કંચન છે કે કથીર એ કસોટી એ જ પરખાય…. વાંચો એક અદ્દભુત રચના જે તમારા હૃદયને સ્પર્શી જશે.

0
356

કંચન છે કે કથીર એ કસોટી એ જ પરખાય,

દોષ ભુલે દુર્જન તણા, વિચારે ન બીજી વાત,

સજ્જન રાખે એક જ રંગ, કરે ભલાઇ ની વાત,

વિપત વહમી આવી પડે ત્યારે છોડે નહી મેદાન,

નિજ કુળના ખમીરની પ્રભુ સાચવી રાખજે શાન,

આપજે સૌને હિંમત, હવે કરજે તુ જ રખેવાળ,

માનવ થાક્યો બહુ મથીને, તુ જ છે એક આધાર.

– સાભાર વિજય વ્યાસ (અમર કથાઓ ગ્રુપ)

મિત્રો સાથે સાથે એક ખુબ જ લોકપ્રિય ગુજરાતી કવિતા પણ વાંચતા જાવ.

મને કહોને પરમેશ્વર કેવા હશે?

ક્યાં રહેતા હશે, શું કરતા હશે?

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,

તારાને ગૂંથનારા કેવા હશે? … મને કહોને

આંબાની ઊંચી ડાળે ચડીને,

મોરોને મૂકનાર કેવા હશે? … મને કહોને

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,

કોયલ બોલાવનાર કેવા હશે? … મને કહોને

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,

ધૂ ધૂ ગજાવનાર કેવા હશે? … મને કહોને

મનેય મારી માડીને ખોળે,

હોંશે હુલાવનાર કેવા હશે? … મને કહોને