જાણો કયો પાંડવ કળિયુગમાં ક્યાં અને કોના ઘરમાં જન્મ થયો હતો, વાંચો પાંડવોની પુનર્જન્મની સ્ટોરી. ભવિષ્ય પુરાણમાં અશ્વત્થામા દ્વારા પાંડવ પુત્રોના વધનું અને ત્યાર પછી પાંડવો દ્વારા શિવજી સામે યુદ્ધનું વિસ્તારથી વર્ણન છે. ભવિષ્ય પુરાણમાં જ એ જણાવ્યું છે કે શિવજી સામે યુદ્ધ કરવાને કારણે પાંડવોને કલયુગમાં પુનઃ જન્મ લેવો પડ્યો હતો. આવો જાણીએ વિસ્તારથી આ પ્રસંગને.
ભવિષ્યપુરાણ મુજબ, અડધી રાતના સમયે અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય ત્રણે પાંડવોની શિબિર પાસે ગયા અને તેમણે મનમાં ને મનમાં ભગવાન શિવની આરાધના કરી તેને પ્રસન્ન કરી લીધા. એટલે ભગવાન શિવે તેને પાંડવોના શિબિરમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી દીધી. ત્યાર પછી અશ્વત્થામામાં પાંડવોની શિબિરમાં ઘુસીને શિવજી પાસેથી પ્રાપ્ત તલવારથી પાંડવોના તમામ પુત્રોનો વધ કરી દીધો અને ત્યાંથી જતા રહ્યા.
જયારે પાંડવોને તેના વિષે ખબર પડી તો તેમણે તેને ભગવાન શિવનું જ કૃત્ય સમજીને તેની સાથે યુદ્ધ કરવા માટે જતા રહ્યા. જેવા જ પાંડવ શિવ સાથે યુદ્ધ કરવા માટે તેમની સામે પહોચ્યા તેના તમામ અસ્ત્ર-શસ્ત્ર શિવજીમાં સમાઈ ગયા અને શિવજી બોલ્યા તમે બધા શ્રીકૃષ્ણના ઉપાસક છો એટલા માટે આ જન્મમાં તમને આ અપરાધનું ફળ નહિ મળે, પરંતુ તેનું ફળ તમને કલયુગમાં ફરીથી જન્મ લઈને ભોગવવું પડશે.
ભગવાન શિવની એ વાત સાંભળીને બધા પાંડવો દુઃખી થઇ ગયા અને તે વિષયમાં વાત કરવા માટે શ્રીકૃષ્ણ પાસે પહોચી ગયા, ત્યારે શ્રીકૃષ્ણએ તેને જણાવ્યું કે ક્યા પાંડવ કલયુગમાં ક્યાં અને કોના ઘરે જન્મ લેશે.
કલિયુગમાં ફરી જન્મ્યા હતા પાંડવ
ભવિષ્યપુરાણ મુજબ, કલિયુગમાં યુધીષ્ઠીર વત્સરાજ નામના રાજાના પુત્ર બન્યા અને કલિયુગમાં તેમનું નામ મલ્લખાન.
કલિયુગમાં ભીમ વીરણના નામથી જન્મ્યા હતા અને તે વનરસ નામના રાજ્યના રાજા બન્યા.
કલિયુગમાં અર્જુનનો જન્મ પરીલોક નામના રાજાને ત્યાં થયો અને તેમનું નામ હતું બ્રહ્માનંદ.
કલિયુગમાં નકુલનો જન્મ કાન્યકુબ્જના રાજા રત્નભાનુ થયો, તેમનું નામ હતું લક્ષણ.
કલિયુગમાં ધ્રુતરાષ્ટનો જન્મ અજમેરમાં પૃથ્વીરાજના રૂપમાં થયો અને દ્રૌપદીએ તેમની પુત્રીના રૂપમાં જન્મ લીધો, જેનું નામ વેલા હતું.
કલિયુગમાં મહાદાની કર્ણએ તારક નામના રાજાના રૂપમાં જન્મ લીધો.
કલયુગમાં સહદેવે ભીમસિંહ નામના રાજાના ઘરે દેવીસિંહ નામથી જન્મ લીધો.
આ માહિતી અજબગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.