2022 માં કર્ક રાશિવાળાનું આર્થિક જીવન સારું રહેશે અને જુદા જુદા માધ્યમોથી ધન એકઠું કરવામાં સફળ રહેશો.

0
1263

કર્ક રાશિફળ 2022 : જાણો આર્થિક, પારિવારિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેવું રહેશે તમારું આવનારું વર્ષ.

વર્ષ 2022 ની શરુઆતમાં તમારી રાશિમાં સપ્તમ ગૃહમાં ઉપસ્થિત શનિ કષ્ટ આપવાના છે. તે સમય દરમિયાન આર્થિક તંગી ઉભી થઇ શકે છે. શનિની સ્થિતિ દાંપત્ય જીવનમાં પણ પ્રતિકુળતા ફેલાવી શકે છે. તણાવમાં પણ વધારો થઇ શકે છે. ભાગીદારીમાં વેપાર કરી રહેલા વ્યક્તિને પણ સમસ્યા ઉભી થશે. પાર્ટનરના સંબંધોમાં કડવાશ આવશે. જેની નકારાત્મક અસર વેપાર ઉપર પડશે.

એપ્રિલના અંતમાં શનિ કુંભ રાશિમાં ફરીથી બિરાજમાન થઇ જશે. અષ્ટમ ગૃહ સીધે સીધો પ્રભાવિત થશે. આર્થિક જીવન સારું રહેશે અને જુદા જુદા માધ્યમોથી ધન એકઠું કરવામાં સફળ રહેશો. 16 જાન્યુઆરીના રોજ મંગળનું ધન રાશિમાં ગોચર ઘણી સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ માંથી છુટકારો અપાવવાનું કામ કરશે. મંગળ તમને આરોગ્ય સમસ્યા પણ આપશે.

13 એપ્રિલ પછી ગુરુ મીન રાશિમાં ગોચર કરશે, તે ગોચર તમારા જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં લાભદાયક પરિણામ આપશે. પરણિત જીવનમાં શાંતિ આવશે. વિદ્યાર્થી પણ અપાર સફળતા મેળવી શકશે. કુટુંબના સભ્યોનો સહકાર પ્રાપ્ત કરવામાં સફળ થશો. એપ્રિલમાં ઘણા મહત્વના ગ્રહોનું ગોચર થશે, જેનાથી તમારા જીવનમાં પણ ઘણા પ્રકારની લહેરો આવશે. મોટાભાગે ખુશીઓ જ આવવાની છે.

વર્ષ 2022 માં એપ્રિલથી ઓગસ્ટ સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે સારો અને સકારાત્મક રહેવાનો છે. આ વર્ષ રાહુ મેષ રાશિમાં ગોચર કરતા તમને શુભ પરિણામ આપશે. રાહુની કૃપાથી કર્ક રાશિના લોકો રોજગારની તકો પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. જુન જુલાઈ વચ્ચે મંગળનો મેષ રાશિમાં પ્રવેશ પરણિત લોકો માટે શુભ સાબિત થશે. દરેક વિપરીત પરિસ્થિતિઓ દુર કરી તમે સંબંધોમાં મધુરતા લાવવામાં સફળ થશો.

કર્ક રાશિના લોકોને આ વર્ષે રોમાન્સમાં શુભ ફળ મળશે. જે અત્યાર સુધી સિંગલ છે અને કોઈ ખાસ વ્યક્તિને શોધી રહ્યા છે, તેમને આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ગુરુની શુભ સ્થિતિને કારણે પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. એપ્રિલ મહિનામાં જ રાહુ પણ રોમાંસમાં સારા સંકેત આપી રહ્યા છે.