કાંટાના ઝાંખરા પાસે કોઈ નાનકડું બાળક મૂકી ગયું, પછી જે થયું તે ઘણું બધું કહી જાય છે, વાંચવાનું ચુકતા નહિ.

0
2001

લઘુકથા – ગલુડીયું :

શાળા ઘરથી બહુ દુર ન હતી, રસ્તામાં થોડી વસ્તી વગરની અવાવરુ જગ્યા આવતી. આડોશ પાડોશના બાળકો તો એકલા જ ચાલ્યા જતા, પણ હમણાં જ દાખલ કરેલી દેવીકાને રસ્તાની ટેવ પડે તે માટે, રોજ સવારે તેની મમ્મી મુકવા જતા.

આજે પણ રોજની જેમ બન્ને નિકળ્યા.

રસ્તામાં એકાંતવાળી જગ્યાએ પાંચેક પુરુષો ઉભા હતા.

કોઈ, કાંટાના ઝાંખરા પાસે કપડામાં વિં-ટા-ળીને બાળકને મુકી ગયું છે. જોનારાએ તરત જ પોલીસને જાણ પણ કરી દીધી છે.

બાળક રડી રહ્યું હતું.

દેવીકા બોલી “મમ્મી… ચાલને આને આપણે ઘરે લઈ જઈને દુધ પીવડાવીએ.”

મમ્મીએ કહ્યું “ચાલ નિશાળે મોડું થશે. આને ઘરે ના લઈ જવાય.”

“પણ મમ્મી..” દેવીકા ફરીથી બોલી.. “તે દિવસ એની માં થી છુટું પડી ગયેલું ગલુડીયું ખુબ રોતું હતું. ત્યારે તો તેં જ તેને ઘરમાં લાવીને દુધ પાવાનું કહ્યું હતું ને? ને આને કેમ નહીં?”

મમ્મી પાસે કોઈ જવાબ ન હતો.

– જયંતીલાલ ચૌહાણ ૧૮ -૧૨ -૧૯ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે.)