કર્ણાટકના આ શિવ મંદિરોમાં તમને ભગવાન શિવના દરેક સ્વરૂપના થઇ જશે દર્શન.

0
505

એકવાર જરૂર કરવા જોઈએ કર્ણાટકના આ શિવ મંદિરોના દર્શન, એવો અનુભવ થશે જાણે સાક્ષાત શિવજીના દર્શન થયા છે. હિંદુ ધર્મમાં આમ તો ઘણા દેવી દેવતા છે, પરંતુ જે દરજો દેવોના દેવ મહાદેવને આપવામાં આવ્યો છે, તે ભાગ્યે જ કોઈ બીજા ભગવાનને આપવામાં આવ્યો છે. ભગવાન શિવના ભક્તો તેની મૂર્તિઓ અને તેના ભવ્ય મંદિર આખી દુનિયામાં બનેલા છે.

ભગવાન શિવના એવા ઘણા મંદિર પણ છે, જેના સંબંધમાં પૌરાણીક સમય સાથે જોડાયેલો છે. આમ તો દેશ અને દુનિયાના દરેક ખૂણામાં તમને ભગવાન શિવ ભક્ત મળી જશે. પરંતુ આજે અમે તમને કર્નાટકના થોડા એવા મંદિરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં જઈને તમને એવો અહેસાસ થશે કે સમજો કે તમે સાક્ષાત જ ભગવાનના દર્શન કરી લીધા હોય.

મહાબલેશ્વર મંદિર : આ કડીમાં અહિયાં અમે જે મંદિરનું સૌથી પહેલા વર્ણન કરવા જઈ રહ્યા છે તે છે મહાબલેશ્વર મંદિર. તેની સુંદરતા માટે લોકો વચ્ચે પ્રસિદ્ધ મહાબલેશ્વર મંદિર, ગોકર્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરો માંથી એક માનવામાં આવે છે, જે ઉત્તરી કન્નડ જીલ્લામાં રહેલું છે. આ મંદિરમાં એક શિવલિંગ સ્થિત છે જે ઘણા સમયથી અહિયાં આવતા શ્રદ્ધાળુઓ વચ્ચે ઘણું પ્રસિદ્ધ છે. આ શિવલિંગને આત્મલિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં આવેલા આ શિવલિંગને એટલું જ પવિત્ર માનવામાં આવે છે જેટલું કાશીના બાબા વિશ્વનાથને માનવામાં આવે છે.

હિંદુઓના સાત પવિત્ર મુક્તિ ક્ષેત્રો માંથી એક સ્થાન આ મંદિરને પણ આપવામાં આવે છે. જો તમે ક્યારે પણ આ મંદિરમાં દર્શન માટે જાવ તો તમારે અરબ સાગરમાં સ્નાન કરીને ડૂબકીનો આનંદ જરૂર ઉઠાવવો જોઈએ. આ મંદિરની બનાવટને સંપૂર્ણ રીતે દ્રવિડ શૈલી મુજબ બનાવવામાં આવ્યું છે. ભગવાન શિવના આ સુંદર મંદિર સફેદ ગ્રે-નાઈટના પથ્થર માંથી બનાવવામાં આવ્યું છે.

આ મંદિરની શિવલિંગ વર્ગાકાર પીઠના રૂપમાં છે. તે ઉપરાંત આ મંદિર વચ્ચે એક છિદ્ર છે. આ છિદ્ર માંથી મંદિરમાં રહેલા શિવલિંગ સ્પષ્ટ જોઈ શકાય છે. હિંદુ ધર્મમાં ભગવાન શિવના આ મંદિરની ઘણી માન્યતા છે, તેથી જીવનમાં જો તમને ક્યારે પણ તક મળે તો આ મંદિરમાં જરૂર આવવું જોઈએ. શિવરાત્રીના દિવસે આ મંદિરમાં ઘણી ભીડ થાય છે.

મુરુદેશ્વર મંદિર : આ કડીમાં અમે ભગવાન શિવના જે બીજા મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિષે માન્યતા છે કે આ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથે છે. ભગવાન શિવનું આ અનોખું મંદિર કર્નાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જીલ્લામાં આવેલુ છે. આ જીલ્લાની ભટકલ તાલુકામાં જ મુરુદેશ્વર મંદિર છે. આ મંદિરની સૌથી સુંદર વાત એ છે કે તે મંદિર અરબ સાગરના કાંઠા ઉપર બનેલું છે. તેથી સમુદ્ર કાંઠાની પાસે હોવાને કારણે જ અહિયાં કુદરતી વાતાવરણ દરેકનું મન મોહી લે છે.

આ મંદિર ઘણું સુંદર હોવા સાથે સાથે ઘણું જ વિશેષ પણ છે. એ એટલા માટે કેમ કે આ મંદિરના પરિસરમાં ભગવાન શિવની એક વિશાળ મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિ એટલી મોટી અને આકર્ષક છે કે તેને દુનિયાની બીજી સૌથી વિશાળ શિવ મૂર્તિ માનવામાં આવે છે. મુરુદેશ્વર મંદિરમાં સ્થાપિત ભગવાન શિવની વિશાળ મૂર્તિની ઉંચાઈ લગભગ 123 ફૂર છે. આ વિશાળ મૂર્તિને એ રીતે બનાવવામાં આવી છે કે તેની ઉપર દિવસ આખો સૂર્યના કિરણો પડતા રહે છે, જેના કારણે તે ચમકતી રહે છે અને ઘણી સુંદર દેખાય છે.

મંજુનાથ મંદિર : આ યાદીમાં રહેલું ત્રીજા નંબરનું મંદિર છે ભગવાન શિવનું સુપ્રસિદ્ધ મંજુનાથ મંદિર. મંજુનાથ મંદિર કર્નાટકના પ્રસિદ્ધ શિવ મંદિરો માંથી એક પ્રસિદ્ધ શિવ મંદિર છે. મંજુનાથ મંદિર કર્નાટકના દક્ષીણ કન્નડ જીલ્લાના ધર્મસ્થળ નગરમાં બનેલું ભગવાન શિવનું એક બીજું ઘણું જ સુંદર મંદિર છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા મંજુનાથના રૂપમાં થાય છે.

કહેવામાં આવે છે કે આ મંદિરમાં સ્થાપિત ભગવાન શિવની મૂર્તિ કાંસા માંથી બનેલી છે. આ મૂર્તિ વિષે એવી માન્યતા છે કે દક્ષીણ ભારતમાં તે તેવા પ્રકારની સૌથી જૂની મૂર્તિઓ માંથી એક છે. આ મંદિરમાં ભગવાન શિવ સાથે ભગવાન ગણેશ, ભગવાન શાસ્તા, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગાપરમેશ્વરી અને ગૌમુખ ગણપતિની મૂર્તિઓ પણ સુશોભિત છે.

આ મંદિર સામે સાત જળકુંડ બનેલા છે, જેની આસપાસ લીલાછમ બગીચા છે અને મંદિરની પાછળ એક કુદરતી ઝરણું વહે છે. આ ઝરણાને ગૌમુખ કહેવામાં આવે છે. તે ઝરણા માંથી જળકુંડોને પાણી મળે છે. મંદિર પરિસરમાં પ્રવેશ કરતા પહેલા શ્રદ્ધાળુ અહિયાં ડૂબકી લગાવે છે અને ત્યાર પછી જ મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે.

શ્રીકંટેશ્વર મંદિર : આ કડીમાં ચોથા અને છેલ્લા મંદિરનું નામ છે શ્રીકંટેશ્વર મંદિર. શ્રીકંટેશ્વર મંદિર કર્નાટક રાજ્યની તીર્થનગરી કહેવાતા નંજનગુડમાં બનેલુ ભગવાન શિવનું એક અતિ સુંદર મંદિર છે. આ એક ઘણું પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા શ્રીકંટેશ્વર નામથી થાય છે. આ મંદિર કાવેરી નદીની સહાયક નદી કપિલાના કાંઠા ઉપર આવેલું છે. ભોલેનાથનું આ મંદિર પણ દક્ષીણ કાશીના નામથી ઓળખવામાં આવે છે. શ્રીકંટેશ્વર મંદિરને નંજુનડેશવર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે.

પૂર્વજો મુજબ આ મંદિરમાં ભગવાન શિવનો વાસ હતો. સ્થાનિક લોકોને એ વાત ઉપર અતુટ વિશ્વાસ છે કે આ મંદિરમાં દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખ અને પીડા દુર થઇ જાય છે. આ મંદિરનું નકશીકામ ઘણી જ સુંદર રીતે કરવામાં આવ્યું છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.