કંથકોટનો પ્રખ્યાત કુવો છે ‘મોડકુવો’, જાણો તેના ઇતિહાસ વિષે જે ઘણા ઓછા લોકોને ખબર છે.

0
1237

વાગડ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જગ્યા એટલે કંથકોટ, જે કચ્છની પેલી રાજધાની પણ કહી શકાય છે! કંથકોટ ખાતે ફૂલવાડી વિસ્તાર આવેલો છે જ્યાં કંથકોટ ની ધાર ના બને છેડા ભેગા થાય છે, અને કુદરતી ખાંચો આવેલો છે અને ત્યાં નીચે જમીન સપાટ છે અને ત્યાં જવા માટે કંથકોટ ડુંગર ઉપરથી નીચે જવા નો રસ્તો છે. હાલ તો ગાંડા બાવળની વચ્ચે કેડી છે તે કેડી એ ને કેડી એ ત્યાં પહોંચી શકાય છે.

પણ રાજાશાહી ના સમય માં ત્યાં જવા માટે આજે પણ દેખાય છે કે મોટા મોટા કાળા પત્થરો પથરી ને ફૂલવાડી અને મોડ કૂવા સુધી સરસ રસ્તો હતો તે પત્થરો આજે મોજુદ છે! તે પર થી કહી શકાય કે, ત્યારે આ રસ્તો કેવો ભવ્ય હશે. આવી ધાર મા પથ્થરો પાથરી ને છેક નીચે સુધી રસ્તો બનાવેલ છે.

ફૂલવડી માં પહોંચતા જ હાલ એવું લાગે કે, જાણે કોઈ સ્ટેડિયમ કેમ ના હોય એવું કુદરતી ચારેબાજુ ડુંગર અને વચ્ચે ખેતર જેવું લાગે છે. અને ત્યાં વરસાદ માં ઉપર થી ધૂળ આવી ને સરસ રેતાળ ખેતર દેખાય છે અને જે પેલા ફૂલવાડી હતી.

અહીંયા સામે ધાર ના બને છેડા હતા જેને પાળ જેવું પથ્થર થી બાંધી ને આખી દીવાલ કરી નાખી અને કૂદરતી ફૂલવાડી સરસ બની ગઈ હશે. હાલે અહીંયા એક બાવળ નું જુંડ દેખાય છે તેમાં અંદર દાખલ થતાં જ આપણી આંખો પોળી થઈ જાય તેવો ભવ્ય મોડ કુવો આવેલો છે. હાલ તો ત્યાં ઠેર ઠેર અવશેષો વિખરાયેલા જોવા મળે છે, પણ પેલા ના સમય માં આ કૂવા ની કેવી જાહોજલાલી હશે તે તેના પડેલા અવશેષો ઉપર થી કહી શકાય છે. અહીંયા મોડ કૂવામાં કે વાવમાં રાખેલી હશે તે મૂર્તિ આવેલી છે, જે આજે બહાર કૂવા પાસે એમ ને એમ પડી છે. જે કદાચ પાણી ની દેવી ની મુર્તિ હોય શકે એવું લાગે છે.

રામસિંહજી આ કૂવા ની નોંધ તેમની બુક્સ મા લખેલ છે કે, એક ભવ્ય વાવ આવેલી છે અને ત્યારે પણ ખંડેર હાલત માં હતી, પરંતુ આજે છે તેના કરતાં સારી હાલત માં હતી એવી લાગે છે. તેમજ ડો ભુડીયા સાહેબ એ આ કૂવા ની મુલાકાત લીધી, ત્યારે આ કૂવા ના ફોટા છે તે જોતાં ત્યારે સારી હાલત હતી. કૂવા ના થારા દેખાય છે તેમજ ગાંડા બાવળ પણ નથી અને મોડ કૂવા પાસે સરસ કોટ આકાર નો ગોળ કોટ છે, જે મોટા પથ્થરો થી બનાવેલ છે.

હાલ કૂવા મા પાણી નથી અને નીચે કૂવા મા જોતા છેક નીચે કૂવા મા પથ્થરો તૂટી ને પડી ગયેલા જોવા મળે છે. અહીંયા કૂવા ઉપર મોટા મોટા પથ્થરો લાંબા જોવા મળે છે તેની આશરે લંબાઈ ૧૨ ફૂટ હશે તેવી લાગે છે. હાલ આસપાસ મા મોટા પ્રમાણ માં અવશેષો જોવા મળે છે. જો આ મોડ કૂવા નું સમારકામ કે કોઈ ધ્યાન નહિ આપે, તો આપણે આ વિરાસત ને નામશેષ આપણી નજરે જોશું એવું લાગે છે. મોડ કુવો છે કે ત્યાં પેલા વાવ હતી એ કઈ નક્કી થતું નથી બધાજ મોડ કુવો કહે છે, જ્યારે રામસિંહજી રાઠોડ આ કૂવા ને વાવ તરીકે નોંધ કરેલ છે.

કંથકોટ નો કિલો મોડજી ના દીકરા જામ સાડજી એ બાંધ્યો હતો અને તેમના પુત્ર ફુલ અને તેમના પુત્ર લાખો ફૂલની થઈ પ્રખ્યાત થયો હતો, જે લાખો ફુલાણી તરીકે ઓળખાય છે. આ જ વંશ મા પહેલા લાખા ધુરારા એ સિંધ ના સાતે દેશ ના સર્વ સત્તાધીશ હતા. તેમના પ્રથમ રાણીથી મોડજી થયા પણ મોડજીને ગોહિલ રાણી ચંદ્રકુવારબાના પુત્ર એટલે કે ઓરમાં માં ના ભાઈ સાથે રાજગાદી માટે દગો કરેલ તેથી મોડજીને દેશવટો આપેલ હતો.

મોડજી ત્યાં થી કથકોટ ઉપર ચડાઈ કરે છે, જ્યાં કાઠી નું રાજ હતું. ત્યાં આવેલું સૂર્ય મંદિર ત્યાં ની સાક્ષી પૂરે છે. કાઠી ને હરાવી કથકોટ જીતેલુ ત્યાં કીલો તેના પુત્ર જામ સાડ દ્વારા બાંધવામાં આવેલ છે.

કચ્છ ના ચાર ભાગ પડ્યા એટલે કે રતા રાયધનજી ના ચાર પુત્રો ના ભાગ પડ્યા. તેમાં તેના સૌથી મોટા પૂત્ર જામ દેદાજીને વિક્રમ સવંત 1203 માં કંથકોટ ની ગાદી એ રાજતીલાક વિધિ થયેલ હતી. જેમના વંશજોને દેદાણી જાડેજા કહેવાય છે.

ઈસ. ૮૪૩ અને વિક્રમ સંવત ૮૯૯ માં કંથકોટનો કિલ્લો ચણાઈ ગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડ કૂવો બંધાવ્યો હતો. જામ સાડની ચડતી જોઇને તેનો સાળો ધરણ વાઘેલા ને ઇર્ષા આવતા તેનું રાજ્ય પચાવી પાડવા એક દિવસ સાડને મિજબાનીમાં બોલાવી, દગાથીમા રીનાખ્યો હતો!ત્યારે વિક્રમ સવંત ૮૯૯ માં આ ઘટના બની હતી.

જામ સાડનામો તસમયે તેનો પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો. હવે ધરણ વાઘેલાએ ફૂલકુમારનેમા રવાનો નિશ્ચય કર્યો હતો. ત્યારે ફારક નામની દાસી તેને લઈ સિંધ તરફ ભાગી નીકળી. ધરણ વાઘેલા પાછળ જ હતો. દાસીએ પોતાના પુત્ર અને રાજકુમારના વસ્ત્રોની અદલાબદલી કરી ધરણ વાઘેલાએ દાસીના પુત્રને ફૂલકુમાર સમજીમા રીનાખ્યો. ફારક દાસી નિમકહલાલી નિભાવી તેને બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ આવી. ત્યાં તે મોટો થયો હતો.

દાસીએ રાજાને બધી સાચી વાત કરી. દાસીની સ્વામીભક્તિથી ખુશ થઈને પાદશાહે પોતાની પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા હતા. થોડા વર્ષ પછી પોતાના પિતાનું વેર વાળવા મામાનો વ ધકરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો. કચ્છમાં આવી મામા ધરણ વાઘેલાને ફા સીએ ચડાવીમા રીનાખ્યો અને કચ્છ-બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ કિલ્લો ચણાવાનું શરુ કર્યું અને તેનું નામ રાખ્યું ‘બોલાડીગઢ’.

કિલ્લો તૈયાર થયો, વિકસ્યો. થોડા વર્ષો બાદ એક દિવસ રાજમહાલયના ઝરૂખામાંથી રાજા જામ ફૂલની દ્રષ્ટિ પાડાને થપાટ મારતી અત્યંત સ્વરૂપવાન યુવતી પર પડે છે. એ યુવતી એટલે સોનલ.

રાજા જામ ફૂલ અને સોનલના લગ્ન થયા. રબારીની અપ્સરા જેવી દીકરી રાણી થઈ. જામ ફૂલને અન્ય ચાર રાણીઓ હતી. જામ ફૂલ અને સોનલને પુત્ર લાખો જન્મ્યો. અત્યંત સ્વરૂપવાન અને નીડર સોનલ અને લાખો રાજાના ખુબ જ માનીતા થઇ ગયા હતા. આથી અન્ય રાણીઓની ઈર્ષા અને અદેખાઈ દિવસે ને દિવસે વધવા લાગી હતી વર્ષો વીતવા લાગ્યા લાખો મોટો થઈ રહ્યો હતો.

વસંતઋતુના સમયે રંગમહાલયમાં વસંતનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. સૌ એકમેક પર કેસુડાના લાલ રંગની પિચ કારીઓ છોડી રહ્યા હતા. લાખાકુમાર પોતાની ભાભીઓ સાથે રંગે રમી રહ્યો હતો. રંગ ઉડાડતા-ઉડાડતા પોતાની ઓરમાન માતા સોઢી રાણી પાસે પંહોચી રંગ નાખી બેઠો. રાણી ગુસ્સે થઈ સાવકો દીકરો માતા પર રંગ નાખી જ કઈ રીતે શકે? લાખાએ પગમાં પડીને માફી માંગી પણ સોઢી રાણી ક્રોધાયમાન થઈ જામ ફૂલને ફરિયાદ કરી.

માતાની સાથે હોળી ખેલવાની મર્યાદા લાખાએ ઓળંગી છે, એ જાણીને જામ ઉશ્કેરાઈ ગયો લાખાનો એક પણ શબ્દ સાંભળ્યા વગર, પોતાની સૌથી વહાલી રાણીના કુંવરને આવેશમાં આવી તે બોલી ઉઠ્યો “જા! તને હું દેશવટો આપું છુ. નીકળી જા મારા દેશમાંથી.” લાખાનું અંતર ઉકળી ઉઠ્યું. તિરસ્કૃત થયેલો લાખો ત્યાર ના રીવાજ મુજબ કાળા ઘોડા પર કાળા લૂગડાં પહેરીને સીમા બહાર નીકળી ગયો હતો!

લાખો ફરતો-ફરતો સામંતસિંહ ચાવડાના અણહિલપુર પાટણ પહોંચ્યો. એ સમયે ત્યાં રાજખટપટથી ભારે અશાંતિ, તંગદીલી સર્જાઈ હતી! લાખાએ પોતાની કુનેહ અને કાર્યકુશળતાથી રાજ્યમાં શાંતિ, સમૃધ્ધિ પાછા લાવ્યા અને તેના જેવા મહાન પરાક્રમી અને પ્રતાપી વીરને અનાયાસે પોતાના રાજ્યે આવી પડેલો જોઈ સામંતસિંહે ઈશ્વરનો આભાર માન્યો હતો. પોતાની પ્રસન્નતાની ભેટરૂપે લાખાને રાજ્યનો જમાઈ બનાવ્યો જામ ફૂલ અને સોનલપુત્ર લાખો હવે જામ લાખા ફુલાણીના નામે ઓળખાવા લાગ્યો હતો!

લાખાના કચ્છ છોડી ગયા પછી કચ્છમાં ઉપરા-છાપરી હોનારત સર્જાવા લાગી હતી. જામ ફૂલની રાણી ધાણ વાઘેલી દુનિયા છોડી ચુકી હતી! ફૂલ જામ પોતે સ્વર્ગવાસી થયા હતા! વરસાદ તો લાખાની વિદાયથી જાણે રિસાયો જ હોય તેમ બિલકુલ બંધ જ થઇ ગયો હતો.

પશુપાલકો સિંધ અને કાઠીયાવાડ જવા લાગ્યા. બાકીના પશુઓ ટપોટપમ રવા લાગ્યા હતા. ખેડૂતોની આવી દુર્દશા અગાઉ ક્યારેય થઈ નોતી. આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાસ બોલાવ્યો હતો. એક વખતનો ફૂલોફાલ્યો કચ્છડો બેહાલ સ્થિતિમાં આવી પડ્યો હતો. આ સંજોગોમાં જામ ફૂલના અન્ય કુમારોમાં પ્રજાને રાહત આપવાની શક્તિ કે તેજ જ ન હતું.

હવે, કચ્છની પ્રજાને લાખો સાંભર્યો. લોકોને થયુ કે, લાખોકુમાર પાછો ફરે તો જ કચ્છની હાલત સુધરે. કચ્છના આવા સમાચાર સાંભળી લાખાને આંચકો લાગ્યો. તરત જ તે સામંતસિંહ ચાવડાની રજા લઇ પોતાના પ્રિય વતન તરફ જવા નીકળી પડ્યો. લાખાના કચ્છમાં આવતા જ બારે મેઘ તૂટી પડ્યા હતા અને ચોમેર જળબંબાકાર થઇ ગયું હતું. ધરતી લીલીછમ થઇ ગઈ હતી. માલધારીઓની ઓથો ફરવા લાગી હતી. કહેવાય છે કે એ અષાઢનો પહેલો દિવસ હતો અને તેના બીજા દિવસે માલધારીઓએ મેઘના અવતારસમા લાખાને મુખી બનાવ્યો. તે દિવસથી કચ્છ એકસુત્રે બંધાયું હતું. એ દિવસ એટલે ‘આષાઢી બીજ’. આપણા-કચ્છીઓના નવા વર્ષ તરીકે ઓળખાય છે!

ત્યારથી આજ સુધી અષાઢ સુદ બીજના દિવસે મેઘ અચૂક વરસે એ ખાતરી સાથે કચ્છવાસીઓ ‘અષાઢી બીજ’ ધામધૂમથી ઉજવી રહ્યા છે. પ્રણય, બલિદાન અને સાહસકથાઓથી તરબતર કચ્છની ભૂમિ કચ્છનો ગરવો ઇતિહાસ આવી ઘણી બધી ઘટનાઓ, કથાઓ, ગાથાઓ, દંતકથાઓ, સંતો, ભક્તો, ચારણો, ભાટ કેટકેટલાય મહાપુરુષો અને મહાનુભાવો ધરબીને બેઠો છે.

– સાભાર દીપિકા રાષ્ટ્રવાદી (આપણો ઇતિહાસ ગ્રુપ)