જાણો ક્યારે છે માગશર માસની કાલાષ્ટમી, જાણો તેની તિથી, મુહુર્ત અને પૂજા વિધિ.

0
834

આ દિવસે કરો વિધિ પૂર્વક કાલ ભૈરવની પૂજા અર્ચના અને વ્રત, તેઓ થશે પ્રસન્ન અને આપશે આશીર્વાદ.

ભગવાન શિવના રુદ્ર રૂપ કાલ ભૈરવની પૂજા દર મહિનાના વદ પખવાડિયાની આઠમના દિવસે કરવાનો રીવાજ છે. હિંદુ પંચાંગ મુજબ દર મહિનાના વદ પખવાડિયાની આઠમની તિથીના રોજ વિધિ પૂર્વક પૂજા અર્ચના અને વ્રત વગેરે કરવામાં આવે છે. આ દિવસે ઘણા પ્રકારના ઉપાય કરી ભગવાન કાલ ભૈરવને પ્રસન્ન કરવામાં આવે છે. માગશર માસની આઠમ તિથી 27 ડીસેમ્બર, સોમવારના રોજ છે. તેને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ છે કે કાલ ભૈરવ ભગવાન શિવનું વામમાર્ગી સ્વરૂપ છે. તેમની તાંત્રિક પૂજાનું વિશેષ મહત્વ છે. પણ ગૃહસ્થ લોકો સાત્વિક વિધિથી પણ કાલ ભૈરવની પૂજા કરી શકે છે. આવો જાણીએ માગશર માસની કાલાષ્ટમી તિથી, મુહુર્ત અને પૂજા વિધિ વિષે.

કાલાષ્ટમીની તિથી અને મુહુર્ત : માગશર માસના વદ પખવાડિયાની આઠમ તિથીના દિવસે આવનારી કાલાષ્ટમીના રોજ વિધિ પૂર્વક પૂજા કરવામાં આવશે. પંચાંગ મુજબ આઠમ તિથી 26 ડીસેમ્બરની રાત્રે 08 વાગીને 08 મીનીટે શરુ થશે. અને 27 ડીસેમ્બરની સાંજે 07 વાગીને 28 મીનીટે સમાપ્ત થશે. ઉડ્યા તિથી અને પ્રદોષ કાળ 27 ડીસેમ્બરના રોજ આવવાને કારણે આઠમ તિથી 27 ડીસેમ્બરના રોજ જ માન્ય રહેશે. ધાર્મિક માન્યતા છે કે કાલભૈરવની પૂજા પ્રદોષ કાળમાં કરવી લાભદાયક રહે છે.

કાલાષ્ટમીની પૂજા વિધિ : માન્યતા છે કે કાલ ભૈરવની પૂજા કરવાથી કાળ એટલે કે મ-રુ ત્યુનો ભય દુર થઇ જાય છે. બધા પ્રકારના યંત્ર, મંત્ર, તંત્ર, નિષ્પ્રભાવી થઇ જાય છે અને ભૂત પ્રેત બાધા માંથી મુક્તિ મળે છે.

કાલાષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. આખો દિવસ ફળાહાર વ્રત કરો અને પ્રદોષ કાળમાં પૂજા કરો.

કાલાષ્ટમીના દિવસે મંદિર કે કોઈ પણ સ્વચ્છ સ્થાન ઉપર પૂજા કરી શકાય છે. કોઈ પણ સ્વચ્છ સ્થાન ઉપર કાલભૈરવની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. ચારે તરફ ગંગાજળ છાંટો અને તેમને ફૂલ અર્પણ કરો.

ભગવાન કાળ ભૈરવની ધૂપ દીવાથી પૂજા કરી નારીયેળ, ઈમરતી, પાનનો ભોગ ચડાવો.

કાલભૈરવ સમક્ષ ચૌમુખી (4 દિવેટ વાળો) દીવો પ્રગટાવો. પૂજા દરમિયાન ભૈરવ ચાલીસા અને મંત્રોના પાઠ કરો.

પૂજાના અંતમાં આરતી જરૂર કરો. અને કાલ ભૈરવના આશીર્વાદ પ્રાપ્ત કરો.

નોંધ : અહિયાં રજુ કરવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અહિયાં જણાવવું જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લેતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.