કાદુ મકરાણી – સોરઠી બહારવટીયા ભાગ 5, વાંચો ઝવેરચંદ મેઘાણીની અદ્દભુત રચના.

0
507

બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ ! દઈને સરી ખેંસી. દોડીને ઉંટવાળાને હલાવી ઠા ર કર્યો. નાયક સામે થયો એને ધોયો, ને પછીમ રણીયો થઈ કરાંચીની ભર બજારમાં જે સામો થાય તેને માં રી પાડવા લાગ્યો. આખરે સામેથી એક મજૂરનું ટોળું છુટીને ચાલ્યું આવતું હતું તેણે પત્થરો મારીને તેનું માં થું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો.

આ વખતે અલાદાદ ક્યાં હતો? કાદુ ઉંટ કરીને હમણાં તેડવા આવશે એ વાટ જોઈને કરાંચીમાં એક છુપે સ્થળે એ બેઠો હતો. મોડું થયું એટલે એ ફિકરમાં પડ્યો. બાવાવેશે બજારમાં ગયો ત્યાં આખી વાત સાંભળી સાંભળીને મકરાણને માર્ગે ચડ્યો. બાવાનો વેશ, નાઘેરનાં ગામડાંમાં જીવતર ગાળેલું, અને મીઠી હલક: એટલે માર્ગી બાવાઓનાં ભજનીયાં ભારી સરસ આવડે. એની ઓડે ઓડે હીંગળાજના સંઘ ભેળો ભળીને ઠેઠ હીંગળાજને થાનક પહોંચી ગયો.

જો એમ ને એમ ચાલ્યો જાત તો કદાપિ હાથ આવત નહિ, પણ મનમાં કાદુની માયા ઘણી, એટલે ખબર જાણવા ત્યાં જ પડ્યો રહ્યો. તેમાં જાણભેદુના મનમાં શક ઉઠ્યો. પોલીસમાં ખબર પહોંચ્યા. પોલીસે આવીને એને પકડ્યો ને કરાંચી લઈ ચાલ્યા. આખે માર્ગે અલાદાદ ગુજરાતીમાં જ વાત કરે અને ભજનીયાં બોલે એટલે પોલીસનો શક પણ ટળી ગયો. તેઓ બેદરકાર બની ગયા. એક દિવસ સાંજે એક ગામને પાદર પોલીસો ને એના અમલદાર ઉંટ ઝોંકારી ગામની મસીદમાં નમાજ પઢવા ગયા. અલાદાદને બેડી પહેરાવી એકલો ઉંટ સાથે બાંધી ગયા.

અલાદાદ એકલો પડ્યો. એને સમજ પડી ગઈ હતી કે ફા સી તૈયાર હશે! એ ભાગ્યો. પોલીસોએ પાછા આવી ઉંટ દોડાવ્યાં, પણ તે વખતે તો અલાદાદ રણમાં ઝાંખરાં વાંસે છુપાઈ રહ્યો. અંધારૂં થાતાં એ દોડવા મંડ્યો. સીધો ગયો હોત તો પચીસ ગાઉ ​નીકળી જાત. પણ તકદીર ઉંધાં હતાં એટલે સવારે ચક્રાવો ફરી, જ્યાંથી નાઠો હતા તે જ ગામની સામે આવી ઉભો રહ્યો. ત્યાંથી પાછો ચાલી નીકળ્યો. દરમિયાન જ્યાં જયાં પાણીની કુઈઓ હતી ત્યાં ત્યાં પોલીસે ચોકીઓ મૂકી દીધી હતી એટલે સિંધના એ રણમાં દોડતો અલાદાદ ત્રાહિ !ત્રાહિ ! પોકારી રહ્યો હતો. તો પણ ચાલ્યો.

આખરે મકરાણનો સીમાડો સાવ પાસે આવી ગયો. પણ તરસ ન ખમાયાથી અલાદાદ એક કુઈ ઉપર પાણી પીવા ગયો. ત્યાં પહેરો નહોતો. પાણી પીધું. બેજ ગાઉ ઉપર મકરાણનો સીમાડો છે. પણ એનાથી ચાલી ન શકાયું. બેહોશ થઈને ઢળી પડ્યો. થોડીવારે એની આંખો ઉઘડી. જોયું તો ઉંટવાળા પોલીસ સવારો એના શરીરને ઝકડતા હતા. કપાળ સામે આંગળી ચીંધીને અલાદાદ ચુપચાપ બંધાઈ ગયો.

જુનાગઢ રાજને જાણ થઈ. એણે પોતાના ગુને ગારો પાછા માગ્યા. સરકારે કહાવ્યું કે આંહી તો કેદીઓ એકબીજાને ઓળખાવવાનું કોઇ રીતે માનતા નથી. માટે એવો કોઈ આદમી મોકલો કે જેને આ કેદીઓ પોતે જ ઓળખી લ્યે, અને કદાચ ઓળખવા ના પાડે તે એ માણસ કેદીઓને ખાત્રીબંધ ઓળખાવે.
હંફ્રી સાહેબે પેલા જુવાન નાગર વીર હરભાઈ દેસાઈને કેદીઓ ઓળખવા તેમજ આસી.

પોલીસ ઉપરી અંબારામ છાયાને જો કેદીઓ સોંપાય તો લઈ આવવા એક પોલીસની ટુકડી સાથે કરાંચી મોકલ્યા. કાદુ જેમ સામેથી ઓળખાવે એવા સરકારી આદમી તો પ્રભાસપાટણના દેસાઈ–પુત્ર હરભાઈ એક જ હતા. આટલેથી ને એ બાકીનો ઈતિહાસ આ હરભાઇના મુખમાંથી જ દાયરે દાયરે જે શબ્દોમાં વર્ણવાએલો, એ શબ્દોમાં જ આપણે સાંભળીએ.

હરભાઈએ કહેલી આ શબ્દેશબ્દ સાચી કથાઓ છે. (હવેની વાત હરભાઇના શબ્દોમાં.)

બીજે જ દિવસે મને અને અંબારામભાઈને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા. સાથે આવ્યા હતા કરાંચીના ગોરા પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ અને એક સિંધી મુસલમાન પોલીસ અમલદાર. મને કહેવામાં આવ્યું કે, અંદરના ચોકમાં કોટડીઓ છે ત્યાં બેક આંટા મારો!” મેં બે ચાર આંટા માર્યા હશે ત્યાં તો એક કોટડીમાંથી અવાજ આવ્યો : “હરભાઈ !”

હું એ અવાજ તરફ વળ્યો. કોટડીમાં જોયું તો કાદરબક્ષ બેઠેલો. મેં અગાઉ તો એને લીલો પીળો, તર વાર બન ડુકને પૂરા સાજવાળો જાયેલો. પણ આજે જોયો કેદીના વેશમાં, પાંજરે સાવઝ પડ્યો હોય તેવા લાગ્યો. મને જોઈને એ ઉભા થયો. મેં કહ્યું “ કાદરબક્ષ, સલામ આલેકુમ !”

એણે કહ્યું “વાલેકુમ સલામ.”

મારાથી બીજું કાંઈ બોલી શકાયું નહિ. દિલ ભરાઈ આવ્યું. તકદીરે આને ક્યાં જાતો પટક્યો હતો ! વ્હેલાંનો એક દિવસ મને યાદ આવી ગયો. હું એને ગામ અમરાપર ગયેલો. અમે ચોરે બેઠા હતા. વાત ચાલતી હતી. ચહા મૂકાયો હતો ને કાદરબક્ષ મીઠી જબાનમાંથી મોતી પડતાં મૂકતો હોય તેવી વાતો કરતો હતો. તેટલામાં એક બુઢો ખખડી ગએલ કારડીયો કાદુને હલકી ગા ળો દેતો દેતો ચાલ્યો આવે છે. કાદુએ ઝટ સામી દોટ મુકી કારડીયાને ચુપ થવા વિનવણી કરવા માંડી, તેમ તેમ તો કારડીયો છાપરે ચડ્યો.

આ ગા ળોની ત્રમઝટ ને વિનવણી જ્યારે પા કલાક ચાલ્યાં, ત્યારે પછી મારી સાથેના પાટણના પટાવાળા અબ્બાસે દોડીને કારડીયાને દમદાટી દીધી કે “એલા આંધળો છો ? આ જમાદાર થપ્પડ મારશે તો મ્હોંમાં દાંત તો નથી પણ મા થુ જ ફા ટી જશે. જેમ જેમ એ નમે છે તેમ તેમ તું ફાટતો જાછ શેનો ?” બેવકુફ કારડીઓ કહે કે “તંઈ એના બળદને કેમ રેઢા મેલે છે. અમારાં ​ખેતર શીદ ચારી લે છે ?”

કાદરબક્ષે કહ્યું “પટેલ, કોરે કાગળે આંકડા માંડ, હું તારી નુકશાની ભરી દઉં. પણ આવાં રૂડાં માણસ ગામમાં મહેમાન આવ્યાં હોય ત્યારે આમ ફજેતા ન શોભે.” માંડ માંડ પટેલ ટાઢો પડ્યો. પછી ચહા પીવાતી વખતે પટાવાળા અબ્બાસે પૂછ્યું, “કાદરબક્ષ ! તમને તો આખી દુનિયા શું ને શું સમજે છે ! કહે છે કે અમરાપરની હદમાં તો સાવઝ પણ ઉતરી શકતો નથી – અને છતાં આ ગંડૂની ગા ળો સાંખી લીધી ?”

કાદુએ હસીને જવાબ દીધેલો કે “ભાઈ ! એમાં જ મર્દાઈ છે. કૂતરાં તો માણસને કરડે, પણ માણસે કૂતરાને કરડ્યાં સાંભળ્યાં છે? એને તો થપ્પડ મારૂં ત્યાં એ પડી જાય. પણ એવાં નમાલાં કામ માટે શીદ મારો જીવ જોખમમાં નાખું ? વખત આવશે તો કોઈક દિવસ જોવાશે કે કાદુમાં શું ભર્યું છે !” આવી તો મારી સગી આંખે જોએલી એની ખામોશી ! તે દિવસ ખબર નહોતી કે આનો આ કાદુ આખી સોરઠને હલાવશે !

એ સમય સાંભરી આવતાં મારૂં હૈયું ભરાઈ ગયું. કાદુ સમજી ગયો. એ બોલ્યો “હરભાઈ ! એમાં ગમ ખાવો શું કામ આવ ? એ તો અલ્લાહનો અમર (હુકમ) ! મુકદ્દર તે એનું નામ !”

પછી એણે દેશના બધાના ખબર અંતર પૂછ્યા. પ્રભાસવાળા અમારા બન્નેના ઉસ્તાદ મૌલાના મહમદ બિન ઇસ્માઇલ ગજનવી તગાવી સાહેબ મોટા પરહેજગાર આલિમ હતા તેને સલામ કહેવરાવી.

એટલામાં તો અંબારામભાઈ અને સિંધના બેય અમલદારો આવી પહોંચ્યા. ગોરા સાહેબે મને કહ્યું કે “તમે તો આ હ રામ ખોરની સાથે બહુ વાતો કરવા લાગ્યા !” મેં જવાબ દીધો કે “સાહેબ, અત્યારે તો એ ગુને ગાર છે અને એને એની સજા મળી ગઈ છે; પણ માત્ર બે અઢી વરસ ઉપર તો એ નવાબનો નિમકહલાલ નોકર હતો ને ગાયકવાડની સરહદ પર નવાબનો મુલ્ક સાચવતો. માટે આજ અમે દિલ દિલની થોડી વાતો કરીએ છીએ.” ​પછી અંબારામભાઈએ કહ્યું “ શાબાસ કાદરબક્ષ ! શાબાસ જુવાન ! દુનિયામાં સિપાહીગીરી કરી દેખાડી. નામ રાખી દીધું.”

કાદુએ જવાબ આપ્યો “અંબારામભાઈ ! અમે તો આપના અહેશાનમંદ છીએ કે ઇણાજ પર ચડીને આવ્યા છતાં તમે અમારો મલાજો કાયમ રાખ્યો. બાકી આપ તો ચિઠ્ઠીના ચાકર. આપને ક્યાં અમારી જોડે વેર હતું ! પણ મારૂં દિલ અત્યારે ચી રાય છે કેમકે જે ધણીનું નીમક આ રૂંવે રૂંવે ભર્યું છે તેની સામે અમારે હથી આર ઉપાડવાં પડ્યાં, એની રૈયતને બેહાલ કરી અમે એનાં ઢગલાબંધ માણસો મા ર્યાં, અને જે દેશમાં અમે જન્મી મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધો. એમાં અમારો વાંક હશે.

પણ સાહેબ ! અમને એક તક પણ મળી નહિ. અમને મ રાવવા હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મનની સામે લડાવી મ રાવવા હતા. અમારૂં મો ત તો સુધરત ! હવે તો ખેર ! હરભાઈ, અંબારામભાઈ, તમે બેય અમારા વતી સહુની પાસે છેલ્લી માફામાફી કરજો હો !”

એ આટલું બોલી ગયો, પણ એના અવાજમાં ફરક નહોતો પડ્યો. અસલ દીઠી હતી તે જ ખામોશી આજે એનું મો ત સુધારવા માટે જાણે એના અંતરમાં ખીલી ઉઠી હતી. એના બોલ સાંભળીને અંબારામભાઇની વૃદ્ધ આંખો પલળી ગઈ. એણે તો ફરી ફરી કહ્યા જ કર્યું કે “૨ંગ કાદરબક્ષ ! રંગ છે તારી હિમ્મતને અને રંગ તારી સમજને !”

અંગ્રેજ સુપરીન્ટેન્ડેન્ટ અને સિંધી અમલદાર તો આ દેખાવ જોઈ જ રહ્યા. સોરઠની મર્દાઈની ને માણસાઈની તેઓને ગમ નહોતી. જે લોકો હથી આરો બાંધી કાદુની સામે લડે તે જ લોકો આજ જૂના દિલોજાન દોસ્તોની માફક વાતો કરે, એ બીના આ અજાણ્યા લોકોને ભયંકર લાગી. તેઓની ભ્રુકૂટીઓ ચડી ગઈ હતી. છેવટે સિંધી ફોજદારથી ન રહેવાયું. એણે ટોણો માર્યો કે “યે બદમા શકો હમને ઈધર ચપટીમેં પકડ લિયા, આપ લોગ કુછ નહિ કર સકતે !”

​આ વેણ મારાથી ન સહેવાયું. મારી ૪૮ તસુના ઘેરાવાવાળી જુવાન છાતી જાણે ઘવાણી. મારી છ ફુટ ઉંચી કાયાનાં રૂંવાડાં સળગવા લાગ્યાં. હું ઝપાટામાં ઉભો થઈ ગયો. સિંધી ફોજદાર મારો સીનો દેખી ખચકાણા. પણ ત્યાં તો વચ્ચેથી કાદુ બોલી ઉઠ્યો કે “ફોજદાર સાહેબ, ફખર (શેખી) મત ખાઓ ! આ૫ને કરાંચીકે બાઝારમેં જો શખસકો પકડા વો વો કાદુ નહિ થા, જીનકે સામને ઇન સાહેબો કો લડના હોતા થા. આપને તો એક બેચારા સાધુ વરાગીકો પકડા થા. અગર મેરી કમર પર તર વાર ઔર ખંધે પર બન ડુક હોતી તો આપ ન તો મુઝે ઝિન્દા હાથ તક છૂ સકતે, ન કરાંચી કે બાઝારમે બાજરીકે ખેતકે સિવા દૂસરા નઝારા હોતા.

વધુ આવતા અંકે…

– ઝવેરચંદ મેઘાણી – સોરઠી બહારવટીયા.

(સાભાર રાધા પટેલ અમર કથાઓ ગ્રુપ)