પાલિતાણા તાલુકાનું કદમગિરી ગામ જિલ્લા નુ એક માત્ર ધામ છે કે જ્યા દર વર્ષે કમળા ઉતાસણી ઉજવાય છે.
આ પવિત્ર ધામ કે જ્યા બગદાણા ના બાપા સિતારામ પણ માં ની સાધના કરતા.
કમળા હુતાસણી મા દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે.
ગામ નુ નામ બદલાયુ પણ ડુંગરાનુ નામ એનુ એજ છે.
કદમવાસિની દેવી નુ આ સ્થાન હોવાથી કદમગિરી નામ પડ્યું.
આ દેવી ની મુર્તિ નથી પણ ટોચ ઉપર આંબલીના ઝાડ નિચે પથથર મા ત્રિશુલ આકારે પુજા થાય છે.
અહી સંત શિરોમણિ બજરંગ દાસ બાપા અહી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા.
તેમજ સંસ્કૃત મા આ ડુંગર ને કૌલ્મ્બો અને અહી ના સ્થાનિક કોલામ્બો કહે છે
તેમની યાદ મા. 18 વર્ણ માતાજી ને માને છે
કમળાય માતાજી : કામળીયા ક્ષત્રિય અને બીજી ઘણી જ્ઞાતી ના છે કુળદેવી.
અત્રે ઉલખનિય છે કે કામળીયા દરબારો ના 12 ગામ છે.
નોંધવા જેવી બાબત કે અહી 16 મી સદી મા માતંગદેવ અહી દર્શન કરવા આવેલ કચ્છ થી. અહી તે અખાત્રીજ મા આવેલ જેથી દર અખાત્રીજે અહી મેળો પણ ભરવામાં આવે છે.
મહત્વ ની વાત એ છે કે જ્યારે હોળી પ્રાગટ્ય થાય ત્યારે છેક મુંબઈ સુધી ના લોકો થાળી મા પાણી રાખે તો દર્શન થાય છે. અને કામળીયા દરબારો, કામળીયા ગોર, અને સોરઠીયા કામળીયા માટે આ તેહવાર ખુબ મહત્વ નો છે.
નવ દંપતિ ને ફરિજયાત દર્શન કરવાના હોય છે. અને હોળી ફરતા પ્રદીક્ષણા કરવાનુ હોય છે. એ ઉપરાંત એમના ભાણેજ પણ આ પર્વ ને ખુબ માને છે.
અહી 365 દિવસ ભોજન ચાલું હોય છે.
આ સમગ્ર આયોજન કાઠી ક્ષત્રિય સમાજ- કામળીયાવાડ અને કમળાય શક્તિ પીઠ ટ્રસ્ટ દ્વારા કરવામા આવે છે.
ભગવાન વિષ્ણુ ના અર્ધાગણા બનવા કદમવાસી દેવી એ કર્યુ હતુ અગ્નિજ્યોત મા પરિપરિવર્તન
કમળા હુતાસણી વિશે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુ ના અર્ધાગણા બનવા કદમવાસી દેવી એ ફાગણ સુદ 14 ને પોતાને અગ્નિ જ્યોત મા પરિવર્તન કર્યુ હતુ.
તેથી તે દિવસ ની યાદિ ને કમળા ઉતાસણી તરિકે ભારત મા પ્રચલિત છે.
આ કમળા દેવી નો દેહ વિલય પછી તે સમુદ્ર માથી લક્ષ્મી રુપે પ્રગટ થયા તેથી તમને લક્ષ્મી ગણાય છે.
આ દેવી નુ પુરાણોકસ્થાન સેતૃજી નદી ના કાંઠે કદમગિરી ઉપર ગણાય છે.
ગુજરાત મા એક ચોથુ સ્થાન જૈનો ના પ્રખ્યાત તિર્થ સિંદ્ધાચલ ચોક થાણા પાસે ના બોદાનોનેસ પહાડ મા છે તે પહાડ ને કદમગિરી ગામ થી ઓળખાય છે.
અને 60-70 વર્ષો પહલા આ ગામ બોદાનો નેસ તરિખે ઓળખાતું અત્રે ઉલેખનિય છે કે ગુજરાત ના 222 રજવાડા માથી આ એક ગામ છે
જેમના તાલુદાર દરબાર વાજ્સુરબાપુ રાવતબાપુ કામળીયા અનેક ધાર્મિક અને સમાજિક કાર્ય ની ધરોહર છે.
અહી આવેલ આંનદજી કલ્યાણજી ની ગામ ના વિકાસ માટે જે તે સમયે જમીન દાન મા અહી ના રાજવી એ આપેલ.
જ્યા સમુદ્ર મંથન કરવામા આવ્યું હતુ તે આ સ્થળ હોવાની કિવદાંતિ
અહી વર્ષો પેહલા મહા સાગર લેહરાતો હતો.
તેમજ હાલ પણ અહી જૈન તીર્થો આવેલા છે.
કે જે જંબુદ્વિપ અને અઢીદ્વિપ નામે ઓળખાય છે.
માનવામા આવે છે કે સમુદ્ર મંથન થયું એ આજ જગ્યા છે.
– સાભાર સોનલ સદા સહાયતે (અમર કથાઓ ગ્રુપ)