કર્મનું કાળચક્ર – એક ન્યાયિક પરિણામનો પડઘો.
“કર્મ કોઈને છોડતું નથી”
કર્મ એટલે ભૂતકાળનો પડઘો કહેવાય અને ભવિષ્યનું સર્જન કહેવાય. સારુ કે ખોટું ફળ દરેકને મને-કમને ભોગવવું પડે છે.
” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ”. અનંત તત્વ એક હતું, એક છે અને એક જ રહેશે. અનેક બ્રહ્માંડોનું સંચાલન શ્રી હરિ કરે છે. સંચાલન નીતિ નિયમો પ્રમાણે ચાલે છે. સૂર્ય, તારા,નક્ષત્રો, નિયમિત ગતિ કરે છે.વરસાદ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય, બધું જ કર્મના કાયદાને આધીન ચાલે છે. એટલે તો કહેવાય છે કે, ઈશ્વર ને ત્યાં દેર છે, અંધેર નથી. યથાયોગ્ય સમયે અને સ્થળે, કર્મનો બદલો પડઘારૂપે અથડાય છે અને લાગતા વળગતાનો પાપ – પુણ્યનો હિસાબ થાય છે.
કર્મના સિદ્ધાંતમાં બાંધછોડ નથી, લાગવગ નથી. કર્મના ન્યાયમાં તવંગર કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. આ કર્મનો પડઘો કેવી રીતે પડઘાય છે અને કેવી રીતે કરેલા કર્મના બદલામાં નિયતિનું યોગ્ય જજમેન્ટ આવે છે તેની એક ૫૦ વષૅ પહેલાની સાહજિક વાર્તા જણાવું.
૧૪ વષૅની કિશોરવયે પહોંચેલો નયન આજે ખુશ હતો. આકાશમાં વિહરતા પંખીની જેમ પોતે પણ ભવિષ્યના સપનાઓમાં આળોટતો હતો. હું સારું એવું ભણીશ અને મારુ ભવિષ્ય ઉજ્જવળ બનાવીશ કારણકે, એ હવે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળાના આઠમા ધોરણમાં ભણતો હતો. મિલનસાર સ્વભાવ, મિત્રતા વધારવાની અને નિભાવવાની, વાંચવામાં અને ભણવામાં હોશિયાર. પોતાના ગામમાં નાના-મોટા બધાને ઓળખે. જય શ્રી કૃષ્ણ કહેવાનું એ કોઈ દિવસ ભૂલતો નહી.
ભગવાને દરેક વ્યક્તિને ગુણ -અવગુણ બંને આપેલા છે. પણ દરેક વ્યક્તિને એક ખાસ ગુણ, અલગ-અલગ વ્યક્તિઓને અલગ-અલગ ખાસ ગુણ આપેલા છે. આ નયનમાં એક ખાસ ગુણ હતો. “સારા- નરસા બનાવોનું અને સારા-નરસા લોકોનું અવલોકન” કરવું.
આમ કેમ… .?
શું કારણ… .?
એનો જવાબ મેળવવા માટે મનની ગતિને તેજ કરીને બુદ્ધિને કામે લગાડતો. પ્રભાતફેરી હોય કે મંદિરમાં ભજનનો પ્રોગ્રામ હોય તો તેની હાજરી અવશ્ય હોય. આ પ્રભાતફેરીમાં, ભજનોમાં, મંદિરમાં એક કાકા હાજર રહેતા. તબલા, હાર્મોનિયમ વગાડવાના એ માસ્ટર હતા, એમનું નામ ચુનીલાલ હતું. સ્વભાવે પ્રેમાળ અને હસમુખા. નયન સમજતો થયો ત્યારથી, આ ચુનીલાલ જાહેરમાં સારા કાર્યો કરે, ભજનો સંભળાવે એટલે, નયનને બહુ જ ગમે. ચુનીલાલ નયનના ઘરે આવે ત્યારે નયનની મમ્મીને પણ જય શ્રી કૃષ્ણ કહી પગે લાગે. બહુ જ નમ્ર અને વિવેકી. સમય એની ગતિ પ્રમાણે વહેવા માંડ્યો.
એક દિવસ નયન સ્કૂલેથી આવ્યો, ત્યારે નયન ની મમ્મી રડતી હતી.
મમ્મી કેમ રડે છે..? શું થયું..? જીજ્ઞાશારૂપી પ્રશ્નો નો મારો ચાલુ થયો. નયનને ઉદાસી ફરી વળી.
બેટા નયન. … ડૂસકાં લેતા મમ્મી બોલી, ચુનીલાલનો એકનો એક દીકરો જયેન્દ્ર એક્સિડન્ટમાં દુનિયા છોડી ગયો.
ઓહ માય ગોડ. .. આવું કેવી રીતે બન્યું..? નયન દુઃખથી રડી પડ્યો. બેબસ બની મમ્મીની સામે જોઈ રહ્યો અને જાણે કે તેને જવાબ સાંભળવાની ખૂબ જ આતુરતા હતી.
બેટા, ચુનીલાલના પરિવારે આપણી જેમ રંગેચંગે દિવાળી ઉજવી. લાભ પાંચમ, પછી જયેન્દ્ર તેના નાના બાબાને લઈ મામા મામીને મળવા માટે તેમના ગામ જવા નીકળ્યો. બે દિવસ રોકાઈને મામા મામીની રજા લઈ, જયેન્દ્ર નાના બાબાને લઈને, વતન જવા માટે જીપમાં બેઠો. જીપ ઉપડવાની તૈયારીમાં હતી. ત્યાંતો જીપના ડ્રાઇવરના ભાઈ આવ્યા. તેમને જીપમાં બેસવાનું હતું પણ જગ્યા નહોતી. તેથી જીપના ડ્રાઈવરે જયેન્દ્રને કહ્યું કે, તમે પાછળ આવતી જીપમાં આવો.
પાછલી જીપમાં જયેન્દ્ર એના બાબાને લઈને જીપના પાછળના ભાગમાં બેઠો. આ જીપ ભરચક હતી. જીપ દોડવા માંડી. એ સમયે રસ્તામાં સામેથી આવતી ટ્રક, જીપ સાથે અથડાણી. જીપ હવામાં ઉછળી અને જીપના પેસેન્જર બહાર ફંગોળાઈને રોડ ઉપર પડ્યા અને નાના બાબા સિવાય, બધાનેમો તભરખી ગયું. જીપના કેરિયરમાં મુકેલ ડનલોપની ગાદીઓ એજ સમયે રોડ પર પડી અને કુદરતી ચમત્કાર રૂપે નાનો બાબો એ ગાદીઓ ઉપર પડયો. રામ રાખે તેને કોણ ચાખે. નાના બાબાને બેઠોમા રવાગ્યો પણ બચી ગયો.
નયને મમ્મીને દિલાસો આપ્યો અને સાથે એ પણ રડી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, ચુનીકાકાને કેવું પહાડ જેવું દુઃખ આવ્યું…!!! ભગવાન આવા સીધા અને પુણ્યશાળી માણસોને કેમ દુઃખ આપતો હશે..!!! આવો વિચાર આવતા નયનનું દિલ દુઃખથી વલોવાઇ ગયું. જયેન્દ્ર, નયનથી નાનો હતો અને બંને વચ્ચે મિત્રતા પણ હતી. જેથી તેના જવાની અસર આખા પરિવાર ઉપર વધુ હતી.
૬૫ વર્ષના ચુનીલાલ દીકરાનામો તના આઘાતથી બેભાન અવસ્થા જેવી દશામાં આવી ગયા હતા.તેઓ આ આઘાતને સહન કરી શક્યા નહીં અને પંદર દિવસમાં તેઓનું હાટૅએટેકથીમો ત થયું. સર્વે સગા સંબંધી અને ગામના લોકોને પણ બહુ જ દુઃખ થયું.
નયનને પણ, આ બેમો તથી આઘાત લાગ્યો હતો. પણ તેનું મગજ કંઈક બીજું જ વિચારી રહ્યું હતું કે, ચુનીકાકા પોતાના પુત્રનુંમો તજોઈ દુઃખના આઘાતો થી તેમનુંમો તઆવ્યું એના બદલે કાકાને પહેલામો ત આવ્યુ હોત અને પછી જયેન્દ્રનેમો ત આવતું તો, કાકાને દીકરાનુંમો ત જોવું પડ્યું, એ ન જોવું પડતું.
આમ કેમ… .?
આનું રહસ્ય શું. ..?
કહેવાય છે ને સમય જ દિલના ઘાવની દવા બની શકે. એકાદ મહિનો વહી ગયા પછી પણ નયન બેચેન રહેતો હતો. તેના દિલમાં વિચારોના વમળો ઘુમરાઈ રહ્યા હતા.
આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા કિશોર વયના નયનનું મગજ ઉછાળા મારી રહ્યું હતું. એક દિવસ ઘરમાં પૂજા ચાલતી હતી. નયનને સ્કૂલમાં રજા હતી. જેથી તે બેઠક રૂમમાં બેઠો હતો. અચાનક ઉભો થયો અને મમ્મી પાસે જઈ કહેવા માંડ્યો.
મમ્મી મને મારા સવાલોના જવાબ આપ.
સીધા માણસોને ભગવાન કેમ દુઃખ આપતો હશે..?
નાની ઉંમરના જયેન્દ્ર એ શું પાપ કર્યા હશે કે, આવી સજા મળી.?.
ભગવાન છે તો આવું અંધેર કેમ અને ભગવાન નથી એવું જ હોય તો પૂજા પાઠ, માળા, આરતી આ બધું કરવાનો અર્થ શું..?
ભગવાન છે બેટા, તારે નાસ્તિક બનવાની જરૂર નથી.
તો મને સમજાવ ને, મમ્મી.
જવા દે ને બેટા, તારી નાની ઉંમરમાં જાણવાની શું ઉતાવળ છે.
જો મમ્મી, એક વાત સાંભળી લે. મારા પ્રશ્નનો જવાબ નહિ મળે તો આ દુનિયામાં ભગવાન નથી એમ હું સમજીશ.
આવું ના સમજાય, બેટા.
સાંભળ મમ્મી, ભગવાન નથી એવું હું માનીશ પછી હું શું કરીશ એ તું વિચારી શકે છે..?
શું કરીશ બેટા..?
આપણા ઘરમાં રહેલા ભગવાનના ફોટા અને તારી આ પૂજા રોડ પર ફેંકી દઈશ.
બેટા, આ તું શું બોલે છે, તને કંઈ ભાન છે.
મમ્મી, તો મને મારા પ્રશ્નોનો જવાબ કેમ નથી આપતી. મને હવેથી ભણવામાં પણ મન લાગશે નહીં. મારો વિચાર કેમ નથી કરતી… !!!
મમ્મીના આંખમાંથી દડદડ અશ્રુની ધારા વહેવા માંડી કે, મારા નયન ઉપર બેમો તની કેટલી બધી ઊંડી અસરો થઈ છે અને માન પણ થયું કે, આટલી નાની ઉંમરમાં કેટલું બધું વિચારી શકે છે મારો દીકરો. મનથી નિર્ણય લઈને મજબૂત બની નયનને કહ્યું કે, બેટા, સાંભળ. હું તારા પ્રશ્નોના જવાબ આપું છું. તેના માટે હું ૪૫ વષૅ પહેલાની બીના તને જણાવું છું. પણ શરત એ છે કે, તારે જિંદગીભર આ વાતનું રહસ્ય કોઈને કહેવાનું નથી.
સારુ મમ્મી,હું કોઈને જણાવીશ નહી. પ્રોમીસ.
સાંભળ બેટા.
આજથી ૪૫ વર્ષ પહેલાનો સમાજ, આજના સમાજ કરતા બહુ જ વિપરીત હતો. છોકરા છોકરીઓના લગ્ન થતાં એ સમયે, ઓરીજીનલ દેખાવે સુંદર ન હોય એવા મુરતિયાના બદલે, સારો અને દેખાવડો છોકરો બતાવવામાં આવતો. તેની સાથે લગ્ન થતાં પંદર દિવસ છોકરીને પોતાની સાથે રાખીને, પછી તેને કહેવામાં આવતું કે, તારો પતિ હું નથી, કોઈક બીજો તારો પતિ છે. તું તારા ઘરે ચાલી જા. આવું જ ચુનીકાકાની બાબતમાં બનેલું.
એ સમયે ચુનીકાકા ૨૦ વર્ષના દેખાવડા હતા અને તેમના પિતાશ્રીને પૈસાની લાલચ આપીને એક બ્રાહ્મણની છોકરી જોડે લગ્ન કરવા બેસાડી દેવામાં આવ્યા. લગ્નના ૧૫ દિવસ પછી એ બ્રાહ્મણની છોકરીને કાઢી મૂકવામાં આવી. જતાં જતાં બ્રાહ્મણની છોકરી આંખમાં આંસુની હેલી સાથે અંતરની બધી વેદના એકઠી કરી શ્રાપરૂપી શબ્દો બોલી કે, હું તો જાઉં છું, મારી જિંદગી તે બગાડી છે. પણ ભગવાન મને આપેલા દગાને બદલે તારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ભગવાન તારી પાસેથી જવાબ લેશે ત્યારે ધોળે દિવસે તારા દેખાઈ જશે. ભગવાન માફ નહીં કરે.
નયન એકીટસે બધુ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. બેટા, તને પ્રશ્ન થાય છે કે, ચુનીકાકા તેમના દીકરા જયેન્દ્ર પહેલામ રી ગયા હોત તો તેમને દીકરો ગુમાવવાનું દુઃખ ન થાત. પણ કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. તેમણે કરેલા કર્મ તેમને જ ભોગવવા પડે એવો કર્મનો કાયદો છે.
બીજો પ્રશ્ન તારો એ છે કે, જયેન્દ્રનો શું વાંક?
ગયા જન્મના સંચિત કર્મોનું પરિણામ છે અને સાથે સાથે એમ પણ કહેવાય છે કે, મા -બાપના કર્મો સારા હોય કે ખોટા હોય, તેમના સંતાનોને ભોગવવા પડે છે. કર્મ કોઈને છોડતું નથી.
ચુનીકાકાએ ૨૦માં વર્ષે કુકર્મ કરેલુ તેનું ફળ ૬૫માં વર્ષે આવ્યું. ભગવાન કરેલા સત્કર્મોનું પુણ્ય ભોગવવા દે છે. તે જ રીતે કુકર્મોનું ફળ યોગ્ય સમયે યોગ્ય સ્થળે આપે છે. ત્યારે નયનના મસ્તિષ્કમાં ચુની કાકાના બે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા.
કુકર્મ અને સુકર્મ
વર્તમાનમાં ક્યા કર્મોથી આપણે દુઃખી થઈએ છીએ તેની આપણને ખબર નથી. પણ જ્યારે સુખના દિવસો હોય કે દુઃખના, નીતિમત્તાનું ધોરણ નીચું ન જવું જોઈએ. નહીતો, કુકર્મના સંસ્કાર પાછલા દરવાજે બારણે ટકોરા માર્યા વગર, આપણા મનમાં ઘૂસી જઇને કુકર્મો કરાવે છે. કુદરતનો નિયમ છે કે, “જ્યાં આઘાત સર્જાય ત્યાં પ્રત્યાઘાત સર્જાય છે” તેથી જ કર્મનું કાળચક્ર કોઈને પણ બક્ષતું નથી. વહેલો કે મોડો ન્યાય થઈને જ રહે છે. પ્રણામ.
– દિલીપ સી સોની.
આચમન
ક્યાંકને ક્યાંક કર્મોની બીક લાગે છે,
બાકી શાને ગંગા ઉપર આટલી ભીડ છે.
જે કર્મને સમજે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી. પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.
અને ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે. – અજ્ઞાત.
(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)