“કાળુભાના કુંવર” એક નરવીરની બેનની વ્યથા વ્યકત કરતો આ રાસડો દરેકે વાંચવો જોઈએ.

0
940

એવી સુની રે ડેલી ને સુના ડાયરા…

સુના છે કાંઇ રામવાળાના રાજ રે…

કાળુભાના કુંવર! આવા રે બા’રવટાં નો’તાં ખેડવા.

પરથમ ભાંગી પોતાની વાવડી,

પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે

કાળુભાના કુંવર……..

હાથમાં મીંઢોળ વાળાને શોભતો,

મોતને માંડવ બાંધવા તોરણ જાય રે….

કાળુભાના કુંવર…….

પાટું રે મારી પટારો તોડ્યો,

વાગી છે કાંઇ ડાબા પગે ચુંક રે…

કાળુભાના કુંવર…….

પગ રે પાક્યો ને પીડા ઉપડી,

લાગી છે કાંઇ અંગેઅંગમાં લાય રે

કાળુભાના કુંવર……..

બાબી સરકારની ફોજો ઉપડી,

બોરીયે ગાળે ખેલાણાં ઘમસાણ રે

કાળુભાના કુંવર…….

ખુંટલ મેરુએ તને છેતર્યો,

ભાંગી મારા મામેરાંની છાબ રે…

કાળુભાના કુંવર…….

એવી સુની રે ડેલી ને સુનાં ડાયરાં,

સુના છે કાંઇ રામવાળાના રાજ રે…….કાળુભાના કુંવર ! આવા રે બા’રવટાં નો’તાં ખેડવા.

(આ ગીત ગાતા લાખુબેનને શું થતું હશે એ અનુભવવું હોય, તો એકવાર ભીખુદાનભાઇના કંઠેથી આ ગીત સાંભળો.)

એક નરવીરની બેનની વ્યથા વ્યકત કરતો “કાળુભાના કુંવર” નામનો આ રાસડો સદાય અમર રહેશે.

ધારી-અમરેલી ધ્રુજતા,ખાંભા થરથર થાય,

દરવાજા દેવાય, ઇ તો રોંઢે દી’ એ રામડા !

વાટકી જેવડી વાવડી,રાવણ જેવો રામ,

ગાયકવાડી ગામ રફલે દબેડે રામડો !

ગરવો ગઢ ગિરનાર,ખેંગારનો શાપિત ખરો,

સંઘર્યો નહિ સરદાર,(નકર) રમત દેખાડત રામડો.

અંગ્રેજ અને જર્મન બે આથડે બળીયા જોધ્ધા બે,

એવું ત્રીજું તે ગીરમાં રણ જગવ્યું રામડા.

– ઝવેરચંદ મેઘાણી.

સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)