શનિદેવ 2022 માં કર્ક રાશિવાળાને શુભ ફળ આપવાના છે, રોજગારની તકલીફ દુર થશે, વાંચો વાર્ષિક શનિ રાશિફળ.

0
1503

વાર્ષિક શનિ રાશિફળ : કર્ક રાશિવાળા માટે નવું વર્ષ રહેશે મિશ્રિત, કોઈ નજીકના વ્યક્તિ નુકશાન પહોંચાડી શકે છે.

મત્સ્ય પુરાણમાં મહાત્મા શનિદેવનું શરીર ઇન્દ્ર કાંતિની નીલમણી જેવું છે, તે ગીધ ઉપર સવાર છે. હાથમાં ધનુષ બા-ણ છે. એક હાથમાં વર મુદ્રા પણ છે. શનિદેવનું વિકરાળ રૂપ ભયાવહ પણ છે. શનિ પાપીઓ માટે હંમેશા સં-હા-ર-ક છે. પશ્ચિમના સાહિત્યમાં પણ અનેક આખ્યાન મળી આવે છે.

શીંગણાપુર ગામમાં શનિદેવના અદ્દભુત ચમત્કાર છે. આ ગામમાં આજ સુધી કોઈએ પોતાના ઘરમાં તાળું નથી લગાવ્યું, તે વાત ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે આ સિદ્ધ પીઠમાં કેટલી મહાનતા છે. આજ સુધીના ઈતિહાસમાં કોઈ ચોરે આવીને આ ગામમાં ચોરી નથી કરી, જો કોઈએ પ્રયત્ન પણ કર્યો છે તો તે તરત જ પીડિત થઇ ગયા.

શનિદેવના દર્શન, પૂજા કરવાથી અને તેમને તેલ સ્નાન કરાવવાથી તરત શનિ પીડાઓ ઓછી થઇ જાય છે. જેની ઉપર શનિદેવની કૃપા થઇ જાય તેના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. તો આવો જાણીએ કે આ શનિ ગ્રહ વર્ષ 2022 માં કર્ક રાશિ ઉપર કેવી અસર કરશે.

કર્ક રાશિ : આ વર્ષે સાતમાં શનિ શુભ ફળ આપવાના છે. નોકરી અને રોજગારની તકલીફ દુર થશે. તમારી યોગ્યતા લોકો સામે આવશે અને તે મુજબ તમને રોજગાર પણ પ્રાપ્ત થશે. જીવનસાથીના આરોગ્યને લઈને તકલીફ ઉભી થશે, તેમાં પૈસા પણ ખર્ચ થશે. તમારી જીવનશૈલીને મેંટેન કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે અને તમે તેમાં સફળ પણ રહેશો.

29 એપ્રિલથી 12 જુલાઈ વચ્ચે શનિ આઠમાં સ્થાન ઉપર ચલાયમાન રહેશે. કુટુંબમાં કોઈ વૃદ્ધ સભ્યની તબિયતને લઈને તકલીફ વધી શકે છે. ભાગીદારીના બિઝનેસમાં સમજી વિચારીને નિર્ણય લો. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો. પતિ પત્નીમાં નાની મોટી વાતોને લઈને મનભેદ થઇ શકે છે. સંતાનના ભવિષ્યને લઈને ચિંતા જળવાઈ રહેશે. ઓફીસ કે દુકાનમાં કામ કરવા વાળા કર્મચારીઓ ઉપર ફોકસ જાળવી રાખો. કોઈ નજીકના વ્યક્તિ જ તમને નુકશાન પહોંચાડી શકે છે.

શનિના ઉપાય :

ઘરમાં શનિ યંત્રની સ્થાપના કરો અને રોજ તેની પૂજા કરો.

દર શનિવારે શનિ મૂર્તિ ઉપર સરસીયાનું તેલ ચડાવો.

દર શનિવારે કોઢના રોગીઓને તેલમાં તળેલા ભોજન જેવા કે ભજીયા, પૂરી ખવરાવો.

ગરીબ લોકોને બુટ ચપ્પલનું દાન કરો.

અડદની ખીચડીનો ભોગ શનિદેવને ચડાવો.