જાણો શું થયું જયારે એક કુંભારે ભગવાન શ્રીકૃષ્ણને એક મોટા ઘડાની અંદર સંતાડી દીધા. પ્રભુ શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે ઘણી લીલા કરી છે. શ્રીકૃષ્ણ ગોપીઓની મટુકી ફોડતા અને માખણ ચોરી અને ગોપીઓ શ્રીકૃષ્ણની ફરિયાદ લઈને યશોદા મૈયા પાસે જતી. એવું ઘણી વખત બન્યું.
એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુ શ્રીકૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રીકૃષ્ણ તરફ દોડ્યા. જયારે પ્રભુએ તેની મૈયાનો ગુસ્સામાં જોઈ, ત્યારે તે પણ તેનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા.
ભાગતા ભાગતા શ્રીકૃષ્ણ એક કુંભાર પાસે પહોચ્યા. કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા. પરંતુ જેવા કુંભારે શ્રીકૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા. કુંભાર જાણતા હતા કે શ્રીકૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે. મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે. ભાઈ મને ક્યાંક છુપાવી લો.
ત્યારે કુંભારે શ્રીકૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા. થોડી ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી – શું કુંભાર, તમે મારા કનૈયાને ક્યાય જોયો છે, શું?
કુંભારે કહી દીધું – નહિ મૈયા, મેં કનૈયાને નથી જોયો. શ્રીકૃષ્ણ એ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા. મૈયા તો ત્યાંથી ચાલી ગઈ.
હવે પ્રભુ શ્રીકૃષ્ણ કુંભારને કહે છે – કુંભારજી જો મૈયા જતી રહી હોય તો મને આ મટકા માંથી બહાર કાઢો.
કુંભાર બોલ્યા – એવી રીતે નહીં, પ્રભુજી, પહેલા મને ચોર્યાસી લાખ યોનીના બંધન માંથી મુક્ત કરવાનું વચન આપો.
ભગવાન હસ્યા અને કહ્યું – ઠીક છે, હું તમે ચોર્યાસી લાખ યોનીઓ માંથી મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો મને બહાર કાઢી દો.
કુંભાર કહેવા લાગ્યા – મને એકલાને નહિ, પ્રભુજી, મારા કુટુંબ વાળા તમામ લોકોને પણ ચોર્યાસી લાખ યોનીઓના બંધન માંથી મુક્ત કરવાનું વચન આપો, તો હું તમને આ મટકા માંથી બહાર કાઢું.
પ્રભુજી કહે છે – ચાલો ઠીક છે, તેને પણ ચોર્યાસી લાખ યોનીઓના બંધન માંથી મુક્ત થવાનું હું વચન આપું છું. હવે તો મને મટકા માંથી બહાર કાઢી દો.
હવે કુંભાર કહે છે – બસ પ્રભુજી, એક વિનંતી બીજી છે. તે પણ પૂરી કરવાનું વચન આપી દો, તો હું તમને મટકા માંથી બહાર કાઢીશ.
ભગવાન બોલ્યા – તે પણ જણાવી દે, શું કહેવા માંગે છે?
કુંભાર કહેવા લાગ્યા – પ્રભુજી, જે ઘડા નીચે તમે છુપાયા છો, તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે. મારા આ બળદને પણ ચોર્યાસીના બંધન માંથી મુક્ત કરવાનું વચન આપો.
ભગવાને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ ચોર્યાસીના બંધન માંથી મુક્ત થવાનું વચન આપ્યું.
પ્રભુ બોલ્યા – હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઇ ગઈ, હવે તો મને મટકા માંથી બહાર કાઢો.
ત્યારે કુંભાર કહે છે – હમણાં નહિ, ભગવાન, બસ એક અંતિમ ઈચ્છા બીજી છે. તે પણ પૂરી કરી દો અને તે છે, જે પણ પ્રાણી આપણા બંને વચ્ચે આ સંવાદ સાંભળશે, તેને પણ તમે ચોર્યાસી લાખ યોનીઓના બંધન માંથી મુક્ત કરશો. બસ આ વચન આપી દો તો હું તમને આ મટકા માંથી બહાર કાઢી દઈશ.
કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રીકૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું.
પછી કુંભારે બાળ કૃષ્ણને મટકા માંથી બહાર કાઢી દીધા. તેના ચરણોમાં શાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું. પોતાની આખી ઝુપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા કે પ્રભુમાં વિલીન થઇ ગયા. જરા વિચારો, જે બાળ શ્રીકૃષ્ણ સાત કોસ લાંબા પહોળા ગોવર્ધન પવર્તને તેની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે, તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા.
પરંતુ પ્રેમ વગર રીઝે નહિ નટવર નંદ કિશોર, કોઈ કેટલા પણ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, કેટલું પણ દાન કરે, ભલે કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહી હોય, પ્રભુ શ્રીકૃષ્ણ મળી નહિ શકે.
આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.