કરજવાળી લક્ષ્મી : દેવું કરીને દીકરીના લગ્ન કરનાર પિતાઓએ જરૂર વાંચવી જોઈએ આ સ્ટોરી.

0
987

સુરેશ અને તેનો મિત્ર મયંક જલ્દી જ મિત્રમાંથી સંબંધી બનવાના હતા, કારણ એ હતું કે સુરેશના પુત્રના લગ્ન મયંકની દીકરી સાથે થવાના હતા. બંને એ વાત પર પણ ખુશ હતા, બંને છોકરા-છોકરીના ગુણ સાથે કુંડળી પણ મેળ ખાતી હતી.

એક દિવસ સુરેશને ખબર પડી કે તેનો મિત્ર મયંક લગ્નમાં વધુ પડતો જ ખર્ચો કરવા લાગ્યો છે. લગ્ન માટે તેને દેવું પણ લેવું પડ્યું. સુરેશ થોડા વિચાર કર્યા પછી મયંકને સહ પરિવાર જમવા માટે બોલાવ્યો.

મયંક સહ-પરિવાર સુરેશના ઘરે આવ્યો. બંને એ ખુશી-ખુશી ભોજન કરીને વાતો કરવા બેઠા હતા.

સુરેશે અચાનક મયંક સામે પોતાના હાથ જોડી લીધા. મયંક આ જોઈને એકદમ ચકિત થઈ ગયો.

મયંક : શું થયું સુરેશ, અચાનક હાથ કેમ જોડે છે?

સુરેશ : જો તારે તારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરવા છે, તો મને એક વાયદો કર, નહીં તો આજે જ આ સંબંધને તોડી નાખ.

પ્રતીકાત્મક ફોટો

મયંક (ચકિત થઈને) : શું થયું?

સુરેશ : તું કન્યા દાનમાં કઈ પણ આપ કે ન આપ, ઓછું કે વધારે આપ, મને બધું જ સ્વીકાર છે, પરતું તું દેવું કરીને એક રૂપિયો પણ વધારાનો તારો જોઈતો નથી, આ મને બિલકુલ સ્વીકાર નથી.

મયંક : ભાઈ લગ્ન છે હું મારી દીકરીના વારંવાર લગ્ન થોડી કરવાનો? અને તેની માટે તું શું કામ ચિંતા કરે છે?

સુરેશ : તારી વાત બધી સાચી છે, પણ દીકરી પોતાના પિતાને દેવામાં ડૂબાડી નાખે તેવી કરજવાળી દીકરી મારે જોઈતી નથી. મારે કરજ વિનાની લક્ષ્મી જોઈએ છે, જે આવે એટલે અમારા ઘરનું સુખ બમણું થઈ જાય અને અમારી સંપત્તિમાં પણ વધારો કરે.

મયંકે તરત જ સુરેશને ગળે ભેટી લીધો અને તેનો આભાર વ્યક્ત કરતાં કહ્યું : તું જેમ કેસે એમ જ થશે. ત્યાં બેઠેલા દરેક લોકો ખુશ થઈ ગયા અને મયંકની દીકરી મનોમન વિચાર્યું કે હું પણ અહી વહુ બનીને નહીં પણ એક આદર્શ દીકરી બનીને રહીશ.

આ માત્ર એક નાનકડી સ્ટોરી જ છે, પરતું આજના સમાજને ઘણી શિક્ષા આપે છે કે કરજવાળી લક્ષ્મી ન તો કોઈ દિવસ વિદાઇ કરો અને ન તો પોતાના ઘરે લાવો.