કઈ છે શ્રીકૃષ્ણની 16 કળાઓ જે તેમને બનાવે છે પૂર્ણાવતાર.

0
1259

જાણો ભગવાન શ્રીકૃષ્ણની 16 કળાઓ અને તેના અર્થ, આ પહેલા તમે ક્યારેય નહિ જાણ્યું હોય તેના વિષે. ભગવાન વિષ્ણુના અવતારો વિષે તો તમે સાંભળ્યું જ હશે અને સાથે જ એ પણ સાંભળ્યું હશે કે બધા અવતારોમાં ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ અવતાર હતા કેમ કે તે સંપૂર્ણ કળા અવતાર હતા, જયારે બીજા જન્મોમાં જયારે ભગવાન વિષ્ણુએ અવતાર રૂપ લીધો તો અમુક કળાઓ સાથે જ લીધો, જેથી તે સંપૂર્ણ અવતાર ન કહેવાયા. તેથી આ કળાઓ વિષે જાણવું જરૂરી બની જાય છે ખરેખર કઈ કળાઓ હતી ભગવાન શ્રી કૃષ્ણમાં જે તેને પૂર્ણાવતાર બનાવે છે. આવો જાણીએ.

શું હોય છે કળાઓ? કળા આમ તો સામાન્ય શાબ્દિક અર્થ તરીકે જોવામાં આવે તો કળા એક વિશેષ પ્રકારનો ગુણ માનવામાં આવે છે. એટલે સામાન્ય કરતા થોડું વધુ વિચારવું, સામાન્ય કરતા થોડું વધુ સમજવું, સામાન્ય કરતા ખાસ અંદાઝમાં જ કાર્યો પુરા કરવા એકંદરે લીક કરતા થોડું કરવાનો ઢંગ અને ગુણ જે કોઈ સામાન્ય માંથી વિશેષ બનાવતા હોય કલાની શ્રેણી માં મૂકી શકાય છે. ભગવાન વિષ્ણુએ જેટલા પણ અવતાર લીધા બધામાં કાંઈકને કાંઈક ખાસિયત હોતી હતી તે ખાસિયત તેમની કળા જ હતી.

કેટલી હોય છે કળાઓ? ભગવાન શ્રી કૃષ્ણને આમ તો સંપૂર્ણ કળા અવતાર માનવામાં આવે છે, એટલા માટે કળાઓની સંખ્યા સોળ જ માનવામાં આવે છે.

16 કળાઓ અર્થ સાથે :

શ્રી સંપદા – શ્રી સંપદા તેનો અર્થ થાય છે કે જેની પાસે પણ શ્રી કળા કે સંપદા હશે તે ભાગ્યશાળી હશે. ભાગ્યશાળી હોવાનો અર્થ માત્ર પૈસા અને મૂડી જોડવાથી નહિ પરંતુ મન, વચન અને કર્મથી સમૃદ્ધ હોવો જોઈએ. એવા વ્યક્તિ જેની પાસે જો કોઈ આશા લઈને આવે છે, તો તે તેને ઉદાસ કરીને નથી પાછા કાઢતા. શ્રી સંપદા યુક્ત વ્યક્તિ પાસે માં લક્ષ્મીનો કાયમી વાસ હોય છે. કહી શકાય છે આ કળાથી સમૃદ્ધ વ્યક્તિ સમૃદ્ધશાળી જીવન જીવે છે.

ભૂ સંપદા – તેનો અર્થ થાય છે કે આ કળા યુક્ત વ્યક્તિ મોટા ભૂ-માર્ગના સ્વામી હોય, કે કોઈ મોટા ભૂ-માર્ગ ઉપર સિદ્ધી પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા હોય. આ ગુણ વાળા વ્યક્તિને ભૂ કળાની સમૃદ્ધ માનવામાં આવી શકે છે.

કીર્તિ સંપદા – કીર્તિ એટકે ખ્યાતી, પ્રસિદ્ધી એટલે જે દેશ દુનિયામાં પ્રસિદ્ધ લોકો વચ્ચે ઘણા લોકપ્રિય, વિશ્વસનીય માનવામાં આવતા હોય અને લોક કલ્યાણ કાર્યોમાં પહેલ કરવામાં હંમેશા આગળ રહેતા હોય એવા વ્યક્તિ કળા કે સંપદા યુક્ત માનવામાં આવે છે.

વાણી સમ્મોહન – ઘણા લોકોના અવાજમાં એક અલગ પ્રકારનું સમ્મોહન હોય છે. લોકો ન ઇચ્છતા હોવા છતાં પણ તેના બોલવાના અંદાઝની પ્રસંશા કરે છે. એવા લોકો વાણી કળા યુક્ત હોય છે, તેની ઉપર માં સરસ્વતીની વિશેષ કૃપા હોય છે. તેને સાંભળીને ક્રોધી પણ એકદમ શાંત થઇ જાય છે. તેને સાંભળીને મનમાં ભક્તિ અને પ્રેમની ભાવના ઉત્પન થઇ જાય છે.

લીલા – આ કળાથી યુક્ત વ્યક્તિ ચમત્કારી હોય છે, તેના દર્શનોમાં એક અલગ આનંદ મળે છે. શ્રી હરિની કૃપાથી કોઈ વિશેષ શક્તિ તેને મળે છે, જે ક્યારે ક્યારે અશક્યને શક્ય અને શક્યને અશક્ય કરવાના સાક્ષાત દર્શન કરાવે છે. એવા વ્યક્તિ જીવને ભગવાનનો આપવામાં આવેલો પ્રસાદ સમજીને તેને ગ્રહણ કરે છે.

ક્રાંતિ – ક્રાંતિ એ કળા છે, જેનાથી ચહેરા ઉપર એક અલગ નુર ઉત્પન થાય છે, જેના જોવા માત્રથી તમે સુજ બુજ ગુમાવીને તેના થઇ જાવ છો. એટલે તેના રૂપ સોંદર્યથી તમે પ્રભાવિત થાવ છો. ધારો તો પણ તમારૂ મન તેની છબીને દુર કરવાનું નામ નથી લેતી અને તમે તેને જોતા જ રહો છો. એવા વ્યક્તિને ક્રાંતિ કળાથી યુક્ત માનવામાં આવી શકે છે.

વિદ્યા – વિદ્યા પણ એક કળા છે, જેની પાસે વિદ્યા હોય છે તેમાં અનેક ગુણ આપો આપ આવી જાય છે, વિદ્યાથી સમૃદ્ધ વ્યક્તિ વેદોંના નિષ્ણાંત, સંગીત અને કળામાં નિપુણ, યુદ્ધ કળામાં પારંગત, રાજનીતિ અને કૂટનીતિમાં હોંશિયાર હોય છે.

વિમલા – વિમલ એટલે છલ-કપટ, ભેદભાવથી રહિત નિષ્પક્ષ જેના મનમાં કોઈ પણ પ્રકારનો મેલ ન હોય કોઈ દોષ ન હોય, જે અચાર વિચાર અને વર્તનથી નિર્મળ હોય એવા વ્યક્તિત્વથી સમૃદ્ધ જ વિમલા કળા યુક્ત હોઈ શકે છે.

ઉત્કર્શીણી શક્તિ – ઉત્ક્ર્શીણીનો અર્થ છે પ્રેરિત કરવાની ક્ષમતા, જે લોકોને અકર્મણ્યતાથી કર્મણ્યતાનો સંદેશ આપી શકે. જે લોકોને ધ્યેય પ્રાત્પ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે. કોઈ વિશેષ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપી તેને તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરી શકે, જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધભૂમિમાં હથીયાર નાખી ચુકેલા અર્જુનને ગીતાઉદેશથી પ્રેરિત કર્યા. એવી ક્ષમતા ધરાવવા વાળા વ્યક્તિ ઉત્કર્શીણી શક્તિ કે કળાથી સમૃદ્ધ વ્યક્તિ માનવામાં આવી શકાય છે.

નીર-ક્ષીર વિવેક – એવું જ્ઞાન ધરાવવા વાળા વ્યક્તિ, જે તેના જ્ઞાનથી ન્યાયોચિત નિર્ણય લેતા હોય તે કળાથી સમૃદ્ધ માનવામાં આવી શકે છે. એવા વ્યક્તિ વિવેકશીલ તો હોય જ છે, સાથે જ તે તેના વિવેકથી લોકોને યોગ્ય માર્ગ બતાવવામાં પણ સક્ષમ હોય છે.

કર્મણ્યતા – જે રીતે ઉત્કર્શીણી કળા યુક્ત વ્યક્તિ બીજાને અકર્મણ્યતાથી કર્મણ્યતાના રસ્તા ઉપર ચાલવાનો ઉપદેશ આપે છે અને લોકોને ધ્યેય પ્રાપ્તિ માટે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે અને તે ગુણ વાળા વ્યક્તિ માત્ર ઉપદેશ આપવામાં જ નહિ પરંતુ સ્વયં પણ કર્મઠ હોય છે. આ રીતે વ્યક્તિ માત્ર બીજાને કર્મ કરવાના ઉપદેશ નથી આપતા પરંતુ સ્વયં પણ કર્મના સિદ્ધાંત ઉપર જ ચાલે છે.

યીગશક્તિ – યોગ પણ એક કળા છે. યોગ સામાન્ય શબ્દોમાં અર્થ છે જોડવા અહિયાં તેનો આધ્યાત્મિક અર્થ આત્માને પરમાત્મા સાથે જોડવા માટે પણ છે. એવા વ્યક્તિ ઘણા આકર્ષક હોય છે અને તેની એ કળાથી જ તે બીજાના મન ઉપર રાજ કરે છે.

વિનય – તેનો અર્થ છે વિનયશીલતા એટલે જેને અહંનો ભાવ સ્પર્શી પણ નથી શકતો. જેની પાસે ભલે કેટલું પણ જ્ઞાન હોય, ભલે તે કેટલા પણ ધનવાન હોય, બળવાન હોય પરંતુ અહંકાર તેની પાસે નહિ ફરકે. શાલીનતાથી વર્તન કરવા વાળા વ્યક્તિ તે કલામાં નિપુણ હોઈ શકે છે.

સત્ય ધારણા – કહે છે સત્ય ઘણું કડવું હોય છે એટલા માટે સત્યને ધારણ કરવું બધાની હેસિયતનું કામ નથી વિરલા જ હોય છે. જે સત્યના રસ્તા અપનાવે છે અને કોઈ પણ પ્રકારની વિકટમાં વિકટ પરિસ્થિતિઓમાં પણ સત્યનો સાથ નથી છોડતા. આ કળાથી સમૃદ્ધ વ્યક્તિઓને સત્યવાદી કહેવામાં આવે છે. લોક કલ્યાણ અને સંસ્કૃતિક ઉત્થાન માટે તે કડવામાં કડવું સત્ય પણ સૌની સામે રજુ કરે છે.

આધિપત્ય – આધીપત્ય આમ તો એ શબ્દ સાંભળવામાં તો શક્તિનો અહેસાસ કરાવવાવાળો જણાય છે, પરંતુ તે એ પણ એક ગુણ છે. વાસ્તવમાં અહિયાં આધીપત્યનો અર્થ બળજબરીથી કોઈ ઉપર તેનો અધિકાર જમાવવા સાથે નથી પરંતુ એક એવો ગુણ છે, જેમાં વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હોય છે કે લોકો સ્વયં તેના આધીપત્ય સ્વીકારી લે છે. કેમ કે તેને તેના આધિપત્યમાં સુરક્ષાનો અહેસાસ અને સુરક્ષાનો વિશ્વાસ હોય છે.

અનુગ્રહ ક્ષમતા – જેમાં અનુગ્રહની ક્ષમતા હોય છે તે હંમેશા બીજાના કલ્યાણમાં લાગેલા રહે છે, પરોપકારના કાર્યો કરતા રહે છે. તેની પાસે જે પણ મદદ માટે આવે તે પોતાના સામર્થ્ય મુજબ તે વ્યક્તિની મદદ પણ કરે છે.

એકંદરે જેમાં પણ આ તમામ કળાઓ અથવા તેવા પ્રકારના ગુણ હોય છે તે ઈશ્વર સમાન જ હોય છે. કેમ કે કોઈ પણ માણસના વશમાં તો આ તમામ ગુણો એક સાથે મળવા દુર્લભ જ નહિ અશક્ય જેવું લાગે છે, કેમ કે સાક્ષાત ઈશ્વર પણ તેના દશાવતાર રૂપ લઇને અવતરીત થતા રહે છે, પરંતુ આ સમસ્ત ગુણ માત્ર દ્દવાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતારમાં જ મળે છે. જેના કારણે તે તેને પૂર્ણાવતાર અને એ સોળે કળાઓના સ્વામી કહેવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.