“કંઈક તો હશે” – ખુશી હશે કે ગમ હશે… વાંચો માનવ જીવન સાથે જોડાયેલી કવિતા.

0
565

ખુશી હશે કે ગમ હશે, કંઈક તો હશે,

સત્ય કે ભરમ હશે, કંઈક તો હશે.

બન્ને ને માટે જાવું પડશે જગત કને,

મરહમ અગર જખમ હશે, કંઈક તો હશે.

દવાઓ ને દુવાઓ અપનાઓ બેઉ ને,

મૃ ત્યુઅગર જીવન હશે, કંઈક તો હશે.

ચારે તરફ છે મહેફિલ, જોતા રહો બધે,

કાં શરુ કાં ખતમ હશે, કંઈક તો હશે.

બદલાવ ના પ્રયત્ન માં, નિષ્ફળ થઇ શકો,

કાં જીત ના પડઘમ હશે, કંઈક તો હશે.

લોકો ની વાત માનો તો, સમજી ને માનજો,

વાસ્તવ અગર વહમ હશે, કંઈક તો હશે.

ચાહો જો પ્રેમ થી તો, પછી બીક ન રાખો,

સિતમ અગર ક્રરમ હશે કંઈક તો હશે.

ઈશ્વર ના કાર્ય સામે ન પ્રશ્નો ઉઠાવશો,

ધરમ કે મરમ હશે, કંઈક તો હશે.

– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ.

કાનકુવર ને રાધારાની.