કેમ કાપ્યું હતું કાલ ભૈરવે બ્રહ્માજીનું પાંચમું શીશ?

0
461

બ્રહ્માજીના પાંચમા માથાએ શિવ વિષે બોલ્યું કંઈક એવું કે કાલ ભૈરવે કાપી નાખ્યું તે માથું.

શિવની ક્રોધાગ્નિનું વિગ્રહ રૂપ કહેવાતા કાલભૈરવનું અવતરણ શિવજીમાંથી જ થયું હતું. તેમની પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા, જાદુ-ટોના, ભૂત-પ્રેત વગેરેનો ભય નથી રહેતો. કાલ ભૈરવના પ્રાગટ્યની કથા સ્કંદપુરાણના કાશી-ખંડના 31 માં અધ્યાયમાં છે.

કથા કાલ ભૈરવની : કથા અનુસાર એક વાર દેવાતાએ બ્રહ્મા અને વિષ્ણુજીને વારાફરથી પૂછ્યું કે, આ જગતમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? તો સ્વાભાવિક રીતે તેમણે પોતાને શ્રેષ્ઠ જણાવ્યા. દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું તો જવાબ આવ્યો કે, જેમની અંદર ચરાચર જગત, ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન સમાયેલું છે, અનાદિ અનંત અને અવિનાશી છે તે ભગવાન રુદ્ર જ છે.

વેદ શાસ્ત્રો પાસેથી શિવજી વિષે આ બધું સાંભળ્યા પછી બ્રહ્માએ પોતાના પાંચમા મુખથી શિવજીની નિંદા કરી. તેનાથી વેદ દુઃખી થયા. તે સમયે એક દિવ્યજ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રકટ થયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, હે રુદ્ર તમે મારા જ માથામાંથી જન્મયા છો. વધારે રડવાને કારણે જ મેં તમારું નામ ‘રુદ્ર’ રાખ્યું છે, એટલે તમે મારી સેવામાં આવી જાવ.

બ્રહ્માજીના આ આચરણ પણ શિવજીને ભયાનક ગુસ્સો આવ્યો અને તેમણે ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું કે, તમે બ્રહ્માજી પર શાસન કરો. તે દિવ્ય શક્તિથી સંપન્ન ભૈરવે પોતાના ડાબા હાથની નાની આંગળીના નખથી શિવ પ્રત્યે અપમાન જનક શબ્દ કહેનારા બ્રહ્માના પાંચમા માથાને જ કાપી નાખ્યું. શિવના કહેવા પર ભૈરવ કાશી આવ્યા અને ત્યાં તેમને બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી. રુદ્રએ તેમને કાશીના કોટવાલ તરીકે પસંદ કર્યા. આજે પણ તે કાશીના કોટવાલના રૂપમાં પૂજાય છે. તેમના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે.

ભગવાન કાલ ભૈરવ સાથે જોડાયેલા અમુક તથ્ય :

(1) કાલ ભૈરવ ભગવાન શિવનું અત્યંત ઉગ્ર તથા તેજસ્વી સ્વરૂપ છે.

(2) દરેક પ્રકારના પૂજન, હવન, પ્રયોગમાં રક્ષા હેતુ તેમનું પૂજન થાય છે.

(3) બ્રહ્માજીના પાંચમાં શીશનું ખંડન ભૈરવે જ કર્યું હતું.

(4) તેમને કાશીના કોતવાલ માનવામાં આવે છે.

કાલ ભૈરવ મંત્ર અને સાધના:

મંત્ર : ૐ ભ્રં કાલભૈરવાય ફટ.

સાધના વિધિ : કાળા રંગનું વસ્ત્ર પહેરી તથા કાળા રંગનું આસન પાથરીને, દક્ષિણ દિશા તરફ મોં કરીને બેસો તથા ઉપર જણાવેલ મંત્રની 108 માળા જપો.

લાભ : આ સાધનાથી ભયનો વિનાશ થાય છે.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.