“કર્મનું કામ” – સારા સમય, સારા જીવનની આશા હોય તો આ વાત ધ્યાનમાં રાખવી પડશે.

0
816

આશીર્વાદ આડા ન આવ્યા આખર તો કર્મ સૌ ને નડ્યાં

સમાધાને આવ્યો તો શામળો તોય મહાભારત ના યુ ધનોતા ટળ્યાં,

અડધા ભાગ થી પાંચ ગામ માંગી છેવટે સોય ની અણી

ન આપું હું કોઈ ને હસ્તિનાપુર ની ધૂળ ની પણ કણી

આખરે કુરુક્ષેત્ર ના મેદાન માં ભાઈ ભાઈ સામે જ લ ડયા

આશીર્વાદ કામ ન આવ્યા આખર તો કર્મ જ નડ્યાં

થોડા સ્વાર્થ માં વાલી વ ધ કર્યો વાલે શુ એવું વિચારી

ભાઈ ઓ ના જં ગમાં વાલો વર્ત્યો હતો થોડું અવિચારી

પછી બદલા દઈ પ્રાચી ના પીપળે કૃષ્ણ ના દેહપડ્યા

આશીર્વાદ કામ ના આવ્યા આખર કર્મ જ સૌ ને નડ્યાં

અંધા અંધી ના આક્રન્દ થી જુઓ ઉજળી ગઈ અવધ

શબ્દ વેધી બાણ થી દશરથે કારમો કર્યો તો એનો વ ધ

પછી રાતા પાણી એ રોયા રાજવી રજ એના રઝળ્યાં

આશીર્વાદ કામ ન આવ્યા આખર કર્મ જ સૌ ને નડ્યાં

આશીર્વાદ અફળ નથી પણ કર્મ એનું કામ કરી જાય

આશીર્વાદ આઘા રિયે સારા કર્મ થી સૌ તરી જાય

સાગર ને છેહ દઈ છુટા પડેલ નીર છેવટે સાગર માં ભળ્યાં !

આશીર્વાદ આડા ન આવ્યાં આખર કર્મ જ સૌ ને નડ્યાં

– નેભા કુછડીયા

કર્મ જ મહાન છે. ભારતીય જીવન માં કર્મ ને મહાન ગણ્યું છે. જેવું કર્મ એવું ફળ…

આંબો વાવો કેરી મળે બાવળ વાવો કાંટા મળે ! બસ એના જેવું જ..

આશીર્વાદ અફળ નથી જતા પણ એ કર્મ ને અપવાદ સિવાય રોકી શકતા નથી! આશીર્વાદ ફળે પણ કર્મ ભોગવ્યા પછી.. સારુ નરસું કર્મ તો ભોગવ્યે જ છૂટકો !

ભારતીય ઇતિહાસ જોઈ લ્યો કર્મ એ રાજા ને રંક અને રંક ને રાજા બનાવ્યા છે.

અરે ભગવાન રામ ના બાપ દશરથ ને પણ કર્મ ભોગવવું પડતું હોય તો મારી તમારી શુ વિસાત?

માટે કોઈ દેખે કે ન દેખે કર્મ ઈશ્વર અને કુદરત દેખતો હોય છે, એટલે કર્મ કરતા પહેલા હજાર વાર વિચારો હસતા હસતા કરેલા કર્મો રડતા રડતા ભોગવવા પડે છે.

વિશ્વ કર્મ પ્રધાન કરી રાખા આખા વિશ્વ નું સંચાલન

કુદરત અને ભગવાન કર્મ થી કરે છે!

સારા કર્મો અને ખરાબ કર્મો ભોગવ્યયા પછી જ સુખ દુઃખ ના રસ્તા ખુલે છે..

સારુ કર્મ આડું આવે ખરાબ સમયે, સંકટ સમયે અને ખરાબ કર્મ પણ સારા સમયે આડું આવી સારા સમય ને પલટાવીને મુસીબતની મોંકાણનું સર્જન કરે છે.

રાજા દશરથ, હરિચંદ્ર, કૌરવ, પાંડવો અનેક ઉદાહરણ છે ભારતીય ઇતિહાસ અને ભૂતકાળના. માટે સારા સમય, સારા જીવન ની ઉમ્મીદ હોય તો સારુ કર્મ કરજો….

અહીં ગંગા પુત્ર ભીષ્મને જો કર્મ ભોગવવું પડે તો બીજા ની તો વાત શુ કરવી?

– નેભા કુછડીયા. (અમર કથાઓ ગ્રુપ)