કૈંચી ધામ : ભારતનું તે મંદિર જ્યાં છુપાયેલું છે અરબપતિ બનવાનું રહસ્ય.

0
552

સ્ટીવ જોબ્સે માર્ક ઝુકરબર્ગને આપી હતી ભારતના આ મંદિરની મુલાકાત કરવાની સલાહ, જાણો કારણ. ભારત હંમેશાથી જ તેની સંસ્કૃતિ અને આધ્યાત્મિક સ્થાનો માટે પ્રસિદ્ધ છે. અહિયાંના આદ્યાત્મિક ગુરુઓએ તેની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા હંમેશાથી જ લોકોનું ભલું કર્યું છે. તેથી એક આધ્યાત્મિક ગુરુ નીમ કરૌલી બાબા કૈચી ધામ ઉત્તરાખંડના પહાડોમાં વસે છે, જેમણે ફેસબુકના માર્ક જુકરબર્ગથી લઈને એપ્પલના સ્ટીવ જોબ્સનું જીવન બદલી દીધું હતું. તે વાતનો સ્વીકાર ત્યારે થયો જયારે પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન માર્ક જુકરબર્ગે પોતે એ વાતનો ખુલાસો કર્યો.

માર્કે ખુલાસો કર્યો કે… જયારે તેની કંપની કોઈને કોઈ ખરાબ સમય માંથી પસાર થઇ રહી હતી ત્યારે સ્ટીવ જોબ્સે તેને ભારતના એક મંદિરમાં જવાની સલાહ આપી. સમાચારો અનુસાર એપ્પલના સહ સંસ્થાપકે ત્યાં જીવન બદલવા વાળા આધ્યાત્મિક પ્રતિબિંબનો અનુભવ કર્યો અને તે અનુભવ પછી તેમણે માર્ક જુકરબર્ગને ત્યાં જવાની સલાહ આપી. માર્ક જુકરબર્ગએ મોદીને ઘણા વર્ષ પહેલા એક નાની એવી ઘટના વિષે જણાવ્યું, જયારે તેમણે કહ્યું, ફેસબુક એટલું સારું કામ કરી રહી ન હતી. ત્યારે દિવંગત એપ્પલના સીઈઓ સ્ટીવ જોબ્સે તેને ભારતની આદ્યાત્મિક યાત્રા કરવાની સલાહ આપી.

સ્ટોવ જોબ્સે ઉત્તરાખંડ રાજ્યમાં રહેલા આ આધ્યાત્મિક મંદિર વિષે જણાવ્યું. તે સ્થાન કૈચી ધામના નામથી પ્રસિદ્ધ છે જ્યાં બાબા નીમ કરૌલી તેનું જ્ઞાન લોકોને આપતા રહેતા હતા. તે નૈનીતાલ પહેલા આવે છે. માન્યતા છે કે બાબા નીમ કરૌલી હનુમાનજીનું સ્વરૂપ છે. સમાચારો મુજબ સ્ટીવ જોબ્સે 70 ના દશકમાં અહિયાંનો પ્રવાસ કર્યો હતો અને અહિયાં તેમણે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થઇ ત્યાર પછી તેમણે એપ્પલની સ્થાપના વિષે માળખું તૈયાર કર્યું. માર્ક જુકરબર્ગ ઉપરાંત, હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટસ પણ નીમ કરૌલી બાબાથી પ્રભાવિત બતાવવામાં આવે છે અને તેના કારણે જ હિંદુ ધર્મ તરફ આકર્ષિત થઇ.

કૈચી ધામ યાત્રાનો અનુભવ : આ મંદિરમાં જવાનો અનુભવ જ તમારું જીવન બદલી દે છે. કૈચી ધામમાં પ્રવેશ કરતા જ સકારાત્મક ઉર્જા તમને ઘેરી લે છે. અહિયાં લાગેલા પથ્થર ઘણા વિશેષ છે, જે પગ દ્વારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. મંદિરના એક ખૂણામાં થતા કીર્તનનો અવાજ લોહીના પ્રવાહને નિયંત્રિત કરી લે છે.

કૈચી ધામ યાત્રાની વિશેષતા : એવું લાગે છે કે તમે કોઈ બીજા લોકમાં આવી ગયા હો જ્યાં ન તો કોઈ ચિંતા છે અને ન ભવિષ્યની ચિંતા. જે છે બસ એ છે. લોકો વર્તમાનમાં જીવવાનું શીખી જાય છે અહિયાં આવીને. અહિયાં રહેલા નીમ કરૌલી બાબાની બેઠેલી મૂર્તિ સમક્ષ જવું પોતાના માં એક ખુબ જ વિશેષ અનુભવ છે. નીમ કરૌલી બાબા તો હવે આ દુનિયામાં નથી પરંતુ કૈચી ધામ દ્વારા તે આધ્યાત્મિક જ્ઞાન છોડી ગયા છે, જે માત્ર અહિયાં આવીને પ્રાપ્ત થાય છે.

તેના માટે તમારે ધ્યાન લગાવવું, મંત્ર જાપ કે કોઈ વિશેષ પ્રકારની પૂજા આરાધનાની જરૂર નથી. જો તમારું મન દુઃખી હોય, તમે ક્યાંક ફસાઈ ગયા હો કે કોઈ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો અહિયાં એક વખત જરૂર જાવ. અહિયાં રહેલી સકારાત્મક ઉર્જા અને અધ્યાત્મિક શક્તિઓ તમારી મદદ જરૂર કરશે.

કૈચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલ જીલ્લામાં ભવાલી-અલમોડા/રાનીખેત રાષ્ટ્રીય રાજમાર્ગના કાંઠે આવેલું છે. 24 મે 1962ના રોજ બાબાએ પાવન ચરણ આ ભૂમિ ઉપર રાખ્યા, જ્યાં વર્તમાનમાં કૈચી મંદિર સ્થિત છે. 15 જુન 1964ના રોજ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારથી 15 જુનના રોજ પ્રતિષ્ઠા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

મંદિર નૈનીતાલ ચારે તરફથી ઊંચા ઊંચા પહાડોથી ઘેરાયેલું છે અને મંદિરમાં હનુમાનજી ઉપરાંત ભગવાન રામ અને સીતા માતા અને દેવી દુર્ગાજીના પણ નાના નાના મંદિર બનેલા છે. પરંતુ કૈચી ધામ ખાસ કરીને નીમ કરૌલી બાબા અને હનુમાનજીના મહિમા માટે પ્રસિદ્ધ છે. અહિયાં આવવાથી વ્યક્તિ તેની તમામ સમસ્યાનો હલ પ્રાપ્ત કરી શકે છે.

કેવી રીતે પહોચવું?

વાયુ માર્ગ દ્વારા : પંતનગર એયરપોર્ટનું અંતર 79 કી.મી. છે.

ટ્રેન દ્વારા : કાઠગોદામ રેલ્વે સ્ટેશનથી અંતર લગભગ 43 કી.મી. છે.

રોડ દ્વારા : કૈચી ધામનું અંતર નૈનીતાલ ઉત્તરાખંડથી લગભગ 17 કી.મી. અને ભવાલીથી 9 કી.મી. છે.

આ માહિતી પુણ્યદર્શન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.