દુનિયા મેં હમ આયે હે તો જીના હી પડેગા..
જીવન હે અગર જહર તો પીના હી પડેગા..
ગીર ગીર કે મુસીબત મેં સાંભલતે હી રહેંગે..
જલ જાયે મગર આગ પર ચલતે હી રહેંગે..
ગમ જીસને દીયે હે વહી ગમ દૂર કરેગા..
રેડીઓ પર મધર ઇન્ડિયા નું ગીત સાંભળી મારી આંખો ભીની થઇ ગઇ… મારી નાનપણ ની બેનપણી લખમીની જીવનયાત્રા આંખો સામે આવી ગઈ.. આ ગીત અને લખમી નું જીવન કેટલી સમાનતા…
ધોળકા થી 20 km દૂર અમારું ગામ.. બધી બહેનપણીઓ માં લખમી સાથે મારે સારું બને.. ગામ ની સ્કૂલ ચાર સુધી જ.. અમે સાથે ભણ્યા.. પછી તો લખમી ની કે મારી ઘર ની પરિસ્થિતિ એવી નહિ કે આગળ ભણવાનું વિચારીએ.. એના અને મારા માં બાપુ ખેત મજૂર સવારે મજૂરી એ જાય એને સાંજે આવે… અમે આખો દિવસ સાથે રમીએ.. તળાવે કપડાં ધોવા જઈએ.. મંદિરે આરતી માં પણ સાથે.. અમે પંદર ના હોઈશું ને લખમી ના માં અને બાપુ બેય ને TB ભરખી ગયો.. એને એના મામા એમના ઘેર બાજુ ના ગામ લઈ ગયા. મને લખમી ની દુરી ખૂબ સાલતી..
એ પછી ના જન્માષ્ટમી ના મેળે અમે મળ્યા.. ઘણે ટાઈમે મળ્યા.. મળી ને ખૂબ રોયા. સુખ દુઃખ ની વાતો થી સમય ક્યાં જતો રહ્યો. સાંજ પડી ને અમારે છુટા પડવાનો સમય થયો. આંખો માં આંશુ સાથે.. ફરી ક્યારે મળાશે એ અનિશ્ચિતતા સાથે અમે છુટા પડ્યા… પછી ખબર મળી કે એની મામી એને ખૂબ દુઃખ દેય છે.. ખાવા નું પૂરતું આપતા નથી.. મજૂરી કરી ને દા’ડા કાઢે છે.. લખમી એ મને કાઈ કીધું નહીં.. હું દુઃખી થતી.. મજૂરી તો હુંય કરતી પણ ઘરના નો સાથ હોય તો બીજું બધું પહોંચી વળાય…
લખમી ને જોયે મહિના ઓ થઈ ગયા.. કોઈ વાર સમાચાર મળતા. તે વધારે દુઃખી કરતા… વળી સમાચાર મળ્યા મામી એ પોતાના બહેન ના દિયર સાથે એના લગ્ન કરી દીધા.. લખમી નો વર બીજવર તેનાથી તેર વર્ષ મોટો, ન શા કરવામાં દરેક વાતે પૂરો.. ઈશ્વર ને પ્રાર્થના કરી’તી કે જેવો હોય લખમી ને સારી રીતે રાખે… લખમી ને જોવા ની ખૂબ ઈચ્છા હતી. પણ એ શક્ય ન હતું..
સમાચાર મળ્યા કે સાસરા કરતા તો મામી નો ત્રા સઓછો હતો.. સાસરે તો વધારા નો મા રપણ ખાવો પડતો.. એ ત્રા સદાયક વાતો સાંભળી ને મારુ હૈયું વલોવાઈ જતું. પણ હું લાચાર હતી.. મારા લગ્ન થયા.. ને હું અમદાવાદ મારા સાસરે આવી… હવે તો લખમી ના સમાચાર પણ ના મળતાં.. પણ મારું દિલ ખેંચાય. જ્યારે લખમી ની યાદ આવે આંખ ભીની થઇ જતી.. દિવાળી એ પિયર ગઈ ત્યાં લખમી ના સમાચાર મળ્યા.. એની સાસરીમાં મજૂરી કરી પૂરું ખાવા ના પામી ને ધણી નો મા રસહન કરે છે..
મારે એને મળવું’તું પણ મેળ ના આયો.. હું પણ મારા ઘરસંસાર માં પડી.. ત્રીજે વર્ષે દિવાળીએ પિયર ગઈ ત્યાં સમાચાર મળ્યા લખમી નો વર લીવર ખરાબ થઈ ને મ રીગયો.. લખમી વિધવા થઈ… પાછી મામી ના ઘેર છે.. મેં નક્કી કર્યું લખમી ને મળવાનું ને ગઈ એના ગામ… મળી લખમી ને મને જોઈ એની આંખમાં થી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા.. મારી પણ એજ સ્થિતિ હતી… કોણ કોને સાંભળે.. એ બચપન ની આત્મીયતા સાથે વિતાવેલો એ સમય યાદ કરી ને ખૂબ આંશુ છલકાવ્યા..
મામી ની કડકાઈ ભરી આંખો, ને વહેવાર અને વર્તન એ લખમી ની સ્થિતિ શુ હશે એ બયાન કરતા’તા.. હું પાછી આવી પણ મારે મારી બેનપણી માટે કંઈક કરવું એવો વિચાર મન માં પાકો થઈ ગયો.. અમદાવાદ આવી તેના માટે યોગ્ય પાત્ર શોધવાનું વિચાર્યું. મામી તૈયાર થાય ના થાય.. એમને આવી નોકરાણી ક્યાં મળે..
મારા પતિ ની સાથે મિલમાં કામ કરનાર નાથુજી ની પત્ની નું થોડા સમય પહેલાજ અ વસાન થયું હતું. નવી શોધે છે.. નાથુજી ની પોતાની માલિકી ની ચાલી માં ખોલી છે. ખાધેપીધે સુખી કહેવાય ઉમર લખમી થી દસ વર્ષ મોટી, બીડી તમાકુ નું વ્ય સન ખરું કોઈવાર રાજપાટ માં પણ આવી જાય.. પણ વિચાર્યું લખમી નું અહીં ગોઠવાઈ જાય તો એ ત્યાં નર્ક માંથી છૂટે..
મામી માનશે? એ વિચાર પહેલા આવ્યો.. પણ મામા પાસે મંજૂરી લઈને લખમી ને અહીં લઈ આવીએ તો પછી બધું થાળે પાડી શકાય… મારા પતિ ને વાત કરી એ સહમત થયા.. નાથુજી ને વાત કરી એમને તો “ઘેર બેઠા ગંગા” જેવો આનંદ થયો. જે ખર્ચ થાય એ ભોગવવા તૈયારી બતાવી. અને મને કહે ભાભી તમારી પસંદ ની કન્યા માં મારે કાઈ જોવું નથી તમે કરશો એ સારું જ કરશો ને કહી લીલી ઝંડી આપી દીધી..
હું મારા પતિ સાથે પિયર ગઈ મારા માં બાપુ સાથે લખમી ના ઘેર ગયા.. મામા ને મળ્યા.. લખમી ને એકાંત માં મળી ને વાત કરી.. સમજાવ્યું.. તેને મારામાં પૂરો વિશ્વાસ… તે તૈયાર થઈ. હવે મામા ને વાત કરી. મામા ભાણી ની હાલત જાણતા પણ લાચાર હતા.. એ મને ઓળખતા. અમારા બેનપણા થી પરિચિત તેમને મંજૂરી આપી..
મામી મામા ના ઝગડા વચ્ચે અમે લખમી ને અમારી સાથે લઈ આવ્યા.. એ નર્ક માંથી છૂટી થઈ.. આશા અને અરમાન સાથે અમદાવાદ આવી.. આર્યસમાજ માં વિધિસર નાથુજી સાથે એના લગ્ન કર્યા.. એને નવું જીવન શરૂ કર્યું.. સુખ અને શાંતિ શુ હોય એણે એનો અનુભવ કર્યો.. એ એક દીકરા અમિતની માં બની.. અમિત હજી ત્રણ વર્ષ નો હતો ને નાથુજી મીલમાંથી આવતા એક્સિડન્ટ નો ભોગ બન્યા ને લખમી પાછી વિધવા બની.. માં દીકરો પાછા નોંધારા બન્યા..
દુઃખ તકલીફ ને આંશુઓ લખમી નો પીછો નહોતા છોડતા.. ગૃહઉદ્યોગ માં ખાખરા વણવાનું કામ કરતી લખમી ને કોઈ શિકાયત સમય કે પોતાના નસીબ સામે નહોતી.. એ મજુરી કરી પોતાના દીકરા ને ઉછેરવાના અને ભણાવવા માં લાગી ગઈ.. સમય નું ચક્ર ફરતું રહે છે.. લખમી ની મહેનત મજૂરી પણ ચાલતી રહે છે.. અમિત ભણવામાં હોસિયાર છે.. અમિત કોલેજ માં આવ્યો.. સાથે ટ્યુશન કરી માં ને આર્થીકરૂપે મદદ રૂપ થતો. અમદાવાદ ના કોમી ધમાલ ના વાતાવરણ માં એક દિવસ અમિત ઘેર નથી આવતો.. લખમી આંખમાં આંશુ સાથે મારી પાસે આવે છે. અમે સાથે પોલીસમાં ફરિયાદ કરીયે છે… ત્રીજે દિવસે સિવિલમાં એની લાશ અમને મળે છે..
લખમી મારી બેનપણી આજે પણ શાંત છે… એકલી રહે છે. એ જીવન હવે એને કોઠે પડી ગયું છે.. ખાખરા વણવાનું કામ કરે છે… એને જીવન થી કોઈ તકલીફ નથી.. નથી પોતાના નસીબ નો વાંક કાઢતી.. હા ચહેરા પર હાસ્ય નથી હોતું… પણ હવે આંશુ પણ નથી હોતા..
– અંકુર ખત્રી. (અમર કથાઓ ગ્રુપ)