કાનાની પુજારણની આ કવિતા દ્વારા જાણો તે કાનાથી કેમ રિસાઈ છે?

0
423

તારી સંગ નહી બોલુ નહી બોલુ..

જાને કાના તારી સંગ હવે નહી બોલુ રે.

રાત અધરાત તુ વેણુ વગાડે.

તારી વેણુ ના સૂર મારી નિંદર ઉડાડે રે.

ગોપી ઓ સંગ તુ લીલા રચાવે.

રાધા સંગ તુ રાસ રચાવે રે.

તારી સંગ નહી બોલુ નહી બોલુ..

જાને કાના તારી સંગ હવે નહી બોલુ રે.

વિનવી વિનવી ને હું થાકી

તો પણ ના આવે અમારી સંગાથે રે.

ગોકુળ વૃદાંવન મા લીલા કરતો.

પણ મારે આંગણીયે દરશન ના દેતો રે.

તારી સંગ નહી બોલુ નહી બોલુ..

જાને કાના તારી સંગ હવે નહિ બોલુ રે.

મથુરા તારુ દ્રારકા તારુ ..

પાંડવ નુ ઇન્દ્રપ્રસ્થ હશે તારુ. હશે તુ ત્રણ ભુવન નો નાથ રે.

નામ તારુ રટી થાકુ રે કાના

તો પણ તુ ના સાંભંંળે મારી વાત રે.

તારી સંગ નહી બોલુ નહી બોલુ.

જાને કાના તારી સંગ હવે નહી બોલુ રે.

‘કાજલ’ કહે હું ના રાધા ના મીરાં કે ગોપી

ના સખી ના કોઇ તારી રે.

કાના હું તારી પુજારણ બની જીવુ રે.

જાને કાના તારી સંગહવે નહી બોલુ નહી બોલુ .

હોય તારે ગરજ તો હવે તુ મનાવજે રે..

તારી સંગ નહીં બોલુ નહીં બોલુ .

જાને કાના તારી સંગ હવે નહીં બોલુ રે.

– સાભાર કુંજન પટેલ પરસાણીયા (અમર કથાઓ ગ્રુપ)