરદાસજીએ કહ્યું, એવું ના કરશો. હું એ બાબતમાં કાંઈક કરું છું.

કબીરદાસજી ગામમાં ઘરે ઘરે ભિક્ષા લેતા હતા. તેમણે પોતાનું ભિક્ષા પાત્ર લીધું અને તે વે શ્યાના ઘરે ગયા. કબીરદાસજીનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક હતું અને તે ખુબ વ્યવસ્થિત રીતે વાત કરતા હતા.

વે શ્યાએ જોયું કે ઘરની બહાર એક ફકીર ઉભા છે. તેણે કહ્યું, તમારી શું માંગણી છે?

કબીરદાસજીએ કહ્યું, તું શું આપી શકે છે?

એક ફકીર પાસેથી આ વાત સાંભળીને વે શ્યા ચોંકી ગઈ. તે બોલી, હું તો બધું આપી શકું છું, તમે શું લેવા આવ્યા છો?

કબીરદાસજીએ કહ્યું, હું દેહ રૂપ નહિ પણ તારું દિવ્ય રૂપ લેવા આવ્યો છું.

આ સાંભળીને વે શ્યા વધુ ચક્તિ થઇ ગઈ. તેણીએ પૂછ્યું બાબા તમે કહેવા શું માંગો છો? સરળ ભાષામાં જણાવો.

કબીરદાસજીએ કહ્યું, આપણા આ દેહની અંદર એક દિવ્ય રૂપ છે, આત્મા છે. દેવી, ક્યારેક એ દિવ્ય રૂપનો પણ આનંદ લે તો બહારના દેહનો મોહ છૂટી જશે. શું તું મને દિવ્ય રૂપની ભિક્ષા આપી શકે છે?

કબીરદાસજીની વાતો સાંભળીને તે સમજી ગઈ કે આ સંત શું કહેવા માંગે છે. તેણીએ તેમને પ્રમાણ કર્યા. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણીએ કહ્યું, તમારી જે પણ આજ્ઞા હશે, હું તેનું પાલન કરીશ. આજથી દે-હ વેપાર બંધ અને તમે કહેશો તો હું આ ગામને છોડી દઈશ.

કબીરદાસજીએ કહ્યું, આખું સંસાર ઉપર વાળાનું ગામ છે. તું જ્યાં જઈશ ત્યાં આવા લોકો મળશે જ. એટલે તું કેવા કરે છે તે મહત્વનું છે. ગામ છોડવાથી નહિ પણ ખોટી ટેવ છોડવાથી જીવન સુધરશે.

તે દિવસથી તે મહિલાએ બધા ખરાબ કામ છોડી દીધા. ગામ વાળાને ખુબ આશ્ચર્ય થયું કે કબીરદાસજીએ તે મહિલાનું જીવન સુધારી દીધું.

ઉપદેશ – જો કોઈ વ્યક્તિની ખરાબ ટેવ છોડાવવી છે તો માત્ર દબાણથી કામ નહિ ચાલે. ખરાબ ટેવ છોડાવવા માટે સમજણ આપવી પણ જરૂરી છે. આપણી સમજાવવાની રીત એવી હોવી જોઈએ કે સામે વાળા વ્યક્તિ આપણી દરેક વાત સરળતાથી સમજી શકે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.