કાળીતલાવડીના વંકા વીરની આ સ્ટોરી વાંચીને ખબર પડશે કે કચ્છની ધરતી પર કેવી નિડર રૈયત થઈ ગઈ છે.

0
651

કાળીતલાવડીનો વંકો વીર :

રાતનો સમય હતો, ભૂજની બજારમાં કાલા કપાસ વેચી વંકોઆહીર પોતાના જાતવાન બળદોને ડચકારતો ગાડુ લઈ પોતાના ગામ કાળીતલાવડી તરફ પાછો ફરી રહ્યો હતો. ભૂજથી નીકળતા મોડું થતા ઉતાવળે બળદોને હાંકતા કુપમા થઈ લાખોંદની સીમ વટાવી તે ઘેર પહોંચવા ઉતાવળો થયો હતો. બળદો રસ્તાના જાણકાર હોય રેવાળ ચાલે ઘર તરફ ઉતાવળે પગે આગળ વધી રહ્યા હતા.

માગસર માસના કૃષ્ણપક્ષની રાત હોય અંધારાના ઓળા મારગ પર પથરાયેલા હતા. પણ વંકા આહીરને તેની ક્યાં પરવાહ હતી, તે તો રામાપીરનો હેલો ગુનગુનાવતો ગાડુ લઈ આગળ વધી રહ્યો હતો. પોતાના ગામ કાળીતલાવડીની સીમ શરૂ થતા હવે ઘેર પહોંચવાની ઝાઝી વાર ન હતી. ત્યાં અચાનક બળદો ભડકતા વગડાનો જાણકાર વંકાઆહીરે સાવધાન થતા ગાડામાં પડેલ બાવળનું આડું હાથમાં લીધું હતું.

વંકોઆહીર વધુ કંઈ વિચારે એ પહેલા માર્ગના કિનારે આવેલા લીમડાના ઝાડમાં છુપાઇને બેઠેલા ચિત્તાએ અચાનક બળદ ઉપર તરાપ મા રીહતી. અંધારી રાતમાં તરાપ મા રતા ચિત્તાની ઝગારા મારતી આંખો જોઈ વંકા આહીરે પળનોય વિલંબ કર્યા વગર આડાનો છુટો ઘા કર્યો હતો. ચિત્તો બળદ સુધી પહોંચે એ પહેલા જ વંકા આહીરના આડાએ હવામાં જ તેની ખોપરીનો ભૂક્કો બોલાવી દેતા તે મ રણને શરણ થયો હતો.

ચિત્તા રૂપી માથેથી ઘાત ટળતા વંકો આહીર જાણે કાંઈ બન્યું ન હોય તેમ બળદોને ડચકારતો રામાપીરનો હેલા ગાતો ગાતો ઘેર પહોંચ્યો હતો. બીજા દિવસે સવારે લોકોએ કાળીતળાવડીના માર્ગે નીકળતા રસ્તા વચ્ચે ચિત્તાને મ રેલો જોતા કચ્છના રાજાને તેની જાણ કરવામાં આવી હતી. અને એ સાથે કચ્છના રાજા ખેંગારજી બાવાના આદેશનો ભંગ કરી ચિત્તાનો શિકાર કરનારને પકડવાની તપાસ શરૂ થઈ હતી. એ વખતે કચ્છ પર શાસન કરતા ખેંગારજી બાવાએ પોતાના રાજમાં ચિત્તાનો શિકાર કરનારને છ માસની સજા જાહેર કરેલ હતી.

પોલીસે તપાસ કરતા ચિત્તાને મા રના ર કાળી તળાવડીના વંકા આહીરને પકડી લીધો હતો. ભૂજની કોર્ટમાં કેસ ચાલતા વંકા આહીરે ચિત્તા મા રયાનો ગુનો કબુલ કરી લેતા તેને છ માસની સજા કરવામાં આવતા જેલને હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે કચ્છના રાજા ખેંગારબાવાને એક આડાના ઘાથી ચિત્તાને કાળીતળાવડીના વંકાઆહીરે મા રીનાં ખ્યાની વાત સાંભળી ત્યારે તેને ભારે નવાઈ લાગી હતી.

કચ્છનો રાજા જાણતો હતો કે ચિત્તાને બન ડુકની ગોળીએ મા રવોપણ મુશ્કેલ હોય ત્યાં એક આડાના ઘાથી ચિત્તાને મા રના ર વંકાઆહીરને પોતાની સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજદરબારમાં હાજર થયેલા ઘેરદાર ચોરણા માથે કેડીયુ અને માથે બાંધેલા સફેદ રુમાલમાં શોભી રહેલા પડછંદ કાયા ધરાવતા વંકોઆહીરને કચ્છના ધણી ખેંગારજી બાવાએ કહ્યું હતું.

“વંકા, તું જાણશ કે રાજમાં ચિત્તાનેમા રવો ગુનો છે?”

“બાપુ, માફ કરજો રાજનો ગુનો કર્યો છે પણ જાનવરના હાથે કમો તેમ રવા કરતા રાજાને હાથે મ-ર-વું ભાગ્યશાળીને નસીબ હોય છે !”

નિડર વંકાઆહીરનો જવાબ સાંભળી ખુશ થયા હતા.

”વાહ, વંકા તારા જેવી નિડર રૈયત કચ્છમાં વસે છે ત્યાં સુધી કચ્છની ધરા ઉજ્જવળ રહેશે !” કચ્છના ધણીએ સિંહાસન પરથી ઉભા થઈ વંકાઆહીરની પીઠ થાપડી શિરપાવ સાથે સજામુક્ત કર્યો હતો.

લેખક : જયંતિભાઈ આહીર.