કંસ કિલ્લો : મથુરા જઈ રહ્યા છો તો આ અદ્દભુત કિલ્લામાં જરૂર ફરવા જજો, અદ્દભુત અનુભવ મળશે.

0
528

શ્રીકૃષ્ણની નગરી મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસને સમર્પિત છે આ કંસ કિલ્લો, એકવખત ફરવા જરૂર જજો.

મથુરાનું નામ સાંભળતા જ મગજમાં સૌથી પહેલો વિચાર શ્રીકૃષ્ણ વિષે જ આવે છે. યમુનાના કિનારે આવેલું આ શહેર ઘણી ઐતિહાસિક અને દૈવીક ઈમારત, મહેલ અને પવિત્ર મંદિરો માટે ઓળખવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કે પછી હોળીના તહેવાર ઉપર અહિયાં શ્રીકૃષ્ણના દર્શન કરવા, હોળી રમવા અને બીજા પર્યટન સ્થળો ઉપર ફરવા માટે લાખો ભક્તોની ભીડ જોવા મળે છે.

પરંતુ મથુરામાં કૃષ્ણ મંદિર ઉપરાંત ફરવા માટે સૌથી વધુ પ્રસિદ્ધ કોઈ સ્થળ છે, તો તે છે ‘કંસ કિલ્લો’. આ કિલ્લા વિષે વધુ માહિતી ન હોવાને કારણે હંમેશા પ્રવાસીઓ આ કિલ્લામાં ફરવાનું ભૂલી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસને સમર્પિત આ કિલ્લો પ્રાચીન સમયથી લઈને આજ સુધી પ્રવાસીઓ માટે એક મુખ્ય પર્યટનનું કેન્દ્ર રહ્યો છે. આજે આ લેખમાં અમે તમને કંસ કિલ્લા વિષે થોડા રોચક તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ.

કિલ્લાનો ઈતિહાસ : મથુરામાં યમુના નદીના કિનારે ઘણા પ્રાચીન મહેલ (કિલ્લા) આવેલા છે, પણ આ કિલ્લાઓમાં સૌથી વધુ કોઈ કિલ્લા વિષે વર્ણન થાય છે તો તેનું નામ છે કંસ કિલ્લો. કહેવામાં આવે છે કે આ કિલ્લાનો ઈતિહાસ મહાભારત કાળથી પણ જુનો છે. ઘણા લોકોનું માનવું છે કે, મહાભારત કાળમાં આ કિલ્લો પાંડવો માટે એક વિશ્રામ ગૃહ હતો. ઘણા ઈતિહાસકારનું માનવું છે કે, 16 મી સદીમાં જયપુરના રાજા માન સિંહ દ્વારા આ કિલ્લાનું પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું.

કિલ્લાની વાસ્તુકલા : મથુરામાં એવા ઘણા ઓછા ઉદાહરણ મળે છે જ્યાં એવું જોવા મળે છે કે, કોઈ કિલ્લો કે મંદિર હિંદુ અને મુસ્લિમ શૈલી દ્વારા નિર્મિત હોય. પણ કહેવામાં આવે છે કે, મથુરાનો કંસ કિલ્લો એક એવો કિલ્લો છે જે હિંદુ અને મુગલ બંને શૈલીનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યો છે. કંસ કિલ્લાની દોવાલોમાં હિંદુ દેવી-દેવતાઓની સાથે સાથે મુગલ શૈલીની પણ ઘણી સરસ વાસ્તુકલાનું ઉદાહરણ જોઈ શકાય છે. જોકે ઘણી દીવાલ આજે ખંડેર થઇ ગઈ છે.

શું ખરેખર કિલ્લામાં વેધશાળા હતી? આ કિલ્લાને લઈને એક એવી ધારણા છે કે, આ કિલ્લામાં એક વેધશાળા હતી. કહેવામાં આવે છે કે, મહારાજા સવાઈ જય સિંહે કિલ્લાના પરિસરમાં વેધશાળાનું નિર્માણ કરાવ્યું હતું. પણ હવે તેની કોઈ પણ નિશાની નથી. આજના સમયમાં કંસ કિલ્લાને લઈને વેધશાળા એક કુતુહલનું કેન્દ્ર છે. જે પણ મથુરા ફરવા માટે આવે છે તે આ કિલ્લાની સાથે સાથે વેધશાળા તરફ ધ્યાન જરૂર કરે છે. લાલ બલુઆ પથ્થરમાંથી બનેલા આ કિલ્લામાં એવા ઘણા વિશાળ સ્તંભ છે જે જોવા જેવા છે.

કિલ્લાની આસપાસ ફરવા માટે સ્થળ : એક પ્રસિદ્ધ પર્યટક અને તીર્થ સ્થળ તરીકે પ્રસિદ્ધ મથુરામાં કંસ કિલ્લા ઉપરાંત ફરવા માટે ઘણું બધું છે. જો તમે લઠમાર હોળી રમવા માટે આ વખતે મથુરા જઈ રહ્યા છો, તો ભગવાન શ્રીકૃષ્ણની સખી એટલે રાધા નગરી બરસાના ફરવા માટે જરૂર જજો. તે ઉપરાંત તમે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સાત દિવસ સુધી જે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી ઉપર ઉંચક્યો હતો તે ગોવર્ધન પર્વત પર પણ ફરવા માટે જઈ શકો છો. તે સિવાય તમે કૃષ્ણ જન્મ ભૂમિ મંદિર અને રાધા કુંડ વગેરે સ્થળો ઉપર પણ ફરવા માટે જઈ શકો છો.

કિલ્લામાં ફરવા અને ટીકીટની માહિતી : કંસ કિલ્લામાં ફરવા માટે તમે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે ક્યારે પણ જઈ શકો છો. કોઈ વિશેષ પ્રસંગ ઉપર જ આ કિલ્લામાં જવાની મંજુરી નથી હોતી. કહેવામાં આવે છે કે, આ કિલ્લામાં ફરવા માટે પ્રવાસીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. એટલે કે તમે ટીકીટ વગર આ કિલ્લામાં ફરવા માટે જઈ શકો છો. મથુરા ફરવા માટે ઓક્ટોબરથી એપ્રિલ મહિનાનો સમય બેસ્ટ માનવામાં આવે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.