કઈંક તો કારણ હશે.
ચાંદો સુરજ ઘડ્યા પછી યે, ઘડ્યા લાખો તારલા,
અમસ્તા ઓછા હશે એ, કઈંક તો કારણ હશે.
સાત સાત સાગરોને, ભર્યા ખારા નીર થી,
પીવાના કામે આવે નહીં, કઈંક તો કારણ હશે.
પ્રેમે હર્યા-ભર્યા દિલ, માનવના-પ્રાણીઓ ના,
છતાંય લો હીની તરસ, કઈંક તો કારણ હશે.
ધરતી આ બધાને પોષે, અન્ન-જળ ને વસ્ત્ર આપે,
મ રણે બધા એમાં ભળે, કઈંક તો કારણ હશે.
સારા સાથે ખોટું સર્જ્યું, ઉત્તમને પણ ઉણપ દીધી,
પૂર્ણ કશું એ, ના સર્જે, કઈંક તો કારણ હશે.
પરિવર્તન ને અધૂરપ અપવાદ નહીં, નિયમ છે,
સાથ તોયે સૌ નિભાવે, કઈંક તો કારણ હશે.
ઈશ્વરે સર્જી દુનિયા, ખામી ને ખૂબીઓ સહ,
ને યુગોયુગ થી ચલાવે, કઈંક તો કારણ હશે.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.