શું તમે ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કબીરવડ વિષે આ વાતો જાણો છો?

0
2669

આપણા ગુજરાતમાં કોઈપણ ગુજરાતી માનવ એવો નહીં હોય જેણે આ કહેવત ન સાંભળી હોય,`વડ તેવા ટેટા, બાપ તેવા બેટા ` વળી વડલાનું નામ પડે ત્યારે `કબીરવડ`નું નામ પણ સાંભળ્યું ન હોય તેવો ગુજરાતી જણ ભાગ્યેજ મળી આવશે..!!

કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે. ભરૂચ નજીક નર્મદાકિનારે આવેલો કબીરવડ તેની વિશાળતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે.

કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.

જેમ્સ ફાર્બસે {1749-1819} ઓરિયન્ટલ મેમોરીસ (1813-1815) માં 610 m (2,000 ft) વ્યાસ અને 3000 શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ વિસ્તાર 17,520 m2 (4.33 acres) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.

3.5 એકરમાં ફેલાયેલા આ વડલાના વૃક્ષને 3000 જેટલી વડવાઈઓ છે તેની નીચે ઊભા હોઈએ ત્યારે વડલાના ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેવું લાગે. આ વડલા હેઠળ 7000 સૈનિકોએ આશરો લીધો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. કબીર વડ 550 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,

વળી રાતા ટેટા, ચૂસી બહુ જીવો પેટ ભરતા;

પડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,

નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુને નીરખીને,

ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;

વિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,

કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા

કોલકાતાના બોટનિકલ ગાર્ડનનો વડલો પણ જાણીતો છે. 200 વર્ષ જૂનો આ વડ 455 ચોરસમીટર ઘેરાવામાં ફેલાયેલો છે.

આંધ્રપ્રદેશ અનંતપુરમમાં આવેલા વિશાળ વડલાને મોટા વડ તરીકે ગીનેસ બુકમાં સ્થાન મળ્યું છે. ૫.૨ એકરના ઘેરાવામાં ફેલાયેલા આ વડલાને 1100 વડવાઈઓ છે.

– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ).