સહદેવ જોશીની અગમવાણી…. કળિયુગ વિશે
કહે સહ્દેવ અમે નહિ રહિયે પાંડવો,
ઐસા કલજુગ આવેગા
જે ઠેકાણે મારો હંસો રાજા બેસતો,
ત્યાં બંગલા આસન વારેગા
સોનાની થાળીમાં બ્રાહ્મણો જમતા,
એ દીધેલા દાન ના લેતા રે
આજના બ્રહ્મનો ઘેર ઘેર ફરે,
ભિક્ષા માગી લાવે ગા
બ્રાહ્મણના ઘરે બકરી દુજે,
ધોબી ને ઘરે ગાવડીયા
અધર્મી ને ઘરે તુલસીનો ક્યારો,
ઉચ્ચ વરણ વહાં જાયેગા
બ્રાહ્મણ અને વાણીયા ધાડુ પાડશે,
ઓલા બાવા દુકાનનું માડેગા
સગા ભાયનુ, સારુ દેખી,
આંખે અંધારા આવેગા
સાળો આવે, તેને સારું લગાડે,
ભાઈ આવે તો ઘેર, વેરીડા
સાળી ને, તો એ સાડલો પેરાવે,
ને બેની રોતા જાવેગા
બેટો બાપના કહ્યા કરે નહીં
એ તો, પુત્ર પરણાવી ઘર આવેગા
પરણ્યા પછી પાંચમે દિવસે
વહુ, કેસે તેમ ચાલેગા
ગુણવંતી નારી મર્યાદા મુકશે
ગુણીકા ઘૂંઘટ તાનેગા
દીકરીને પૈસે પિતા પરણસે,
ઐસા કલજુગ આવેગા
એ પાંચ પાંડવ અને માતા કુંતા,
એતો હાડ હિમાળે ગાળેગા
સહદેવ જોષીએ આગમ ભાખિયા
જીવેગા વો નર જોવેગા.
(2) સહદેવ જોશીની આગમવાણી જેવું બીજું એક ભજન પુરુ ના મુકતા ઉપરના ભજનમાં જે કડી નથી તે જ મૂકી છે.
ભક્ત કવિ, લાલદાસ
વાલ્મીકિ તુલસીજી કહે ગયે,
ઐસા કલજુગ આવેગા
સંત સાધુ ભક્તન કી સેવા
વિરલા જન કર પાયેગા
ઘર કી સ્ત્રી પર પ્રેમ ન રાખે,
પર સ્ત્રી સે પ્રીત લગાવેગા
ઉસ કારણ સે કુત્તા બંધ કર,
ભસ ભસ કર મ ર જાયેગા
માટે નેકી કરલે પાર ઉતાર લે,
વહા જવાબ ક્યાં સુનાવેગા
લાલદાસ, કહે આ કળજુગમાં
દેવેગા, વો નર પાયેગા.
– સાભાર લાલજી રમતાજોગી (અમર કથાઓ ગ્રુપ)