કન્યા વિદાય : જાણો એક અનોખા કરુણા ભરેલા પ્રસંગ વિષે.

0
1822

લોક સંસ્કૃતિ માં કન્યા વિદાય વસમી અમે અતિશય કરુણ રસ ભરેલી દુઃખદાયક હોય છે એક બાપ પોતાની દીકરીને વિદાય કરતો… હોય ત્યારે એ દ્રશ્ય જોઈને કુદરત પણ રડવા માંડે છે. આપણે ઇતિહાસમાં જઈએ તો સંકુતલા ના વિદાય વખતે કવિ કાલિદાસે ઋષિમુનિઓ ને રડતા બતાવ્યા પણ શકુન્તલાએ પાડેલા મૃગશિશુ, લતા ઓ અને પણૅકુટિ, જંગલ, વનરાઈ ને રડતા બતાવી આ વિદાયની કરુણતા ના રસ ની અદભુત ઝાંખી કરાવી છે.

કન્યા પરણે એટલે એની જવાબદારી વધી જાય સાસરે જઈને પતિને તો રાજી રાખવાનો જ હોય પરંતુ સાથે સાથે સાસુ-સસરાની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે આ એક પરણેલી કન્યા માટે નવી જવાબદારી બની રહે છે.

આપણી લોક સંસ્કૃતિમાં કરુણ રસ ભરેલાં પ્રસંગોમાં કન્યા વિદાય એક અનોખી કરુણા ભરેલો પ્રસંગ છે. આ રીતે કન્યા વિદાય આ વખતે આખું ગામ કરુણા ભરેલા રસ હીબકે ચડેલું જોવા મળે છે.

ગીત :

જાયુ પરાયુ ધન, મુજી આઈયલ મા..

ધિલગીર મ થી,..મુજી આઈયલ મા..

ભાવાર્થ : કચ્છી માં ગીત એમ કહેવા માગે છે કે દીકરીઓ એ તો પારકી થાપણ કહેવાય અને દીકરીને પોતાના પિતાનું ઘર મૂકીને આખરે સાસરે જવું જ પડે છે આ આપણી અમૂલ્ય સંસ્કૃતિ આપણા સંસ્કાર ભરેલા ગીતો આપણાથી કેમ ભુલાય?

જય માતાજી R.P.

લેખન.. જામ અબડાજાડેજા રતનસિંહ .પી.

જખૌ- અબડાસા -કચ્છ